Abtak Media Google News

યુનિવર્સિટી પ૧ માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે સરસ્વતી આરાધના કાર્યક્રમ અને પ્રથમ કુલગુરુ ડોલરકાકાની પ્રતિમાને પુષ્ણાજલી અર્પણ

સૌરાષ્ટ્ર યુનિ. ૫૦ વર્ષ પૂર્ણ કરી પ૧માં વર્ષમાં આજરોજ પ્રવેશ કરી રહીછે. આજે યુનિ. પ્લાઝા ખાતે આવેલમાં સરસ્વતિ દેવીના મંદીર ખાતે પુજન અર્ચન કરી શાસ્ત્રોકત વિધી મુજબમાં સરસ્વતીની આરાધના કરવામાં આવેલ અને યુનિ. ના સ્થાપક પ્રથમ કુલગુરુ પૂજય ડોલરકાકાની પુષ્ણાજલી અર્પણ કરવામાં આવેલ હતી.

સિન્ડીકેટ સભ્ય ગીરીશભાઇ ભીમાણી, સિન્ડીકેટ સભ્ય હરદેવસિંહ જાડેજા, ડે.રજી. રમેશભાઇ પરમાર, કીરીટભાઇ પાઠક, કે.એન.ખેર, મહાવીરસિંહજી જાડેજા, ભવન અઘ્યક્ષશ્રી નીતીનભાઇ વડગામા, જોષીસાહેબ, અંબાદાનભાઇ રોહડીયા, જે.ઓમ.મામતોરા, કાનાબારસાહેબ, મણીયારસાહેબ, રાજુભાઇ દવે તથા ઓડીટર લીનાબેન ગાંધી, નીતીનભાઇ શિણોજીયા, ડાંગ સીયાસર અને સામાન્ય વિભગાના શારદાબેન અને ટીચીંગ નોન ટીચીગ કર્મચારી પરીવારના ભાઇઓ બહેનો મોટી સંખ્યામાં ઉ૫સ્થિત રહેલ હતા.

આ પ્રસંગે કુલપતિ એ જણાવેલ કે આજે પ૧ વર્ષ ના પ્રવેશ ના પ્રથમ દિવસે આ યાત્રાના સહભાગી પૂવ ૧૫ કુલપતિશ્રીઓ, પૂર્વ રજીસ્ટ્રાર  અને અનેક નિષ્ઠાવાન કર્મચારીઓદ્વારા આયુની આજે ગુજરાત અને દેશમાં નામના મેળવી શકી છે. અને પ૧માં વર્ષે યુની અભ્યાસ સાથે સામાજીક ઉતરદાયીત્વ સાથે કામ કરશે. આ પ્રસંગની તસ્વીરોમાં પુજન કરતા કુલપતિ શ્રીપ્રતાપસિંહ ચૌહાણ તથા સીન્ડીકેટના સભ્યો પુ. ડોલરકાકાને ભાવવંદના કરતા કુલદીપ શ્રી પ્રતાપસિંહ ચૌહાણ તથા સીન્ડીકેટ ના સભ્ય નજરે પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.