સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ડિજિટલાઈઝેશન માઈગ્રેશન સર્ટિફિકેટ આજથી ઓનલાઈન

1019
saurashtra univiercity
saurashtra univiercity

વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પર માઈગ્રેશન સર્ટીફીકેટ માટે અરજી કરી સર્ટિફિકેટ પણ ઓનલાઈન મેળવી શકશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ડીજીટલ ઈન્ડિયા ઝુંબેશમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોય એમ તાજેતરમાં ડિજીટલાઈઝેશન કરવા તરફ યુનિવર્સિટી આગેકૂચ કરી રહી છે. પરીક્ષા વિભાગ દ્વારા આજથી વિદ્યાર્થીઓ માટે કામ ચલાઉ પદવી પ્રમાણપત્ર અને પદવી પ્રમાણપત્ર ઓનલાઈન કરવામાં આવ્યા છે.

જુન-૨૦૧૨થી એક્ષ્ટર્નલ અભ્યાસક્રમો અંગેની વહિવટી પ્રક્રિયાઓ ઓનલાઈન થવાથી વિદ્યાર્થી જગતના ૨૦૧૭ના વર્ષ સુધીમાં અંદાજીત સાડા ચાર લાખ વિદ્યાર્થીઓના સમય, શકિત અને નાણા બાબતે અંદાજીત ‚ા.૧૦ કરોડ બચાવ્યા બાદ તા.૧/૧૧/૨૦૧૪ના રોજથી પરીક્ષા વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સમય, શકિત અને નાણાનો બચાવ કરી કામચલાઉ પદવી પ્રમાણપત્ર તથા પદવી પ્રમાણપત્ર મેળવવા માટેની સંપૂર્ણ કાર્યવાહીને કેશલેસ તથા ડીજીટલાઈઝેશન કરાયા બાદ ફરીથી એક નવા પ્રકલ્પને આજથી વિદ્યાર્થી જગતના લાભાર્થે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જયારે ૫૦ વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે સુવર્ણ જયંતી વર્ષ નિમિતે માઈગ્રેશન સર્ટીફીકેટ ઓનલાઈન થયેલ છે.

આ સમગ્ર પ્રક્રિયા  http://forms.saurashtrauniversity.edu વેબસાઈટ પરથી પૂર્ણ કરી શકાશે. વેબસાઈટ પર વિદ્યાર્થીઓ માઈગ્રેશન સર્ટીફીકેટ મેળવવા માટેની સુચનાઓ મેળવી શકશે, ઓનલાઈન અરજી કરી શકશે, પેમેન્ટ વગેરે પ્રક્રિયાઓ પૂર્ણ કરી શકશે. અરજદાર વિદ્યાર્થીઓને સમયાંતરે આનુસાંગિક એસએમએસ દ્વારા માહિતી પણ મળતી રહેશે. ઉપરોકત તમામ બાબતો માટે માનનીય કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ, કુલસચિવ ડો.ધીરેનભાઈ પંડયા તથા પરીક્ષા નિયામક અમિતભાઈ પારેખના માર્ગદર્શન મુજબ પરીક્ષા (સેલ તથા કોમ્પ્યુટર) વિભાગ સમગ્ર પ્રક્રિયાને સફળ બનાવવા માટે એક ટીમવર્કના ભાગ‚પે જહેમત ઉઠાવી રહેલ છે.

આગામી દિવસોમાં વિદ્યાર્થીઓના લાભાર્થે અન્ય અંદાજીત ૨૦ જેટલા ફોર્મ્સ પણ ઓનલાઈન થનાર છે જે આવનારા ૨૦૧૭-૧૮ના શૈક્ષણિક વર્ષમાં ખુબ જ ઉપયોગી તથા ફાયદાકારક નીવડશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૧માં વર્ષમાં પ્રવેશ સમયે સંપૂર્ણ વહિવટ ઓનલાઈન, કેશલેસ તથા ડીજીટલાઈઝડ થાય તેવો અથાગ પરિશ્રમ લેવાય રહેલ છે.

 

Loading...