Abtak Media Google News

ભાવનગર સિવાયના સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં મુકાયા હોય લોકડાઉન-૩માં મોટાભાગના વિસ્તારમાં સોમવારથી હાલના પ્રતિબંધોમાં સરકાર અનેક રાહતો આપશે

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના સંક્રમણને રોકવા કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉન કરવામાં આવ્યું છે. આ લોકડાઉનના કારણે કોરોનાના સંક્રમણને અપેક્ષા મુજબ રોકી શકાયો હતો. જેથી કેન્દ્ર સરકાર દ્વારા ત્રીજી મે એ પુરા થતા લોકડાઉન-૨ને બે અઠવાડિયા સુધી એટલે કે ૧૭ મે સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે. આ લોકડાઉન-૩માં કોરોના કેસોની સંખ્યાના આધારે દેશના ભાગોને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. લોકડાઉન-૩માં સૌરાષ્ટ્રના એક જિલ્લાને રેડ ઝોનમાં પાંચ જિલ્લાઓ ઓરેન્જ ઝોનમાં અને પાંચ જિલ્લાઓ ગ્રીન ઝોનમાં મુકાયા છે. જેથી ચોથી  મે થી સૌરાષ્ટ્રભરને લોકડાઉનમાંથી હમદ્અંશે છુટછાટો મળશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોનાના કેસોની સંખ્યા, કેસોના ડબલીંગ રેટ અને ટેસ્ટીંગના હિસાબ મુજબ દેશના ૭૩૩ જિલ્લાઓને ત્રણ ભાગમાં વહેંચ્યા છે. લોકડાઉન ફરીથી લંબાશે કે કેમ ? તેની અટકળો વચ્ચે ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા આ ઝોન વાઈઝ જિલ્લાઓની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર, ગાંધીનગર અને અરવલ્લીને રેડ ઝોનમાં. રાજકોટ, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, સોમનાથ, ભરૂ ચ, નર્મદા, છોટા ઉદેપુર, મહીસાગર, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ, દાહોદ, કચ્છ, નવસારી, ડાંગ, સાબરકાંઠા, તાપીને ઓરેન્જ ઝોનમાં જ્યારે મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકાએ તમામ સૌરાષ્ટ્રના જિલ્લાઓને ગ્રીન ઝોનમાં મુકવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારની કોરોનાગ્રસ્ત જિલ્લાઓની ઝોનવાઈઝ યાદીમાં સૌરાષ્ટ્રના એકમાત્ર ભાવનગર સિવાય પાંચ જિલ્લાઓને ગ્રીન ઝોનમાં મુકવામાં આવ્યા છે. ચોથી મે થી અમલી થનારા લોકડાઉન-૩માં માત્ર રેડ ઝોનમાં આવતા જિલ્લાઓમાં જ તમામ પ્રતિબંધો યથાવત રાખવાનો, ઓરેન્જ ઝોનમાં આવતા જિલ્લાઓમાં પ્રતિબંધોમાં આંશિક છુટછાટો આપવાનો જ્યારે ગ્રીન ઝોનમાં આવતા જિલ્લાઓમાં હાલમાં લાગુ પ્રતિબંધોમાં વિશેષ છુટછાટો આપવાનો નિર્ણય કરાયો છે.

જેથી આ ઝોનવાઈઝની સ્થિતિને જોતા સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં લોકડાઉનના હાલના તમામ પ્રતિબંધો યથાવત રહેશે. ઓરેન્જ ઝોનમાં આવતા રાજકોટ, બોટાદ, ગિર સોમનાથ, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં આંશિક છુટછાટો મળશે. જ્યારે ગ્રીન ઝોનમાં આવતા મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં સોમવારથી લોકડાઉનમાં વિશેષ છુટછાટો મળનારી છે. જેથી લોકડાઉન-૩માં સૌરાષ્ટ્રના એકને બાદ કરતા તમામ જિલ્લાઓમાં લોકડાઉનના પ્રતિબંધોમાં મહદ્અંશે રાહત મળશે. તેમ મનાય રહ્યું છે.

  • હવે દેશના માત્ર ૧૮ ટકા જિલ્લાઓ જ કોરોનાના હોટસ્પોટ

કેન્દ્ર સરકાર દ્વારા ગઈકાલે કોરોના સંક્રમિત વિસ્તારોને ત્રણ ઝોનમાં વેંચતી યાદી જાહેર કરી છે. આ યાદીમાં દેશના ૩૩ જિલ્લાઓમાંથી હવે ૧૩૦ એટલે કે માત્ર ૧૮ ટકા જિલ્લાઓમાં કોરોનાના કેસો સ્થિતિ ખરાબ હોવાનું સ્પષ્ટ થયું છે. દેશના ૨૮૪ એટલે કે ૩૯ ટકા જિલ્લાઓને ઓરેન્જ ઝોનમાં મુકાયા છે. એટે કોરોનાના કેસો છે પરંતુ આ જિલ્લાઓમાં સ્થિતિ કાબુમાં હોવાનું જાહેર કરાયું છે. જ્યારે ૩૧૯ એટલે કે ૪૩ ટકા જિલ્લાઓને ગ્રીન ઝોનમાં મુકવામાં આવ્યા છે. જેથી આ જિલ્લાઓમાં કોરોનાના કાં તો એકપણ કેસ નોંધાયા નથી અથવા કેસો થયા બાદ દર્દીઓ સાજા થઈ જવા પામ્યા છે. દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, હેદરાબાદ, બેંગ્લુરુ, કોલકતા જેવા મહાનગરોને રેડ ઝોનમાં રાખવામાં આવ્યા છે. આ મહાનગરોમાં મોટા પ્રમાણમાં લોકો વસતા હોય અને ત્યાં લોકોની ભીડના કારણે કોરોના ફેલાવવાની સંભાવના વધી જાય છે. કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન-૩માં રેડ ઝોન સિવાયના ઓરેન્જ અને ગ્રીન ઝોનના વિસ્તારોને છુટછાટો આપવાનો નિર્ણય કર્યો છે. જેથી દેશના ૧૮ ટકા સિવાયના વિસ્તારો સોમવારથી ધીમે ધીમે ધબકતા થઈ જશે તેમ મનાય રહ્યું છે.

