સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.આયોજીત અન્ડર-૧૯ વિમેન વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટનો કાલથી પ્રારંભ

42

ખંઢેરી અને રેલવે મેદાન ખાતે યોજાનાર ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, કર્ણાટક, તામિલનાડુ, ત્રિપુરા સહિતની ટીમો ભાગ લેશે

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા અન્ડર-૧૯ વીમેન વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૧૯-૨૦ નું તા.રર થી ૮-૩ સુધી આયોજન થયું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સ્ટેડીયમ અને રેલવે ક્રિકેટ મેદાન ખાતે યોલજનાર આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર, છત્તીસગઢ, ગુજરાત, કર્ણાટક, તામિલનાડુ, ત્રિપુરા, ઉત્તરાખંડ અને વિદર્ભની ટીમો ભાગ લેશે.

તા.રરમી અને ગુજરાત-તામિલનાડુ વચ્ચે એસસીએ સ્ટેડીયમ મેદાન-એ, છત્તીસગઢ-કર્ણાટક વચ્ચે ગ્રાઉન્ડ-બી ખાતે મેચ રમાશે. જયારે તા.ર૩મીએ એસસીએ મેદાન-બી ખાતે છત્તીસગઢ-ઉત્તરાખંડ વચ્ચે, ગ્રાઉન્ડ-એ ખાતે કર્ણાટક વિદર્ભ વચ્ચે અને રેલવે મેદાન ખાતે ગુજરાત-ત્રિપુરા વચ્ચે મેચ રમાશે. તા.રપમીએ એસસીએ સ્ટેડીયમ મેદાન ખાતે ઉત્તરાખંડ-ત્રિપુરા વચ્ચે મેદાન-બી ખાતે તામિલનાડુ- વિદર્ભ વચ્ચે અને રેલવે મેદાન ખાતે સૌરાષ્ટ્ર-છત્તીસગઢ વચ્ચે મેચ રમાશે.

તા.ર૬મીએ એસસીએ મેદાનએ ખાતે ગુજરાત-વિદર્ભ વચ્ચે, મેદાન -બી ખાતે તામીલનાડુ-ત્રિપુરા વચ્ચે અને રેલવે મેદાન ખાતે સૌરાષ્ટ-કર્ણાટપ વચ્ચે મેચ રમાશે. તા.ર૮મી એ એસસીએ મેદાન ખાતે છત્તીસગઢ-તામિલનાડુ વચ્ચે, મેદાન-એ ખાતે છત્તીગઢ-તામિલનાડુ વચ્ચે, મેદાન-બી ખાતે સૌરાષ્ટ્ર- ગુજરાત વચ્ચે અને રેલવે મેદાન ખાતે ઉત્તરાખંડ- વિદર્ભ વચ્ચે મેચ રમાશે. બીજી માર્ચે એસસીએ મેદાન-એ ઉપર સૌરાષ્ટ્ર-તામિલનાડુ વચ્ચે, મેદાન-બી ખાતે કર્ણાટક -ઉત્તરાખંડ વચ્ચે અને રેલવે મેદાન ખાતે છત્તીસગઢ-વિદર્ભ વચ્ચે મેચ રમાશે. ચોથી માર્ચે એસસીએ મેદાન-એ ખાતે ગુજરાત-ઉત્તરાખંડ અને મેદાન-બી ખાતે સૌરાષ્ટ્ર-વિર્ભ વચ્ચે, રેલવે મેદાન ખાતે કર્ણાટક-ત્રિપુરા વચ્ચે મેચ રમાશે. તા.૬ માર્ચે એસસીએ મેદાનએ ખાતે છત્તીસગઢ-ત્રિપુરા વચ્ચે મેદાન-બીમાં ગુજરાત-કણાટક વચ્ચે અને રેલવે મેદાન ખાતે સૌરાષ્ટ્ર-ઉત્તરાખંડ વચ્ચે મેચ રમાશે.

તા.૮ માર્ચે એસસીએ મેદાન-એ ખાતે કર્ણાટક-તામિલનાડુ, મેદાન-બી ખાતે સૈારાષ્ટ-ત્રિપુરા વચ્ચે મેચ રમાશે. મેચનું પ્રથમ સેશન સવારે ૯ થી ૧૨, બીજી સેશન ૧૨.૫૫ થી ૪.૦૫ છે. ૧૨.૧૦ થી ૧૨.૦૫ દરમિયાન લંચ બ્રેક રહેશે.

Loading...