Abtak Media Google News

બીજા દાવમાં માત્ર ૭૪ રનમાં વિદર્ભની પાંચ વિકેટો ધરાશાય:

૨૦૦ રનની અંદર વિદર્ભને રોકી શકે તો સૌરાષ્ટ્ર માટે જીતવાની સોનેરી તક

રણજી ટ્રોફી ફાઈનલ જંગમાં સૌરાષ્ટ્ર સામે વિદર્ભની ટકકરમાં સૌરાષ્ટ્રની છેલ્લી ત્રણ વિકેટોમાં ૧૨૩ રન પોતાના સ્કોરમાં જોડયા હતા ત્યારે નાગપુર ખાતે રમાઈ રહેલી રણજી ટ્રોફી ફાઈનલમાં સૌરાષ્ટ્ર પોતાના બીજા દિવસની પ્રથમ ઈનીંગના ખેલમાં ૫ વિકેટે ૧૫૮ રનથી રમત આગળ વધારી પ્રવાસી ટીમ ગઈકાલના સ્કોરમાં ૧૫૦ રનનો ઉમેરો કર્યો હતો. જેમાં સૌરાષ્ટ્રની ટીમ ૩૦૭ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં કેપ્ટન જયદેવ ઉનડકટે ૪૬ રન બનાવ્યા હતા. જયારે ચેતન સાકરીયા ૨૮ રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.

વાત કરવામાં આવે તો વિદર્ભની ટીમ તરફથી સરવાતે દ્વારા ૫ વિકેટ લેવામાં આવી હતી. વિદર્ભની પ્રથમ ઈનીંગ ૩૧૨ રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી જેથી હાલ વિદર્ભને ૫ રનની બઢત મળી છે. ત્યારે હાલ વિદર્ભ પોતાની બીજી ઈનીંગમાં ૬૧ રન બનાવી બે વિકેટ ગુમાવી દીધી છે જેમાં ઓપનર એફ ફઝલ ૧૦ રન બનાવી આઉટ થયો હતો જયારે સંજય રઘુનાથ ૧૬ રન બનાવી આઉટ થયો હતો. આ તમામ બે વિકેટ ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા લેવામાં આવી હતી. ત્યારે આ રણજી ટ્રોફીનો ફાઈનલ મેચ ખુબજ રસપ્રદ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે.

કયાંક સૌરાષ્ટ્રની ટીમ જો વિદર્ભને ૧૫૦ રનની અંદર રોકી શકશે તો રણજી ટ્રોફી ફાઈનલ મેચ જીતવાની સોનેરી તક સૌરાષ્ટ્ર પાસે રહેશે. ત્યારે સૌરાષ્ટ્રની ટીમ પોતાનું ઉજ્જવળ પ્રદર્શન કરી વિદર્ભને બને તેટલા ઓછા સ્કોર પર રોકવાની કોશીષ કરશે જેથી રણજી ફાઈનલ મેચનો ખિતાબ સૌરાષ્ટ્ર જીતી શકે.

બન્ને ટીમના જે લો ઓર્ડર બેટ્સમેનો દ્વારા ખુબજ ઉત્તમ રમત રમવામાં આવી હતી. જેથી જોવાનું એ રહ્યું કે, બન્ને ટીમની ગેમ સ્ટેટેજી શું રહેશે કારણ કે આ મેચ ખુબજ રસપ્રદ બની ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.