Abtak Media Google News

બોર્ડની પરીક્ષામાં પ્રથમ પેપર પાઠ્ય પુસ્તક આધારિત નિકળતા વિદ્યાર્થીઓ રાજી: પ્રથમ દિવસે સૌરાષ્ટ્રમાં શાંતિપૂર્ણ માહોલમાં લેવાઇ પરીક્ષા: છાત્રોનું સ્વાગત કરાયું.

સૌરાષ્ટ્રભરમાં ગઇકાલથી બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો. દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને મોં મીઠા કરાવી ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. વિદ્યાર્થીઓએ પણ એકદમ શાંત ચિત્તે પરીક્ષા આપી હતી. પ્રથમ દિવસે ધો.૧૦માં ગુજરાતી, ધો-૧૨ કોમર્સમાં નામાના મૂળ તત્વો અને ધો.૧૨ સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર પાઠ્ય પુસ્તક આધારિત લેવાતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઇ ગયા હતા. પ્રથમ દિવસે ૬ કોપીકેસ નોંધાયા હતા.

ધોરાજી

ધોરાજીમાં ધોરણ ૧૦ બોર્ડ અને ૧૨ માં ધોરણ ની પરીક્ષાઓ નો પ્રારંભ યો ધોરાજી ખાતે વાલીઓ પોતાના પુત્ર-પુત્રી સો ઉપસ્તિ જોવા મળ્યા હતા. પરીક્ષા માં બાળક હેમખેમ રીતે શાંતિ પૂર્ણ રીતે પરીક્ષા આપે તે હેતુ ી શુભેચાઓ પાઠવવામાં આવી હતી અને વિર્દ્યાીઓ એ પરીક્ષા ખંડ માં પ્રવેશ મેળવ્યો હતો. પરીક્ષા દરમ્યાન રીલેક્સ વિર્દ્યાીઓ પરીક્ષા આપી રહ્યા છે અને તમામ પરીક્ષા કેન્દ્રો સીસી ટીવી કેમેરા થી મોનિટરિંગ કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર માં મોબાઈલ લઇ જવા પર પ્રતિબંધ છે હાલ પરીક્ષા ચાલું ઇ ગઇ છે જોવાં નું રહયું કે તંત્ર એ જે કેન્દ્ર માં સીસીટીવી અવા ટેબલેટ કેટલાં કાર્યરત છે ખામી કે ફરીયાદ છે કે કેમ તેતો આવનારો સમય જ બતાવશે ધોરાજી લેઉવા પટેલ કેળવણી મંડળ દ્વારા જે વિર્દ્યાી ઓ પરીક્ષા માટે આવેલ છે તેઓ ને ખુબ જ સરસ વ્યવસ અને શાંત વાતાવરણ ઉભું કર્યું છે :

ધોરાજી માં એસએસસી અને એચએસસી બોર્ડના વિર્ધાીઓ ને શુભેચ્છાઓ પાઠવતા હિન્દૂ મુસ્લિમ આગેવાનો એસએસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાનું પ્રારંભ તા ૧૫ ના રોજ ી નાર છે બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિર્ધાીઓ કે જેઓ પરીક્ષા આપનાર છે જે માત્ર પરીક્ષા નહીં પણ ભારતના ભાવિનું એક નવકદમ તરફનું નિર્માણ પણ કહી શકાય બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિર્ધાીઓને મુસ્લિમ આગેવાન હાજી ઇબ્રાહીમભાઇ કુરેશી એડવોકેટ નોટરી અમીનભાઈ નાવીવાલા બિલ્ડર અફરોજભાઈ લકડકૂટા પત્રકારો માં અલ્પેશ ત્રિવેદી મુનાફ બકાલી નયન કુહાડીયા કિશોર રાઠોડ યશવંત દલસાણીયા તા સૈયદ માજિદમિયબાપુ રજાકભાઈ ઘોડી તાપાસ ના ક્ધવીનર લલિતભાઈ વસોયા શહેર કોંગ્રેશ પ્રમુખ દિનેશભાઇ વોરા ગંભીરસિંહ વાળા એડવોકેટ કાર્તિકેય પારેખ અજીતાબેન  વ્યાસ જીઇબી ના સલીમભાઇ પાનવાળા વગેરે એ બોર્ડ ની પરીક્ષા આપનાર તમામ વિર્ધાીઓને શુભેચ્છા પાઠવી છે અને બોર્ડ ની પરીક્ષામાં સારા રેન્ક મેળવી અને સમગ્ર વિશ્વ માં આપણા દેશનું નામ રોશન કરે અને ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી છે.

