Abtak Media Google News

ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણી પરનું મતદાન કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી મતદાને લઈને યૂવાઓથી લઈને તમામ વયના લોકો મતદાન કરવા જઈ રહ્યા છે અને બીજા લોકોને મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે. ત્યારે ગીર જંગલમાં આવેલા બાણેજ મતદાન મથક પર 100 ટકા મતદાન થયું છે. બાણેજ ધામના મહંત હરિદાસ બાપુએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જોકે, મહંત ભરતદાસ બાપુના નિધન બાદ હરિદાસ બાપુ બાણેજ ધામના એક માત્ર મતદાતા છે.

ચૂંટણી મતદાનને લઈને બાણેજના મહંત, હરિદાસ બાપુએ જણાવ્યું હતું કે, ‘સરકારે એક મતનું આટલું મહત્ત્વ સમજીને અહીં મતદાન મથક બનાવ્યું છે. હું પણ લોકોને અપીલ કરૂં છું કે, તેઓ મતનું મહત્ત્વ સમજીને તમામ લોકો મતદાન કરે. સરકારને પણ મારા કોટી કોટી વંદન કે, તેઓ એક મત માટે અહીં મતદાર કેન્દ્ર બનાવે છે. જેનાથી લોકોને પણ મતદાનનું મહત્ત્વ સમજવું જોઇએ.’

ઉલ્લેખનિય છે કે, પહેલા બાણેજમાં મહંત ભરતદાસજી રહેતા હતા. તેમનું આજે નિધન થયું છે. તેઓ પણ હંમેશા મતદાન કરતા હતા. ભરતદાસ બાપુ કહેતા હતા કે, મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે. તેઓ મતદાનને લઈને હંમેશા લોકોને પ્રેરણા આપતા હતા. તેઓ 68 વર્ષની વયે નિધન પામ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.