સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ઈન્ટર સ્કુલ સ્ટેટ લેવલ કરાટે ચેમ્પિયનશીપ

134

સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ઈન્ટર સ્કુલ સ્ટેટ લેવલ કરાટે ચેમ્પીયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંતરરાષ્ટ્રીય શોટોકોન કરાટે યુનિયનનાં ચીફ ઈન્સ્ટ્રકટર, શીહાન મોહમદ તારીકે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ઈન્ટર સ્કુલ સ્ટેટ લેવલ કરાટેનું આયોજન સૌરાષ્ટ્ર યુનિ. ખાતે કરવામાં આવ્યું છે.

જેમાં ગુજરાતભરમાંથી ૪૫૦ જેટલા બાળકોએ ભાગ લીધો છે. કરાટે માટે ખુબ પ્રોત્સાહનની વાત છે કે, ગુજરાત સરકારે ખેલ મહાકુંભમાં કરાટેનો સમાવેશ કર્યો છે. યુનિ. ગેમ્સમાં કરાટેને ઉમેર્યું છે. ઓલમ્પીકસમાં કરાટે ઉમેરાયું છે. જયારે એશિયન ગેમ્સમાં ભારતીય કરાટે ટીમે ભાગ લીધો જે એક સારી વાત છે ત્યારે નાના બાળકો જયારે કરાટેમાં ભાગ લેશે તો તેમનો આત્મ વિશ્વશ્વાસ વધશે અને આગળ રમી દેશનું નામ રોશન કરશે.

Loading...