Abtak Media Google News

રાજકોટ ૧૩.૨ ડિગ્રી સાથે ઠુંઠવાયું:સવારે અને રાત્રે હાડ થીજાવતી ઠંડીનો અનુભવ

ઉત્તરભારતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે કાશ્મીર અને હિમાચલ પ્રવેશમાં ઠંડીને કારે રેલ સુવિધા ઠપ્પ થઇ છે. પર્વતીય વિસ્તારોમાં સામાન્ય તાપમાન બેથી ચાર ડીગ્રી રહ્યું હતું. તો ન્યુનતમ માઇનસ ૧પ ડીગ્રીથી ર૧ ડીગ્રી વચ્ચે યથાવત છે. ત્યારે જમ્મુ કશ્મીર, કારગીર અને લેહ જેવા વિસ્તારોમાં ગઇકાલે માઇનસ ૧૬ ડીગ્રી તાપમાન રહ્યું હતું જેની અસર ભારતભરમાં દર્શાઇ રહી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજકોટ અમદાવાદ સહીત જુનાગઢ, કેશોદ, જામનગરમાં પણ ઠંડી અનુભાઇ રહી છે. સૌરાષ્ટ્રભરમાં થીજવતી ટાઢ પડી રહી છે. પવનની ગતિ સરેરાશ ચાર કી.મી પ્રતિ કલાકની છે તો કુલ ૬૮ ટકા ભુજ ભર્યુ વાતાવરણ રહ્યું છે.

ઉત્તરભારતમાં વહેતા પવનની અસરો સર્વત્ર જણાય રહી છે. ત્યારે ઉત્તરાયણ બાદ મંદ પડેલી ઠંડી પણ ફરીથી ચમકારા મારવા લાગી છે. રાજકોટમાં સૌથી ઓછું ઠંડીનું  તાપમાન ૩૦.૩ ડીગ્રીનું રહ્યુ છે. આપલી ઠંડી પણ આપણને વધુ લાગી રહી છે. ત્યારે ભારતના અમુક વિસ્તારો તો થીજી જ ગયા છે.૬૧ ટકાનું ભેજનું પ્રમાણ ઠંડીનું પુરવાર સાબીત થયું છે. આજરોજ રાજકોટનું તાપમાન ૧૩.૨ નું છે. જે ગઇ કાલ મહત્તમ તાપમાન ૩૦.૩ ડી્રગી હતું.  આજરોજ માઉન્ટ આબુમાં તાપમાન પણ ૧૩ ડીગ્રી દિવસનું રહ્યું છે. જો કે રાજકોટમાં સૌથી વધુ ઠંડીનું પ્રમાણ ૧પ  ડીગ્રી રહ્યું હતું. તે સૌરાષ્ટ્ર દરિયાકિનારાને આભારી છે. માટે તેના કારણે પણ ઠંડી વધુ રહી છે. જો કે આ પૂર્વ સામે આવ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઇ નથી ભારે પવનનના પેગામો બદલતા હિમવર્ષા પણ થઇ રહી છે. ત્યારે હાલ યાત્રાના સ્થળો જેમ કે અમરનાથ, કંચનજેગા દાજીંલીંગ એમા સફેદ બરફના થર પથરાઇ ગયા છે. ત્યારે સૌરાષ્ટ્રભરમાં ઠંડીએ ઠાઠ જમાવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.