  • અમદાવાદના વધુ ત્રણ વોર્ડ વિસ્તારો રેડ ઝોનમાં સમાવાયા

અમદાવાદ શહેરમાં કોરોનાના સંક્રમણ દિવસે દિવસે વધુને વધુ ભયજનક બનતુ દરરોજ નવા નવા કોરોના કેસનાં ઉછાળાના પગલે શહેરને રેડઝોનમાં મૂકવામાં આવ્યું છે. આ વધુ ત્રણ વોર્ડ રેડઝોન જાહેર કરાતા શહેરમાં રેડઝોન વોર્ડની સંખ્યા ૯ થઈ હોવાનું અમદાવાદ કોર્પોરેશને જાહેર કર્યું છે. કોરોના સંક્રમણ પ્રભાવિત અને હોટસ્પોર્ટ બનેલા વિસ્તારોને રેડઝોન જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદના અગાઉ રેડઝોન જાહેર કરાયેલા વિસ્તારોમાં સરસપૂર, અસારવા અને ગોમતીપૂરાના વોર્ડ ઉમેરો કરવામાં આવ્યો છે. મ્યુ. કમિ. વિજય નહેરાએ જણાવ્યું હતુ અને કહ્યું હતુ કે ચોકકસ વિસ્તારોમાં છેલ્લા બે ત્રણ દિવસમાં દર્દીઓની સંખ્યાના ઉછાળાને ધ્યાને લઈ આ ત્રણેય વોર્ડને રેડઝોનમાં મૂકવાનો નિર્ણય લેવાયો હોવાનું જણાવાયું હતુ. શહેરના જમાલપૂર ખાડીયા, દરિયાપૂર, શાહપૂર, દાણીલીમડા, બેરામપૂરા અગાઉથી જ રેડઝોન જાહેર કરી દેવાયા છે.

  • પાન માવાના રસીયાઓ માટે સારા સમાચાર : છૂટ મળવાની સંભાવના

ગ્રીન ઝોનમાં આવતા સૌરાષ્ટ્રમાં પાંચ જીલ્લાઓમાં રહેતા પાન માવાના રસીયાઓ માટે સારા સમાચાર મળ્યા છે. આ જિલ્લાઓમાં પાન માવાની દુકાનો શરૂ થાય તેવી ઉજળી સંભાવનાઓ જણાઈ રહી છે. ઉપરથી આ છૂટછાટ આપી દેવામાં આવી છે. પરંતુ જે તે જિલ્લાઓમાં કલેકટરો દ્વારા અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહયુંં છે. માટે લોકડાઉનમાં છેલ્લા ઘણા દિવસથી પાન માવાના બંધાણીઓ તરફડીયા મારતા હતા તેઓનીઆતુરતાનો અંત નજીક હોવાના અણસાર હોવાના મળી રહ્યા છે.

  • લોકડાઉન-૩માં શું ખુલ્લુ થશે? શું બંધ રહેશે?

હવાઇ, રેલવે, મેટ્રો અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટેની તમામ વ્યવસ્થાઓ બંધ રહેશે. કોલેજ, સ્કૂલ અને કોચિંગ ઇન્સ્ટિટયુટ, સિનેમા હોલ, રાજકીય અને સામાજિક જમાવડા સહિતનું બંધ રહેશે. જરૂ રી વસ્તુઓ માટેની અવર-જવર ચાલુ રહેશે. સંક્રમણ રોકવા માટે જરૂ રી નથી તેવી તમામ વસ્તુઓ બંધ રહેશે ઉપરાંત જે વસ્તુઓથી જનજીવન ફરી સામાન્ય થઇ શકે તે તમામ વસ્તુઓ ખુલ્લી રહેશે.

રેડ ઝોનમાં ઘણી પ્રવૃતિઓ ઉપર લગામ લગાવવામાં આવી છે. ક્ધટેઇનમેન્ટ ઝોનની અંદર તો લગભગ તમામ પ્રવૃતિઓ બંધ રહેશે. ગ્રીન ઝોનમાઁ જરૂરીયાતનો  સામાન લઇ જતા વાહનો બસ (પ૦ ટકા સીટીંગ વ્યવસ્થા) ને મંજુરી અપાશે તમામ ઝોનમાં ૬૫ વર્ષથી વધુની ઉમરના વ્યકિતઓ, ગર્ભવતિ મહીલાઓ, ૧૦ વર્ષથી નીચેના ઉમરના બાળકોને આરોગ્યના કારણોસર મંજુરી મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.