જેતપુર

વીરપુરમાં ૪૪૨ વિર્દ્યાીઓ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે વીરપુર મોંઘીબા હાઇસ સ્કૂલ ખાતે બોર્ડ ની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પ્રારંભ યો હતો જેમાં પરિર્ક્ષાીઓને મો મીઠા કરાવી ગુલાબ નું ફૂલ આપી સ્વાગત કરાયું હતું,પરીક્ષા સ્ળ સંચાલક આર.અગ્રાવત તેમજ વિનુભાઈ વેકરીયા એ પરિર્ક્ષાીઓ ને શુભેચ્છા પાઠવી પરીક્ષાનો પ્રારંભ કરાવ્યો હતો.

વીરપુર પરીક્ષાકેન્દ્ર આજુબાજુ કોઈ અઇચ્છનિય બનાવ ન બને તે માટે વીરપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ  જી.એ.જાડેજા એ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. જેતપુરમા પૂર્વ પ્રમુખ રમાબેન મકવાણા પરીક્ષા આપવા આવેલ વિર્ધ્યાી ને શુભેચ્છાઓ આપી તેમની સો ભાજપના મહિલા મહામંત્રી બિંદીયા બેન પણ જોડાયા હતા અને સ્કૂલના પરીક્ષાી ને ગુલાબ અને ચોકલેટ આપી મીઠુ મોઢું કરાવી કંકુ ના ચંદલા કરી શુભેચ્છા આપી હતી.

જેતપુર કલેસ જેસીઆઈ દ્વારા ધોરણ ૧૦ ની પરીક્ષાના વિર્દ્યાીઓને કંકુ તીલક કરી ચોકલેટ ી મો મીઠું કરાવી પરીક્ષા માટે શુભેચ્છા આપી, ૪૫૦ વિર્દ્યાીઓની બેન્ક વ્યવસ, કુભાણી ગલસ સ્કુલ માં હતી, જેસી પ્રેસીડનટ સુરેન્દ્ર સોલંકી, જેસી જતીન પારેખ, જેસી ડેનીસ દવે, જેસી ધરમીષઠા ગજેરા, જેસી ભુમિ પ્રજા પતી, તા જેસી સભ્યોઍ સફળતાી આ પ્રોજેક્ટ કયો.

વડિયા

સમગ્ર ગુજરાતમાં આજી ધો.૧૦ અને ૧૨ ની પરીક્ષાનો શુભારંભ યો છે. વડિયા તાલુકામાં પણ હજારો ભાઈ બહેનો પોતપોતાની તેજસ્વીતા છતી કરવામાં ઉત્સુકતા દાખવશે તેવામાં વડિયા ના સરપંચ છગનભાઇ ઢોલરીયા અને પ્રિન્સિપાલ પાદરિયા સાહેબ અને આરોગ્ય સમિતિના ચેરમેન ધર્મેન્દ્રભાઈ પાનસુરીયા, ભીખુભાઇ વોરા,ભાજપ તાલુકા મહામંત્રી શૈલેષભાઇ એ સુ.સા.હાઈસ્કૂલ જે પંચાયત સંચાલિત છે તેમાં માર્ચ મા ૧૦,૧૨ ની પરિક્ષા આપવા જય રહેલ વિર્દ્યાીઓ ને પ્રોત્સાહન આપી પેંડા અને ચોકલેટ ી મોમીઠા કરીને સ્વાગત કર્યું અને વિર્દ્યાીઓ ને ભણીગણી ને આગળ વધો તેવા આશિષ પણ આપ્યા.

