Abtak Media Google News

સિવિલ હોસ્પિટલ વર્ષે ૧૦ લાખ દર્દીઓને સારવાર આપે છે: ન્યુરોલોજી, નેફ્રોલોજી, કાર્ડીયોલોજી, પીડીયાટ્રીક સર્જરી, પ્લાસ્ટીક સર્જરી ક્ષેત્રે આધુનિક સારવાર થશે ઉપલબ્ધ

પ્રત્યેક જીવની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય વ્યક્તિ, પરિવાર, સમાજ અને રાષ્ટ્રના સશક્ત નિર્માણ તેમજ વિકાસ માટે અતિ આવશ્યક છે. સમાજનો દરેક નાગરિક તંદુરસ્ત રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સ્વાસ્થ્ય કેન્દ્રના નિર્માણ કી નિ:શુલ્ક તબીબી સેવા મળી રહે તે ર્એ ઉચ્ચતમ વ્યવસ ઉભી કરાતી હોય છે. જેમાં રાજ્ય સરકાર તબીબી ક્ષેત્રે ઉત્કૃષ્ઠ સેવા મળી રહે તે માટે હર હંમેશ પ્રયત્નશીલ રહ્યું છે.

રાજકોટમાં દાયકાઓ જુની સિવિલ હોસ્પિટલ એટલે કે, પંડીત દીનદયાળ ઉપાધ્યાય, સરકારી હોસ્પિટલ વર્ષે દહાડે ૧૦ લાખ જેટલા દર્દીઓને નિ:શુલ્ક સારવાર આપી ઉત્તમ માનવ ધર્મ નિભાવી રહી છે. સમયાંતરે ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અપડેશન દ્વારા વધુમાં વધુ માનવ જિંદગી બચાવી લાખો ગરીબ લોકોને નવજીવન બક્ષવાનું કાર્ય ૩૦૪ ડોક્ટર્સ, ૩૬૦ નર્સિંગ સ્ટાફ  અને અન્ય વિભાગીય સ્ટાફ દ્વારા કરવામાં આવે છે.

શરીરમાં સામાન્ય તાવ ી લઈ અનેકવિધ જીવલેણ રોગ અને દુર્ઘટના સમયે તાત્કાલીક સારવાર માટે વિવિધ વિભાગો રાજકોટ સ્તિ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત છે. ઓપીડી ઉપરાંત હાડકાનો વિભાગ, મેડિસીન વિભાગ, ઓબ્સ અને ગાયનેક વિભાગ, પીડીયાટ્રીક(બાળકો) વિભાગ, પીડીયાટ્રીક સર્જરી વિભાગ, સર્જરી વિભાગ, કાન,નાક અને ગળા નો વિભાગ, ચામડી નો વિભાગ, સાયકીયાટ્રીક વિભાગ, આંખનો  વિભાગ, દાંતનો વિભાગ, ટીબી અને ચેસ્ટ વિભાગ, પ્લાસ્ટીક સર્જરી, એનેસ્ેસિયોલોજી વિભાગ, રેડિયોલોજી વિભાગ, ઇમરજન્સી વિભાગ, માઇક્રોબાયોલોજી વિભાગ, પેોલોજી વિભાગ, બાયોકેમેસ્ટ્રી વિભાગ તેમજ ફિજીયોેરાપી વિભાગ સિવિલ હોસ્પિટલ ખાતે હાલ કાર્યરત હોવાનું તબીબી અધિક્ષક ડો. મનિષ મહેતાએ જણાવ્યુ છે.

આગામી તા. ૭ મી મે ી ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્વેન્શન સેન્ટર (ડી.ઈ.આઈ.સી.) સેન્ટરનો પ્રારંભ વા જઈ રહ્યો છે. આ કેન્દ્રમાં બાળકોમાં જન્મજાત ખામીઓ, વિલંબિત વિકાસ, વિક્લાંગતા વગેરેની સારવાર ઉપલબ્ધ શે.

