જસદણના ઉચાપત કેસમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ અને સિધ્ધી સિમેન્ટ કંપનીએ તંત્રના ખંભે બંદુક ફોડી?

જીએસટીના અધિકારીઓ ફેકટરીથી આઉટ ગેઇટ નીકળેલો માલની તપાસ કરે તો જસદણ ડમ્પ સુધી ન પહોચાડનાર કારીગર કોણ?

સિમેન્ટની કંપનીઓના માલની હેરાફેરીમાં કૌભાંડની બૂ!

પોલીસમાં ફરિયાદ નોંધાવી કંપનીના કર્મચારીઓની સંડોવણી ન હોવાનો લુલ્લો બચાવ: પોલીસ તપાસમાં અનેક સ્ફોટક વિગતો બહાર આવવાની શકતા

ગુજરાતમાં આવેલી મોટી મોટી કંપનીઓ દ્વારા માલની હેરાફેરી દરમિયાન મોટી ઉચાપત થયાના અનેક કૌભાંડો ભૂતકાળમાં બહાર આવ્યા છે. કંપનીઓ દ્વારા સરકારના ટેકસથી બચવા આવા કૌભાંડ આચરવામાં આવતા હોવાનું પણ પોલીસ તપાસમાં ભૂતકાળમાં ખુલ્યુ છે ત્યારે પોરબંદરના રાણાવાવમાં આવેલી સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેકટરી અને ગીર સોમનાથના સુત્રાપાડામાં આવેલી ગુજરાત સિધ્ધી સિમેન્ટની ફેકટરીમાંથી ટ્રક મારફતે નીકળેલો માલ જસદણના ડમ્પ સુધી નહી પહોચાડી મોટી ઉચાપત કર્મચારીઓ કે અધિકારીના મીલીભગતથી કૌભાંડ આચર્યુ હોવાની આશંકા સેવવામાં આવી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદના ઇશનપુર ખાતે સરદાર કોમ્પ્લેક્ષમાં આવેલી સૌરાષ્ટ્ર સિમેન્ટ અને ગુજરાત સિધ્ધી સિમેન્ટની ઓફિસમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા વંદનકુમાર રમેશચંદ્ર દલવાડીએ જસદણના ગઢડીયા રોડ પર મણીનગરમાં ડમ્પ ચલાવતા અરવિંદ નરેન્દ્રભાઇ ધાધલ સામે રૂપિયા ૩૫.૫૫ લાખની કિંમતની ૭,૭૩૯ સિમેન્ટની બોરીની ઉચાપત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ઉચાપતની ફરિયાદ અંગે જસદણ પોલીસ મથકના પી.એસ.આઇ. એન.એચ.જોષી સહિતના સ્ટાફે કરેલી છાનભીનમાં કંપનીમાંથી ટ્રકમાં મોકલવામાં આવેલો સિમેન્ટનો માલ જસદણના ડમ્પમાં પહોચ્યો ન હોય અને રસ્તામાં જ બારોબાર સગેવગે કરી કંપનીના અધિકાર કે કર્મચારીના દોરી સંચારથી કૌભાંડ આચરવામાં આવ્યાની આશંકા સાથે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.પ્રથમ દ્રષ્ટીએ છેલ્લા દોઢ વર્ષથી સિમેન્ટ કંપની સાથે કરાર કરી ૧૯ વર્ષના નાની ઉંમરના અરવિંદ ધાધલે ડમ્પની જવાબદારી સ્વિકારી હોવાનું બહાર આવ્યું છે. નાની ઉંમરની વ્યક્તિને આવડી મોટી જવાબદારી કંપનીએ સોપી હોય અને તેના વિરૂધ્ધ રૂપિયા ૩૫.૫૫ લાખની ઉચાપતની ફરિયાદ કરવામા આવી છે. આ પ્રકરણમાં કંપનીના અધિકારીઓ કે કર્મચારીઓની સંડોવણી હોવાનું નકારી ન શકાય અને કંપનીની બેદરકારી પણ હોવાની શંકા સાથે પોલીસે તપાસ હાથધરી છે.

પ્રથમ દ્રષ્ટિએ જસદણના વેપારીઓ દ્વારા આ ફરિયાદને લઇ ચર્ચા જાગી હતી કેસ, કયાંક તંત્રના ખંભે કંપની દ્વારા બંદુક ફોડવામાં આવી છે કે કે, અને ૭,૭૩૯ જેટલી સિમેન્ટની બોરીઓ કંપનીમાંઓથી ટ્રક મારફતે મોકલવા માલ ડમ્પ સુધી પહોચી છે કે કેમ તે પોલીસ અને લોકોને ગળે ઉતરે તેમ ન હોવાથી પોલીસે પણ બીજી દિશામાં તપાસ શ‚ કરી છે. આગામી દિવસોમાં સમગ્ર કૌભાંડમાં દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જશે તેમજ કંપનીના અધિકારી કે કર્મચારીઓની સંડોવણી હશે તો તેઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવો પોલીસ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે.

Loading...