હડીયાણા

હડીયાણા ગામે ગ્રામ પંચાયત સંચાલીત મા.શાળામાં ધો.૧૦માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓનો શુભારંભ થઇ ગયો છે. હડિયાણા ગામના વિદ્યાર્થીઓ માતા-પિતા ના આશિર્વાદ લઇ પરીક્ષા દેવા ગયા હતા. અને પરીક્ષાનો સમય પૂર્ણ થતાની સાથે પરીક્ષાનું પ્રથમ પેપર આપીને નીકળી રહેલા બાળકોના મોઢા પર ખુશી ખુશી જ જોવા મળ્યા હતા અને સા‚ પેપર આવતાની સાથે જ આનંદમાં આવી ગયા હતા.

ખંભાળીયા

હાલ ધોરણ ૧૨ની પરીક્ષાઓ ચાલી રહી હોય દરમ્યાન ખંભાળીયામાં આલ્ફા શાળામાંથી એક ડમી ઉમેદવાર ઝડપાતા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે.

હાલની પરીક્ષા દરમ્યાન આલ્ફા શાળામાં ધોરણ-૧૨ના સામાન્ય પ્રવાહમાં નામાના મૂળતત્વોનુ પેપરમાં પરીક્ષા આપવા આવેલા ગોજીયા શૈલેન્દ્ર કા‚ભાઇ નામના વિદ્યાર્થીએ રીસીપની અસલ નકલની બદલે ઝેરોક્ષ નકલ રજુ કરી હતી જે બાબતે શંકા જતા સંચાલકો દ્વારા તેમના મૂળ રેકોર્ડનો અભ્યાસ કરતા રેકોર્ડ પ્રમાણે આ વિદ્યાર્થી ન હતો. રેકોર્ડમાં ભાદુ વિજય મેરામણભાઇ હતો જ્યારે રિસીપ ગોજીયા શૈલેન્દ્રની હતી. એટલે આ તપાસ અને અભ્યાસમાં આ વિદ્યાર્થી ડમી ઉમેદવાર પુરવાર થતા તેમની વિગત પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

દ્વારકા

રાજ્યમાં ધોરણ-૧૦ અને ૧૨નો બોર્ડની પરીક્ષાઓ શ‚ થઇ છે. સવારે ૧૦.૨૦ થી બપોરે ૧.૨૦ સુધી એસ.એસ.સી. તથા બપોરે ૩.૧૫ થી સાંજે ૬.૧૫ સુધી બોર્ડની એચ.એસ.સી. (સામાન્ય પ્રવાહ)ની પરીક્ષાઓ શ‚ થઇ હોય જે માટે દ્વારકાના વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાના ટેન્શનની સાથોસાથ રોમાંચ પણ જોવા મળ્યો હતો. દ્વારકાની પી.વી.એમ. ગર્લ્સ સ્કૂલમાં શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને પરંપરાગત રીતે કંકુનું તિલક કરી તેમજ સફળતા માટે મીઠુ મોઢુ કરાવી પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને પારંપરિક ઢબે શુભેચ્છા પાઠવી વિદ્યાર્થીઓનો જુસ્સો વધાર્યો હતો.

