Abtak Media Google News

ગીર કાંકરેજ ગોપાલક સહકારી સંઘ લી. દ્વારા ગોપાલકોની વહારે પત્રકાર પરિષદનું આયોજન કરાયું

આપણી ભારતીય સંસ્કૃતિમાં ગાયને આપણે માતાનો દરજ્જો આપ્યો છે. ગુજરાત-સૌરાષ્ટ્રની આન બાન અને શાન ગણાતી ગીર ગાયનો ક્યાંય જોટો જડે તેમ નથી જો કે, ભારત સરકારનાં પશુ પાલન વિભાગ દ્વારા બ્રાઝીલી આયાત નારા એક લાખ ગીર બુલના સીમેન ડોઝીઝી ભારતની મૂળભૂત દેશી શુદ્ધ ગીર તથા અન્ય ગૌનસ્લ પોતાની શુદ્ધતા ગુમાવે તે પહેલા આવા એમ્બ્રીઓ તથા સીમેન ડોઝીઝની ઈમ્પોર્ટ યોજનાને બંધ કરાવવા ખાસ કરીને કાઠીયાવાડ ગુજરાત અને સમગ્ર ભારતનાં ગોપાલકોએ વિરોધ નોંધાવ્યો છે. આ તકે ગીર અને કાંકરેજ ગોપાલક સહકારી સંઘ લી. દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. આ પત્રકાર પરિષદમાં આચાર્ય ઘનશ્યામજી મહારાજ ભુવનેશ્ર્વરી પીઠ ગોંડલ, સત્યજીતજી ખાચર જસદણ સ્ટેટ, રાઘવેન્દ્રસિંહજી જાડેજા -ભાડવા સ્ટેટ, પ્રદિપસિંહજી રાઓલ-ભાવનગર, રમેશભાઈ ઠક્કર શ્રીજી ગૌશાળા, લાલદાસબાપુ લાલપરી, મેલડી માતા ગૌશાળા, બી.કે.આહિર પ્રમુખ ગીર બ્રિડર એસો. દિલીપભાઈ તંતી, શાશ્ર્વત ગૌશાળા, વિરભાઈ ખાસ ઉપસ્તિ રહ્યાં હતા.

ગુજરાતમાં ગીર ગાયની વસ્તી આશરે ૧૬ હજારની છે. અગાઉ બ્રાઝીલમાં ૧૮૨૬માં આફ્રિકન ગૌવંશનું પ્રમ ધણ બ્રાઝીલમાં વસાવવામાં આવેલ પરંતુ આ ગૌવંશની ઉપાર્જન સંતોષકારક ન હતું.

ભારતમાંથી  લગભગ ૬૩૦૦ ગૌવંશ બ્રાઝીલ લઈ જવામાં આવેલ જેમાં ગીર, કાંકરેજ, નીલોર (ઓંગોલ), રેડ સિંધી નસલની ગૌવંશ સામેલ કરવામાં આવેલ હતી. આમ હાલ બ્રાઝીલમાં જોવા મળતું ભારતીય ગૌવંશ સિમિતિ પૂર્વજોમાંથી ઉત્પન્ન યેલ છે. બ્રાઝીલ દ્વારા ૮ લાખ ગૌવંશ યુરોપમાંથી પણ મંગાવવામાં આવેલ. જેથી પ્રાથમિક રીતે જોઈએ તો ભારત ગૌવંશની બ્રાઝીલ દ્વારા કરવામાં આવેલ આયાતનું મુખ્ય કારણ ભારતીય પશુની ગરમ વાતાવરણમાં પણ ટકી રહેવાની અનુકુળતા અને વધુ રોગ પ્રતિકારક શક્તિ નહીં કે દૂધ ઉત્પાદનને કારણે, એ સમયે સારું દૂધ ઉત્પાદન આપતું યુરોપીયન પશુધન તો બ્રાઝીલ પાસે જે તે સમયે પણ હતું જ.

