Abtak Media Google News

સૌરાષ્ટ્ર જાણે ક્રુષ્ણના રંગે રંગાયું હોય તેમ ઠેર ઠેર કૃષ્ણજન્મના વધામણાને લઇને ઉજવણી થઇ રહી છે. સૌરાષ્ટ્ર કૃષ્ણમય બની ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકોટ શહેરના મવડી ચોકડીથી આજે સોમવારે સવારે 8 કલાકે ધર્મસભા બાદ સંતો-મહંતોની ઉપસ્થિતિમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ સાથે રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ વખતે કુલ 2 કિ.મી. લાંબી અને શહેરમાં 24 કિ.મી.ની નગરયાત્રા કરનારી રથયાત્રામાં 114 જુદા જુદા આકર્ષક ફલોટ્સે આકર્ષણ જમાવ્યું છે. જેની સાથે 300થી વધુ નાના-મોટા વાહનો અને 101 કેસરી સાફા ધારી યુવાનો રથયાત્રાની આગેવાની કરી રહ્યા છે. કૃષ્ણનગરી દ્વારકામાં પણ આજે રથયાત્રા નીકળી છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે.

રાજકોટ રથયાત્રાના દર્શન કરવા માટે ચોકે ચોકે લોકો ઉમટી પડ્યા છે. હજારોની સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાયા છે. તેમજ શહેરના દરેક સર્કલ પરની બિલ્ડિંગો પર લોકો ચડી જઇ રથયાત્રાને નિહાળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.