આ વખતે બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે હેતુ નવતર પ્રયોગ પણ અજમાવવામાં આવ્યો હતો. જે કોઇ વિદ્યાર્થી પાસે ચીઠ્ઠી કે અન્ય કોઇ પરીક્ષા લક્ષી સાહિત્ય હોય પરંતુ આખરી ઘડીએ તેને ચોરી કર્યા વિના જ પરીક્ષા આપવાનું મન હોય તેમના માટે અલાયતી પ્રાયશ્ર્ચિત પેટીનું પણ આયોજન કરી પરીક્ષા શ‚ થાય તે પહેલા તેમાં કોઇપણ દ્વારા કોઇ સાહિત્ય નાખવામાં આવે તો તેને પ્રાયશ્ર્ચિત ‚પ ગણી કોઇપણ સજા આપ્યા વિના જ તેને પરીક્ષા આપવા દેવાનો નવતર પ્રયોગ કરાયો છે જેને સર્વત્ર આવકાર મળ્યો છે.

જોડીયા

જોડીયામાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થતા શ્રીમતી પૂ.પી.જી. ક્ધયા વિદ્યાલયની ૧૦મા ધોરણની વિદ્યાર્થીની બહેનોને સંસ્થાના પટાંગણમાં શુભેચ્છાનો કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. ક્ધયા વિદ્યાલયની આચાર્ય પ્રવીણાબેન ફિણવયાની ઉપસ્થિતિમાં સંસ્થાના ટ્રસ્ટી અશોક વર્માએ પ્રત્યેક છાત્ર બહેનોને શાકરથી મીઠુ મોઢુ કરાવ્યુ હતું. આચાર્યએ શ્રીફળ અર્પણકરીને પ્રત્યેક છાત્રોને પરીક્ષામાં સફળતા મળે તેવા આશિર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના વરિષ્ઠ કાર્યકર દિનેશભાઇ રાઠોડ, રમણીકભાઇ દાવડા, ગૃહમાતા રંજનબેન મહિતા, માણેકબેન તથા ક્ધયા વિદ્યાલયના શિક્ષક અને શિક્ષીકાબેન ઉપસ્થિત રહ્યા હતા.

ટંકારા

ટંકારામાં ધો.૧૦ અને ૧૨નું પ્રથમ પેપર સહેલુ નિકળતા વિદ્યાર્થી ખુશખુશાલ, કોઇ ભય વગર સ્વતંત્ર રીતે પરીક્ષા લખી વિદ્યાર્થી અને વાલીગણ પણ ખુશ. ટંકારા યુવા ભાજપની ટીમે પેંડા ખવડાવી મોઢા મીઠા કરાવ્યા. ટંકારાથી બે કેન્દ્રો જામનગર રોડ પર દુર હોવાથી વિદ્યાર્થીઓને વાહન ન મળતા હેરાની. જોકે સામાજીક સંસ્થા સહાયમાં જોડાવવાથી કોઇ પરેશાની ન પડી. રિક્ષા ચાલકો અને અન્ય વાહનો આ ‚ટ પર થોડા દિવસ ચાલે તો વિદ્યાર્થીને રાહત થાય.

ગત દિવસથી જ શ‚ થયેલ બોર્ડની પરીક્ષામાં પેપર પુસ્તકમાંથી જ નિકળતા ભારે ખુશખુશાલ જોવા મળ્યા હતા. તો ટંકારા યુવા ભાજપ ટીમે વિદ્યાર્થીને પેંડા ખવડાવી મોં મીઠા કરાવ્યા હતા. જેમાં પ્રમુખ સંજય ભાગિયા, બેચર ઘોડાસરા, ભાવિન સેજપાલ, કિરીટ સંદરવા સહિતની ટીમ જોડાયને વિદ્યાર્થીઓનો જુસ્સો વધાર્યો હતો.

ટંકારા ધો.૧૦માં ઓરપેટ માં ૨૬૫, ઓરપેટ-રમાં ૩૦૦, ઓમમાં ૩૦૦, એસવાયએસમાં ૩૦૦, સરદાર પટેલમાં ૧૮૦ લાઇફલિકસમાં ૫૭ વિદ્યાર્થી પરીક્ષામાં બેસવાના હતા. જેમાં અરોપેટમાં ૨ વિદ્યાર્થી લાઇફ લિક્સમાં ૨ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.