જયારે આગામી બે વર્ષમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ‚ા. ૧૫૦ કરોડના ખર્ચે સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ બનવા જઈ રહી છે. જેમા યુરોલોજી વિભાગ, ન્યુરોલોજી વિભાગ, નેફ્રોલોજી વિભાગ, કાર્ડીયોલોજી વિભાગ, પીડીયાટ્રીક સર્જરી વિભાગ ,પ્લાસ્ટ્રીક સર્જરી વિભાગ જેવા સુપર સ્પેશિયાલીટી વિભાગ કાર્યરત શે. ૬ માળની અત્યાધુનિક સ્પેશિયાલીટી હોસ્પિટલમાં ૮ ઓપરેશન ીએટર, ૪૦ આઈસીયુ બેડ, ૮ પ્રાયવેટ રૂમ તેમજ ૧૬૦ જનરલ બેડી સજ્જ શે. સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ બનતા હદય અને મગજને લગતી અત્યાધુનિક સારવાર ઉપરાંત જટિલ સર્જરી જે તે ક્ષેત્રના સર્જન દ્વારા પૂરી પાડવામાં આવશે. આજ કેમ્પસમાં કાર્યરત મેડીકલ કોલેજમાં પી.જી. પછીના જે તે વિષયના નિષ્ણાંત અંગેના  અભ્યાસક્રમ શરુ વાની સંભવાના પણ અધિક્ષક ડો. મનિષ મહેતાએ જણાવી હતી.

હાલમાંજ પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટના ઇએનટી વિભાગ ખાતે જન્મજાત બહેરા-મુંગા બાળકોની કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સર્જરી ગુજરાતના માત્ર ત્રણ સરકારી હોસ્પિટલ ખાતે ાય છે. તે પૈકી સૌરાષ્ટ્રમાં એક્માત્ર પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટ ખાતે કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરવામા આવે છે.

પી. ડી. યુ. મેડીકલ કોલેજમાં તબીબી વિદ્યાભ્યાસ કરતા વિર્દ્યાીઓને સમગ્ર સૌરાષ્ટ્રમાંી આવતા દર્દીઓની સારવાર કરવાનો અનુભવ મળી રહ્યો છે. અહી ૩૧ મેડીકલ ઓફીસર, ૨૨૬ રેસીડેન્ટ ડોકટર્સ, ૯૭ ઈન્ટર્ન તેમજ ૩૬૦ની સંખ્યામાં નર્સિંગ સ્ટાફ દિવસ રાત માનવ જિંદગીને પ્રાણ પૂરી રહ્યા છે. હોસ્પિટલ ખાતે વિવિધ વિભાગોમાં ૧૧૦૦ જેટલા દર્દીઓ દાખલ ઈ શકે તેવી વ્યવસ ઉપલબ્ધ છે.  પ્રતિ વર્ષ દસ લાખ જેટલા દર્દીઓને પાંચ કરોડ ી વધુની દવા વિના મુલ્યે પુરી પડાઈ રહી છે. ઉપરાંત જેનેરિક સ્ટોર દ્વારા સસ્તા દરે વિશેષ દવાઓ હોસ્પિટલ ખાતે પ્રાપ્ત ઈ શકે તે માટે પંડીત દીનદયાળ જનઔષધ ભંડાર પણ શરૂ કરાયેલ છે.

રાજ્ય સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના સ્વાસ્થ્ય માટે અત્યાધુનિક સગવડ સો ઉત્કૃષ્ઠ સારવાર મળી રહે તે માટે સતત ચિંતિત છે અને સમગ્ર સૌરાષ્ટ્રના લોકોને પુરતી સારવાર મળી રહે તે માટે રાજકોટ ખાતે પી. ડી. યુ. સરકારી હોસ્પીટલ કટિબદ્ધ રહી છે.

સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલની સુવિધા

  • ઓપરેશન ીએટર – ૮
  • આઈસીયુ બેડ – ૪૦
  • પ્રાઈવેટ મ – ૮
  • જનરલ બેડ – ૧૬૦
  • ૨૦ જેટલા વિભાગોમાં ૬૦૦ી વધુ તબીબો અને નર્સિગ સ્ટાફ આપશે અપરિત સેવા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.