Abtak Media Google News

કુલપતિ ડો. નિલામ્બરીબેન દવેના હસ્તે ઉદ્ઘાટન: ૧૨ કોલેજોએ લીધો ભાગ.

સૌ.યુનિ. આંતર કોલેજ ફૂટબોલ સ્પર્ધાનું આયોજન શારીરીક શિક્ષણ ભવન દ્વારા કરવામાં આવેલ તેના ઉદઘાટન સમારંભમાં સૌ.યુનિ.ના કુલપતિ ડો. નિલામ્બરીબેન દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં ઓબ્ઝવર મોહનસિંહ જુદી જુદી ૧૨ કોલેજોએ ભાગ લીધેલ હતો. સમગ્ર કાર્યકમ્ર શારીરીક શિક્ષણ ભવનના હેડ ડો. જયદીપસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ આ કાર્યક્રમનું સંચાલન ડો.એચ.આર. ભાલીયાએ કરેલ અને આભાર વિધિ ડો. હરીશ બી રાબાએ કરેલ હતી.

કુલપતિ એ તમામ ખેલાડીઓને ઈન્ટર યુનિ. સ્પર્ધામાં ભાગ લઈને સૌ.યુનિ. નામ રોન કરે તેવી શુભેચ્છા પાઠવેલ અને જુદી જુદી સ્પર્ધાઓનાં કેમ્પનું પણ આગામી દિવસોમાં આયોજન કરવામાં આવશે. તેમ જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.