Abtak Media Google News

વિજય હજારે ટ્રોફી ૨૦૧૯-૨૦ ટુર્નામેન્ટ

ગોવાના ૧૫૪ રનના લક્ષ્યાંક સામે સૌરાષ્ટ્ર પાંચ વિકેટના નુકશાન પર ૧૫૭ રન કરી વિજય મેળવ્યો

વિજય હજારે ટ્રોફી ૨૦૧૯-૨૦ વન-ડે ટુર્નામેન્ટના એલીટ ગ્રુપએમાં સૌરાષ્ટ્ર અને ગોવા વચ્ચે બેગાલુરુના અલુર સ્ટેડીયમમાં મેચ રમાઇ હતી. જેમાં ગોવાએ ટોસ જીતી બેટીંગ લીધી હતી. ગોવાએ ૯ વિકેટના નુકશાન પર ર૮ ઓવરમાં ૧૫૪ રન કર્યા હતા. જેમાં વૈભવ ગોવેકરે ૪૯ બોલમાં પ૦ રન કર્યા હતા. જેમાં ૪ ચોગ્ગા અને ર છગ્ગા ફટકાર્યા હતા. સી.એમ. ગૌતમે ૪૯ બોલમાં ૪૬ રન, દર્શન મીશલે ર૦ રન બનાવ્યા હતા.

ગોવાએ સૌરાષ્ટ્ર સામે ૧પપ રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેને પાંચ વિકેટના નુકશાન સાથે સૌરાષ્ટ્રે આસાનીથી હાંસલ કરી લીધો સૌરાષ્ટ્રે ૧૫૭ રન ૨૬.૫ ઓવરમાં કર્યા જેમાં પ્રેરક માંકડે ર૯ બોલમાં ૪૧ રન, સમર્થ વ્યાજે ૩૩ બોલમાં ૩૪ રન, વિશ્ર્વરાજ જાડેજા એ ર૮ બોલમાં ર૮ રન ફટકાર્યા હતા. જયારે લક્ષ્યે ગર્ગે ર વિકેટ, દર્શન મિશલ, અમ્યુલા પન્ડરેકર અને સુયાસ પ્રભુદેસાઇએ ૧ વિકેટ લીધી. આ સાથે જયદેવ ઉનડકટે ૬ ઓવરમાં ર૮ રને ૩ વિકેટ ઝડપી હતી. જયારે ચિરાગ જાની અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ બે વિકેટ લીધી હતી. સૌરાષ્ટ્રે ગોવા સામે ની આ મેચ જીતી ચાર પોઇન્ટ મેળવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.