Abtak Media Google News

કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા,ગુજરાતના સરકારના ઉર્જા  મંત્રી સૌરભભાઈ પટેલ,કૃષિ મંત્રી આર સી ફળદુ તેમજ ફૂડ અને સિવિલ સપ્લાય મંત્રી જયેશ રાદડિયા અને રાજકોટના સાંસદ  મોહનભાઇ કુંડારીયા રહેશે ઉપસ્થિત 

ચાર દિવસીય સમિટ દરમિયાન કૃષિ વિકાસની  વિશેષ ચર્ચા થશે: 15 હજાર ખેડૂતોને પણ આમંત્રિત કરાયા 

કેન્દ્ર સરકાર પણ ખેડૂતોની આવક 2022માં બમણી થઇ તેવું ઈચ્છી રહી છે ત્યારે રાજકોટમાં આવતીકાલથી ચાર દિવસીય વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પો સમિટનો પ્રારંભ થઇ રહ્યો છે જેનાઉદઘાટન સમારોહમાં સૌરભભાઈ પટેલ,કૃષિ મંત્રી આર સી ફળદુ તેમજ ફૂડ અને સિવિલ સપ્લાય મંત્રી જયેશ રાદડિયા અને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આમતો આ પેહેલા રાજકોટમાં પેહેલી વખત વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પો સમિટ યોજાયી હતી ત્યારે અનેક ઉદ્યોગને બહુ મોટો બેનિફિટ મળ્યો હતો અને અનેક એમ ઓ યુ પણ સાઈન થયા હતા ત્યારે આ વખતે વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પો સમિટનું મુખ્ય ફોકસ એગ્રી ગ્રોથ કેવી રીતે મેળવી શકાય અને ખેતરમાં ક્યાં પાકનું વાવેતર મગફળી અને કપાસમાં વધુ પાક અને સારો પાક કેવી રીતે લઇ શકાય સહિતના કૃષિ આધારિત મુદ્દાને સ્થાન આપવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર ઓઈલ મીલ્સ એસોસીયેશન ના પ્રેસિડેન્ટ સમીર શાહ એ જણાવ્યું કે કે આ વખતે અમે મગફળી અને શીંગતેલ ઉપર પણ મુખ્ય ફોકસ કરીશું અને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં શીંગતેલ અંગે લોકો વધુ જાગૃત બને તે માટેના પ્રયાસો પણ આ સમિટમાં હાથ ધરાશે આ ઉપરાંત કેન્દ્ર સરકાર સાથે આવનારા દિવસોમાં ઉદ્યોગનું મહત્વ વધુ કેમ પ્રસ્થાપિત થઇ તેમાટેના પ્રયાસો હાથ ધરાશે.

આ સમિટના આયોજક ઓકટાગોન કોમ્યુનિકેશનના સીઈઓ સંદીપ પટેલે જણાવ્યું હતું ગુજરાત પાસે કૃષિ પેદાશ વધારવા માટે હજુ પણ વિપુલ તક છે અને તેનો વ્યાપ કેવી રીતે વધારવો તેની પણ ચર્ચા થશે અને સાથોસાથ ખેડૂતોએન આધુનિક ટેક્નોલોજીથી પણ માહિતગાર કરવામાં આવશે અને સાથોસાથ ખેતીમાં કેવી રીતે ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે થઇ શકે તેના પાર પણ મુકવામાં આવ્યો છે.સાથોસાથ ગુજરાત સરકારના ત્રણ મંત્રીશ્રીઓ અને રાજકોટના સાંસદ પણ ઉપસ્થિત રહેવાના છે ત્યારે તેમના તરફથી પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજના વિષે વધુ માહિતીનું આદાન પ્રદાન થઇ શકાશે.

રાજકોટના મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને અન્ય વિવિધ રાજકીય – સામાજિક અને ઔદ્યોગિક આગેવાનોની ઉપસ્થિતિમાં ચાર દિવસની આયોજનોમાં આધ્યાત્મિક મંગળચરણ કરવામાં આવશે ત્યારબાદ સાંજે 4:00 કલાકે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ મંત્રી દ્વારા વિધિવત ઉદઘાટન થશે. અને સાથોસાથ સામાન્ય લોકો માટે મોટિવેશનલ વકતાઓ જેવાકે પરમ પૂજય .અપૂર્વ સ્વામી, જય વસાવડા વગેરે લોકો પોતાની વાત કરશે અને બે દિવસ મ્યુઝીકલ નાઈટ અને સનંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન રાખવામાં આવ્યું છે.
પેહેલી વખત ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ ભારતીય ઇકોનોમીમાં સૌરાષ્ટ્રના ઉદ્યોગ નું પ્રદાન પણ વિશેષ વક્તવ્ય પણ આપશે.

આ ‘વાયબ્રન્ટ સૌરાષ્ટ્ર સમીટમાં મગફળી મહોત્સવનું પણ અનોખુ આકર્ષણ રહેશે. જેનો મુખ્ય હેતુ મગફળી ના ઉત્પાદન માંથી બીજી પેદાશો જેવી કે, બેવરેજીસ, કોશ્મેટીક્સ, પેઈન્ટ્સ, સ્ટેઈન્સ, સ્ટોક ફૂડ્સ, ડ્રાય કોફી, બટર, માયોનીજ, દવાઓ જેવી અનેક વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવે અને સૌરાષ્ટ્રની મગફળીનેવિશ્વકક્ષાની વસ્તુઓમાં વાપરી શકાય છે.

આ એકસ્પોમાં એગ્રિકલ્ચર ઈન્ડસ્ટ્રી તથા વિવિધ ઉદ્યોગો સાથે જોડાયેલા 12થી વધુ દેશો જેવા કે ઈઝરાઈલ, યુએસએ, થાઈલેન્ડ, કેનેડા, શ્રીલંકા, બ્રાઝીલ, તુર્કી, જાપાન, ઈન્ડોનેશિયા, રશિયા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને ભારતના અનેક રાજ્યોમાંથી લોકો ભાગ લેશે. કૃષિ ઉપરાંત કાપડ અને એપેરલ્સ, હસ્તકલા, ખાણકામ અને ખનિજો, ફીશીન્ગ અને મરીન સાલવેજ, ઈમારતી અને લાકડું, ઈમીટેશન દાગીના, ક્ધઝયુમર અને કીચન એપ્લાયન્સીસ, હેલ્થ ટુરીઝમ, રિયલ એસ્ટેટ અને સ્માર્ટ સીટીસ, કેમીકલ અને સિમેન્ટ, એન્જિનિયરિંગ અને મશીન સાધનો, કપાસ અને યાર્ન, ખાદ્ય તેલ, મેટલ ફેબ્રિકેશન હાર્ડવેર અને ઘણા બધા વિવિધ ક્ષેત્રો આ એકસ્પોનો ભાગ પણ જોવા મળશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.