Abtak Media Google News

ગામે ગામ ૭રમાં સ્વાતંત્ર પર્વ નિમિતે ઘ્વજવંદન, રેલી, શહીદોને શ્રઘ્ધાંજલી, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

રાજકોટ
સૌરાષ્ટ્રભરમાં ગલકાલે ૧પમી ઓગષ્ટે સ્વાતંત્ર પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ગામે ગામ ૭રમાં સ્વાતંત્ર પર્વ નીમીતે ઘ્વજવંદન, રેલી, શહીદોને શ્રઘ્ધાંજલી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયો હતા. આન, બાન અને શાનથી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળા, કોલેજો અને સરકારી કચેરીઓમાં પણ ઘ્વજવંદન સહીતના કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઇકાલે દેશભકિતનો રંગ ધુંટાયો હતો.

ખીરસરા

3 27ખીરસરા તા.શાળા તેમજ નવી પ્રા.શાળાના બળકો દ્વારા ઘ્વજવંદન તેમજ રાષ્ટ્રગીત ઝંડા ગીતના ગાન સાથે ઉજવાની કરવામાં આવેલ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવેલ.

લોધીકા

તાલુકા કક્ષાની ઉજવણી લોધીકાના મહીલા પીથી.એસ.આઇ. એચ.પી.ગઢવી ની પરેડ કમાન્ડથી લોધીકા પોલીસ સ્ટેશનના જવાનોદ્વારા પોલીસ પરેડ સાથે લોધીકા તાલુકા મામલતદાર વી.બી. મકવાણાના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવેલ અને શાળાના બાળકો તેમજ ગ્રામજનો દ્વારા રાષ્ટ્રઘ્વજને સલામી આપી રાષ્ટ્રગાન સાથે ધામધુમથી આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવેલ

ઓખા4 11ઓખા મંડળ દેવભૂમિ દ્વારકા જીલ્લા યુવા ભાજપ તથા ભાજપ પરિવાર દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવેલ જેમાં તમામ દેશ પ્રેમી જનતા, ભાજપના હોદેદારો, કાર્યકર્તાઓ તથા ભાજપના શુભ ચિંતકોએ મોટી સંખ્યામાં જોડાયા હતા. અને મીઠાપુર ગોડાઉન એરીયા એથી થઇ સિઘ્ધનાથ મંદીર સુધીની મસાલ રેલી સર્વે હાથમાં મસાલ પ્રગટાવી ભારત માતા કી જય અને વંદે માતરમ ના નારા સાથે દેશભકિતના રંગમાં રંગાઇ હતા.

જામકલ્યાણપુર

જામકલ્યાણુપર ખાતે જીલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી જીલ્લા કલેકટરના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ થયા હતા. સ્વાતંત્ર પર્વની આ ઉજવણીમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.

શ્રીકલમ

ભારતી. જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે સ્વાંત્રત દિન નિમીતે વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાઘ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયાના વરદ હસ્તે કાર્યકર્તાઓની ઉ૫સ્થિતિમાં ઘ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો.

દેવભૂમિ દ્વારકા

2 37

રાષ્ટ્રના ૭રમાં સ્વાતંત્ર પર્વની  દ્વારકા જીલ્લા કક્ષાની ઉજવણી આજે કલ્યાણપુરની કે.કે. દાવડા હાઇસ્કુલ ખાતે કરવામાં આવી હતી. જીલ્લા કલેકટર જે.આર. ડોડીયાએ દેશની આન બાન અને શાન સમા રાષ્ટ્રઘ્વજ લહેરાવી સલામી આપીને માર્ચ પોસ્ટનું નીરીક્ષણ કર્યુ હતું.

આ પર્વમાં જીલ્લા પોલીસ, હોમગાર્ડસ તથા એનસીસીની પ્લાટુનો દ્વારા પરેડ નિર્દશન કરાયું હતું. આ કાર્યક્રમમાં વિવિધ સ્કુલના ૫૦૦ બાળકો દ્વારા યોગ નિર્દેશન તથા વિવિધ સ્કુલના બાળકો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા.