બ્રાઝીલમાં ગીર અને એચ.એફ.ના ક્રોસ દ્વારા ગીરોલેન્ડ નામની નસલ દૂધ અને માંસ ઉત્પાદન માટે વિકસાવવામાં આવેલ છે. આ નસલ જે ગીર ગાય જેવા લાંબા કાન હોય છે. બ્રાઝીલમાં દૂધ આપતા ૮૦% પશુ આ નસલનાં છે. એટલે કે બ્રાઝીલનું મોટાભાગનું ગૌવંશ ગીર અને એચ.એફ.નસલનું મિશ્રણ છે. સરળ ભાષામાં સમજીએ તો આ નસલ ગીર અને એચ.એફ.ની અનુવંશિકતા છે.

બ્રાઝીલમાં જુદી જુદી સાત ગૌવંશની નસલો જોવા મળે છે. ઈન્ડો બ્રાઝીલ, કરાકુ માંસ અને દૂધ માટેની દ્વિર્ઈ નસલ છે. ગીરોલેન્ડ, કેન્ચીમ, મોચો નાકીઓનાલ, પેન્ટાનીઅરો, ટેબાપુઅન (ભારતીય)નો સમાવેશ થાય છે.

આપણા ગૌવંશની ભવિષ્યમાં સંતતિમાં દૂધ ઉત્પાદન વધારવા ઘણાં લાંબા સમયી પ્રયત્નો થઈ રહ્યો છે. જેના રૂપે બ્રાઝીલી સીમેન ડોઝ મંગાવી તેના દ્વારા આપણાં પશુનું બ્રિડીંગ કરી ભવિષ્યનાં પશુને વધુ દૂધ ઉત્પાદન કરે તેવા પ્રયત્નો હાલમાં કરવામાં આવી રહ્યો છે.

આપણા પૂર્વજો વખતી દેશનાં જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી ગૌવંશની નસલ દૂધ ઉત્પાદન, પરીવહન શક્તિ, ખોરાકની જરૂરીઆત, સનિક પરિસ્થિતિને અનુકુળ વાની શક્તિ અને રોગ પ્રતિકારક શક્તિને ધ્યાને લઈ પસંદગીના બ્રિડીંગ દ્વારા અસ્તિત્વમાં આવેલ છે. ભારતમાં હાલ ૪૦ ગૌવંશની નસલો છે જે પૈકી પાંચ નસલો ગીર, સાહિવાલ, રેડ સિંધી, રપારકર અને રાઠી તેની ઉત્પાદકતા માટે જાણીતી છે. આ ઉપરાંત કાંકરેજ, ઓંગોલ અને હરીયાણી સારું દૂધ ઉત્પાદન આપતી નસલો છે.

અન્ય નસલ સો બ્રિડીંગ તેમજ જે તે નસલનાં નબળાં નંદી દ્વારા બ્રિડીંગને કારણે આપણે ત્યાં આજે નબળી ગુણવત્તાવાળા પશુઓનો હિસ્સો પશુધનના ૮૦%  જેટલો યેલ છે. આ પશુની સરેરાશ દૂધ ઉત્પાદકતા નસલ લાક્ષણીકતા દુધાળ પશુ કરતા ઘણી ઓછી હોય છે. પરંપરાગત જાણકારી અને આધુનિક જનીન વિજ્ઞાનની જાણકારીના સમન્વયી બ્રિડીંગમાં વિશેષમાં પ્રગતિ સાંધી ભવિષ્યમાં આપણે ત્યાં જ સારું દૂધ ઉત્પાદક ગૌવંશ તૈયાર કરી શકાય તેમ છે. આપણે કોઈનું આંધળુ, અનુકરણ ન કરી શકીએ તેમજ સનિય પશુના ભોગે બહારના પશુ વસાવી ન શકાય.

ોડા વર્ષો પહેલા લુપ્ત વાને આરે આવેલ ગીર નસલ-ગીર ગાય બચાવો અભિયાન દ્વારા બચેલ છે જે ન આપણે ન ભુલવું જોઈએ. પરદેશી નંદીના સીમેન દ્વારા દૂધ ઉત્પાદક સંતતિ મેળવવાની ખોટી લાલચમાં આપણે આપણા શુદ્ધ ગૌવંશનાં અસ્તિત્વ ઉપર જોખમ ઉભું કરી રહ્યાં છીએ અને સમય જતાં નસલ પણ ગુમાવીશું તેવો આચાર્ય ઘનશ્યામજીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.