સૌરાષ્ટ્ર-કચ્છ કાતિલ ઠંડીથી આગોશમાં: નલીયા ૮.૪ ડિગ્રી

rajkot
rajkot

રાજકોટનું લઘુતમ તાપમાન ૧૧.૧ ડિગ્રી નોંધાયું કાતિલ પવનના સુસવાટાથી લોકો ઠુંઠવાયા

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શિયાળાની સીઝન ધીમે-ધીમે જમાવટ કરી રહી છે. સમગ્ર રાજય કાતિલ ઠંડીની આગોશમાં આવી ગયું છે. કચ્છના નલીયાનું લઘુતમ તાપમાન ૮.૪ ડિગ્રી તો રાજકોટનું તાપમાન ૧૧.૧ ડિગ્રી નોંધાયું છે. કાતિલ પવનના સુસવાટામાં લોકો ઠંડીમાં રિતસર ઠુંઠવાઈ ગયા છે.

આવતીકાલથી ઠંડીનું જોર થોડુ-થોડુ ઘટશે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૧.૧ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું છે તો ગઈકાલ કરતા આજે લઘુતમ તાપમાનમાં નજીવો વધારો નોંધાયો છે. સવારે ૮:૩૦ કલાકે શહેરનું તાપમાન ૧૩.૬ ડિગ્રી નોંધાયું હતું. પવનની સરેરાશ ઝડપ ૬ કિ.મી.પ્રતિ કલાક અને ભેજનું પ્રમાણ ૬૭ ટકા રહેવા પામ્યું હતું.

ગઈકાલે શહેરનું તાપમાન ૧૧ ડિગ્રી નોંધાયું હતું જે ચાલુ સાલ શિયાળાની સીઝનમાં સૌથી ઓછુ તાપમાન હોવાનું રેકોર્ડ પર નોંધાયું છે.  કચ્છના નલીયામાં આજે તાપમાનનો પારો ૨ ડિગ્રી સુધી નીચો પટકાયો હતો. ગઈકાલે નલીયાનું તાપમાન ૧૦.૮ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું.

આજે નલીયાનું લઘુતમ તાપમાન ૮.૪ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું છે. ભેજનું પ્રમાણ ૮૬ ટકા અને પવનની ઝડપ શાંત રહેવા પામી છે. જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષાના કારણે સમગ્ર રાજયમાં કાતિલ ઠંડીનો દૌર શ‚ થઈ ગયો છે. આવતીકાલથી ઠંડીના પ્રમાણમાં થોડો ઘટાડો થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

Loading...