આ તકે સ્વાતંત્ર સેનાનીઓના કુટુંબીજનોનું સન્માન  કરવામા આવ્યુ હતું જીલ્લાની ૪ સ્કુલોને સ્વચ્છ વિઘાલય પુરસ્કાર પેટે ૧૦ થી ૧૫ હજાર સુધીની રકમ આપવામાં આવી હતી.

રાજય સરકાર તરફથી કલ્યાણપુર તાલુકાના વિકાસ માટે મળેલ ‚ા ૨૫ લાખનો ચેક કલેરટરશ્રી ડોડીયા દ્વારા પ્રાંત અધિકારી જાડેજાને અર્પણ કરવામાં આવ્યો હતો.

જે.એમ. પાનેરા કોલેજ -માણાવદર

5 7જે.એમ. પાનેરા સંકુલમાં આર્ટસ, કોમર્સ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ કોલેજ તથા આદિન્ય પ્રા. સ્કુલના પરિવાર દ્વારા ૧પમી ઓગષ્ટના આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર પર્વ નીમીતે પ્રમુખ જેઠાભાઇ પાનેરાના અઘ્યક્ષ સ્થાને ઘ્વજ વંદન કરવામાં આવ્યું હતું. કોલેજના વિઘાર્થીઓએ દેશના વીર જવાનોનું ઋણ અદા કરવા પત્રો લખ્યા હતા અને તેમના શોર્ય, સહા,સમપર્ણ અને કર્મષ્ઠિાને બિરદાવીને તેમના ત્યાગ અને બલીદાનની ભાવનાને બિરદાવી હતી. પ્રમુખ, પ્રિન્સીપાલ તથા વિઘાર્થીઓ દ્વારા સૈનિક બંધુઓને લખાયેલ પત્રોનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

સોંદરડા

કેશોદના સોંદરડા ગામે તાલુકા કક્ષાના સ્વતંત્ર્ય દિન ભવ્ય આયોજન સાથે ઉજવણી કરવામાં આવી હતી મામલતદાર ચોથરીરના હસ્તે રાષ્ટ્ર  ઘ્વજ લહેરાવ્યો હતો અને ત્યારબાદ પોલીસે ગાર્ડ ઓનર આપ્યું હતું. અને ત્યારબાદ રાષ્ટ્રીય ગીતના જ્ઞાન સથે ઉ૫સ્થિત બધા લોકોએ રાષ્ટ્રને સલામી આપી હતી.

સુત્રાપાડા

સુત્રાપાડા તાલુકા કક્ષાના ૭રમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી લાટી મુકામેુ યોજાયેલ જેમાં મામલતદાર- સુત્રાપાડાના હસ્તે ઘ્વંજવંદન કરવામાં આવેલ. ઉજવણીમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો તથા લાટી અને આસપાસના ગ્રામ વિસ્તારના વિઘાર્થીઓ હાજર રહેલ તેમજ વિઘાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવેલ. ઉકત કાર્યક્રમમાં મામલતદારશ્રી સુત્રાપાડા દ્વારા યોગ સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય  કક્ષાએ વિજેતા અને લાટીના વતની ભારતીબેન સોલંકીનું સન્માન કરવામાં આવેલ. મામલતદાર સુત્રાપાડા દ્વારા સરપંચ વિકાસના કામો માટે ‚ા પાંચ લાખનો ચેક અર્પણ કરવામાં આવેલ.

