Abtak Media Google News

ચંદ્રકાંત દફતરીને ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટ તરફથી ગોલ્ડ મેડલ એનાયત કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાના હસ્તે એવોર્ડ અર્પણ કરાયો

લાયન્સ કલબ ઈન્ટરનેશનલના સૌરાષ્ટ્ર અને કચ્છના ડિસ્ટ્રિકટ ગવર્નર ચંદ્રાકાંત દફતરીનું સેવા વર્ષ ૩૦ જુન ૨૦૧૯ના રોજ પુર્ણ થયુ. તેમના સમગ્ર વર્ષમાં કુલ ૮૨ કલબો દ્વારા અનેકવિધ સેવાકાર્યો કરી અને સમાજના છેવાડાના માનવી સુધી લાયન્સ કલબના ધ્યેયને પહોંચાડવા માટે સખત પરીશ્રમ કરેલ ચંદ્રકાંત દફતરીના ત્રણ વર્ષના કાર્યકાળમાં તેઓએ સેવાના ઉમદા વિચારના પ્રસાર માટે ૩ લાખ ૧૮ હજાર કિલોમીટર મુસાફરી કરેલ હતી. તેઓ કાર્યકાળમાં છેલ્લા ૩૦ વર્ષમાં ન થયા હોય તેટલા સેવાના કાર્યેા કરવામાં આવેલ હતા. આ અદ્રિતીય સેવાને ધ્યાનમાં ભાગ્યેજ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટ તરફથી ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવેલ.

વર્ષ પુર્ણ થતા સેવાસફરમાં જોડાયેલા લાયન્સ કલબના મિત્રોને સન્માનીત કરવાનો કાર્યક્રમ એવોર્ડ નાઈટ રાજકોટ ચોકીઢાણી મુકામે યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમની અંદર ગુજરાત રાજયના કેબીનેટ મીનીસ્ટર જયેશભાઈ રાદડિયા તેઓના પત્ની સાથે ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ નોંધનીય બાબતએ છે કે માનનીય મંત્રી જયેશભાઈ રાદડીયા તથા તેમના  ધર્મપત્ની લાયન્સ કલબ ઓફ જેતપુર રોયલના સ્થાપક પ્રમુખ રહી ચુકયા છે.

આ સમારંભમાં રાજકોટનું ગૌરવ, ગુજરાતનું ગૌરવ એવા ભારતીય ક્રિકેટ ટીમના સુપ્રસિધ્ધ સ્ટાર ગવર્નર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જામનગરના લીડીંગ ઉધોગપતિ એસ.કે.ગર્ગને હીરો ઓફ ધ લાયન્સ ઓફ ગુજરાતનો અતી કિમતી એવોર્ડ મંત્રી જયેશભાઈ રાદડીયા તથા સ્ટાર ક્રિકેટર ચેતેશ્ર્વર પુજારાના હસ્તે અર્પણ કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે સુરેશભાઈ સંઘવી દ્વારા ગવર્નર ચંદ્રાકાંતભાઈ દફતરીને ફ્રેન્ડસ ઓફ ચંદ્રકાંત સન્નમાન પત્ર વર્ષ ૨૦૧૯-૨૦ ના ગર્વનર દિવ્યેશભાઈ સાકરીયા તથા પ્રથમ ગવર્નર ધીરેનભાઈ મહેતા તથા દ્ધિતીય વાઈસ ગવર્નરના હસ્તે પ્રદાન કરવામાં આવેલ હતુ.

આગામી ૩ વર્ષની અંદર સેવાની આ સફર ચાલુ રહેશે. તે અંગે જણાવતા ચંદ્રકાંત દફતરીએ કહ્યુ કે આવતા ૩ વર્ષની અંદર સમગ્ર ગુજરાતને બહેરાશમુકત ગુજરાત કરવામાં આવશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ પ્રોગ્રામ ૨૦-૮-૨૦૧૯ થી વધૅમાન સેવાબંધની સાથે લાયન્સ કલબો જોડાશે અને આ પ્રોજેકટની શ‚આત કરશે. એઓઈ મશીન દ્વારા નવજાત શીશુઓના કાનની તપાસ કરવામાં આવશે અને આ તપાસ માત્ર ૧૫ સેક્ધડમાં જ થતી હોય તુરંત જ ખબર પડશે કે બાળક બહે‚ થશે જો આવું બાળક મળશે તો તેને તુરંત જ ગુજરાત સરકાર દ્વારા ચાલતા વિવિધ શહેરોની હોસ્પિટલમાં કોકિલયર ઈમ્પ્લાન્ટ સર્જરી માટે મોકલી આપવામાં આવશે.

મંત્રી જયેશભાઈ રાદડીયાએ સૌરાષ્ટ્રની ૩ કલબોને બેસ્ટ કલબ તરીકે એવોર્ડ આપી સન્માનીત કરેલ હતા. સ્ટાર ક્રિકેટર ચેતેશ્ર્વર પુજારાએ ૩ કલબના પ્રમુખોને બેસ્ટ પ્રમુખ તરીકે એવોર્ડ આપી અને સન્માનીત કરેલા હતા.

આ પ્રમાણે સમગ્ર વર્ષને સેવાવર્ષ તરીકે ઉજવવા માટે એવોર્ડ નાઈટનું આયોજન હાથ ધરવામાં આવેલ હતુ. જેમાં પાસ્ટ ગવર્નર સુરેશભાઈ સંઘવી, પાસ્ટ ગવર્નર ગીતા સાવલા, પાસ્ટ ગવર્ના ધીરુભાઈ રાણપરીયા અને દીલીપ સાવલા આર.એસ.મેવાડા, રાજીવ ભટ્ટ, સંદીપ દફ્તરી, લાયન્સ કલબ મોરબી નઝરબાગ ટીમ અને લાયન્સ કલબ મોરબી સીટીની ટીમે જહેમત ઉઠાવેલ હતી.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રાજીવ ભટ્ટ, દીલીપ સાવલા અને હેમંત ભટ્ટ દ્વારા કરવામાં આવેલ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.