Abtak Media Google News

રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૦ને પાર

સૌરાષ્ટ્રભરમાં આગામી બે દિવસ હિટવેવ સર્જાવાની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે. બે દિવસ દરમિયાન  તાપમાનનો પારો ૪ ડીગ્રી જેટલો વધશે જેથી રાજકોટ સહીત સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ને પાર પહોંચી જશે. હવામાન વિભાગ દ્વારા આજરોજ આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં હિટવેવ સર્જાવાની આગાહી આપવામાં આવી છે. આજથી તાપમાનનો પારો ૪ ડીગ્રી સુધી ઉંચકાવાનો છે. હાલ રાજકોટનું તાપમાન જોવા જઇએ તો સવારે ૮.૩૦ કલાકે ૨૭.૨ સે. જેટલું નોંધાયું છે.

ભુજ ૨૫ ટકા નોંધાયો છે. જયારે પવનની ગતિ ૧૦ કી.મી. છે. આજનું મીનીયમ તાપમાન ૨૧.૫ ટકા રહ્યું છે.જયારે ગઇકાલનું મિનિયમ તાપમાન ૪૦.૧ સે. રહ્યું હતું.

હાલ ઉનાળાની શરુઆત હોય લોકોએ હજુ આકરો તાપ સહન કરવાનો વારો આવ્યો નથી પરંતુ આગામી બે દિવસ હિટવેવ સર્જાવાની આગાહી આપવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્રભરમાં તાપમાનના પારામાં ૪ ડીગ્રી જેટલો વધારો નોંધાશે રાજકોટ શહેર ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં તાપમાનનો પારો ૪૦ થી વધવા જઇ રહ્યો છે ત્યારે જનજીવન ઉપર મહદ અંશે અસર સર્જાશે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.