જસદણ વિંછીયા1 47જસદણ વિંછીયા પંથકમાં ૧પમી ઓગષ્ટ સ્વતંત્ર્ય દિનની ઉજવણી ઠેર ઠેર થઇ હતી જસદણ વીંછીયા પંથકના આટકોટ વિરનગર, ગોખલાણા, શીવરાજપુર, લીલાપુર, સાણથલી, આંબરડી, લાલાવદર, કમળાપુર જેવા અનેક ગામોમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ઘ્વજવંદન પરેડ સાંસ્કૃતિ જેવા કાર્યક્રમોની ગરમિાપૂર્ણ ઉજવણી થઇ હતી દેશભાવના કેળવાય એવા હેતુથી જસદણના રામજીમંદીરે પાથેશ્વર ગુપ દ્વારા મહાદેવના ચરણમાં ભારતનો નકશો તૈયાર થયો હતો.

કેશોદ6 9કેશોદ ખાતે યુવા ભાજપ દ્વારા શહીદોની યાદમાં સ્વતંત્ર પર્વની પૂર્વ સંઘ્યાએ કેશોદના ચાર ચોકથી એક કેન્ડલ માર્ચ યોજી હતી. જેમાં શહેર ભાજપના પ્રમુખ હરીભાઇ ચેવતીયા નગરપતિ યોગેશભાઇ સાવલીયા સાગરભાઇ બોરડ લખનભાઇ ભરડા કાનભાઇ સુત્રેજા જીલ્લા ભાજપના આગેવાનો દિનેશભાઇ ખતારીયા સહીત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકતા એ હાજરી આપી હતી.

પડધરી

પડધરી તાલુકામાં ૭રમાં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી કરવામાં આવી હતી. મામલતદાર ના અઘ્યક્ષ સ્થાનેથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં એમએલએ, પીએસઆઇ, ટીડીઓ, તાલુકા પંચાયત પ્રમુખ જીલ્લા શિક્ષણ સમીતીના ચેરમેન તથા ઘણા બધા હોદેદારો અને મહાનુભાવોની ઉ૫સ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન વિસ્તરણ ગામમાં રાખવામાં આવ્યું.

રાષ્ટ્રઘ્વજ ફરકાવી વંદન કરીને મૌન પાડી શહીદોને યાદ કરી અને તેના જેવા વીર બનતાની પ્રતિજ્ઞાઓ લેવડાવી હતી. નાના ભુલકાઓએ પોતાના દેશ ભકિતની કૃતિઓ રજુ કરી હતી.

અમરેલી1 46અમરેલી જિલ્લા માં રાષ્ટ્રીય પર્વ ની શાનદાર ઉજવણી કરવા સજ્જ તંત્ર સહિત દેશવાસી ઓ માં અદમ્ય ઉત્સાહ અમરેલી જિલ્લા સ્તર ની ઉજવણી લીલીયા મોટા ખાતે ત્રિરંગા ને સલામી આપશે નવનિયુક્ત  મિનિસ્ટર શ્રી કુંવરજીભાઈ બાવળિય ના વરદ હસ્તે જિલ્લા કલેકટર સાહેબ શ્રી આયુષ ઓક ની ઉપસ્થિતિ માં ૭૨ માં સ્વાતંત્ર્ય પર્વ ની  પુરા અદબ સાથે ઉજવણી કરવા મોટા લીલીયા ખાતે શાનદાર  તૈયારી ઓ કરાઈ

માણાવદર

શ્રી ધર્મજોગી વિદ્યાધામ પીપલાણા ગુરુકુલમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પીપલાણા સ્વામીનારાયણ મંદિરના પ.પુ.સદ મહંત મોહનપ્રસાદદાસજી સ્વામીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમજ શાસ્ત્રી નીલકંઠચરણદાસજી સ્વામીએ વિદ્યાર્થીઓને આઝાદી અપાવનાર નેતાઓ વિશે જણાવી સ્વાતંત્ર્ય પર્વનુ ખરુ મહત્વ સમજાવ્યું હતું.. ત્યારબાદ ગુરુકુલના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ગામમાં તિરંગા સાથે ભવ્ય રેલી યોજી હતી.

ધોરાજી2 36ધોરાજી તાલુકા ભુખી ગામે તાલુકા કક્ષા નાં ૧૫મી ઓગસ્ટ ૨૦૧૮ ના ૭૨ મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભુખી ગામ ના વિદ્યાર્થી ઓ તથા ધોરાજી ના મામલતદાર કચેરી તથા પ્રાંત કચેરી તથા તાલુકા પંચાયત કચેરી તથા હોમગાર્ડઝ અને પોલીસ ગણ તેમજ ધોરાજી ભુખી ગામ ના હોદ્દેદારો કાર્યકર્તા ઓ આગેવાનો અતિથિ વિશેષ મહાનુભાવો આ ભવ્ય કાર્યક્રમ માં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ધોરાજી પ્રાંત અધિકાર એવાં તુષાર જોષી ના વરદ હસ્તે ત્રિરંગા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને તમામ ઉપસ્થિત લોકો એ સલામી આપી હતી અને ભુખી તથા ધોરાજી ના વિદ્યાર્થી ઓ દ્વારા સાંસ્કૃતિક દેશ ભક્તિ કાર્યક્રમ યોજાયો હતો અને ભુખી ગામ ના લોકો તથા આમંત્રિત મહેમાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

દામનગર7 8દામનગર શહેર માં ૭૨ માં રાષ્ટ્રીય પર્વ ની શાનદાર ઉજવણી કરાય શહેર ની સ્કૂલો દ્વારા પ્રભાત ફેરી શહેરી મુખ્ય બજારો માં અદમ્ય ઉત્સાહ સાથે ફરી ક્રાંતિકારી શહીદો ને પુરા અદબ સાથે વંદના કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો ની કૃતિ ઓ આબેહૂબ જોમજુસા સાથે રજૂ કરતા શાળા ઓ ના વિદ્યાર્થી ઓ શહેર ભર ની શાળા ઓ સરકારી કચેરી ઓ માં ત્રિરંગા ને સલામી અપાય ધ્વજવંદન સ્થળો એ વિવિધ શાળા ઓ ના છાત્રો જયહિદ ના ગગનભેદી નારા સાથે દેશપ્રેમ ની આહલેક જગાવતી પ્રભાત ફેરી ઓ યોજી હતી હતી

લાઠી

લાઠી શહેર માં કલાપી વિનય મંદિર ખાતે ૭૨ સ્વાતંત્ર્ય પર્વ ની રંગારંગ ઉજવણી શહેર ભર ની મુખ્ય બજાર  માં ધ્યાનાકર્ષક પ્રભાત ફેરી યોજી નગરપાલિકા પ્રમુખ હરેશભાઇ કોરડીયા ના હસ્તે ધ્વજવંદન અદમ્ય ઉત્સાહ સાથે વિદ્યાર્થી ઓ દ્વારા દેશભક્તિ ને તાદ્રશ્ય કરતી કૃતિ ઓ રજૂ કરાય આફરીન કરતી દેશભક્તિ ની કૃતિ ઓ નિહાળી હાજર જન મેદની ગદગદિત થઇ

સોમનાથ8 9 સોમનાથ મંદિર અને દેશના સ્વતંત્રતાના મહત્વના પ્રસંગો પરસ્પર એક બીજા સાથે જોડાયેલ છે, આજે ભગવાન સોમનાથની નીશ્રામાં પ્રાત:આરતી, સરદારવંદના  કરવામાં આવેલ હતી, ટ્રસ્ટના માન.ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઇ લહેરી દ્વારા ધ્વજવંદન કરવાનામાં આવેલ. જેમાં મંદિર સુરક્ષા માં જોડાયેલ પોલીસ જીઆરડી એસઆરપી સોમનાથ સીક્યોરીટી સ્ટાફ, શ્રી સોમનાથ ટ્રસ્ટ અધિકારી કર્મચારીઓ, સ્થાનીક અગ્રણીઓ, તીર્થપુરોહીતો યાત્રીગણ જોડાયા હતા. આ પ્રસંગે સોમનાથ સુરક્ષા ડિવાયએસપી  પી એમ પરમાર પણ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.