Abtak Media Google News

આઈપીએલમાં સારૂ પ્રદર્શન કર્યા બાદ ટી-૨૦ વર્લ્ડકપમાં ધોનીને મળી શકે છે સ્થાન

ભારતીય ટીમના ભુતપૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની ૨૦૧૯નાં વર્લ્ડકપમાં સેમીફાઈનલ રમ્યા બાદ ક્રિકેટથી ઘણો દુર ચાલ્યો ગયો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હાલ અત્યારે તેની વાપસીને લઈ ઘણા ખરા પ્રશ્ર્નો ઉદભવિત થઈ રહ્યા છે. લોકો અને ક્રિકેટ તજજ્ઞોનું માનવું છે કે ધોની ફરીથી પુનરાગમન કરશે કે કેમ ? ત્યારે કપીલ દેવ દ્વારા આ અંગે જાણવા મળી રહ્યું છે કે આઈપીએલ મહેન્દ્રસિંહ ધોનીની કારકિર્દી નકકી કરશે અને સમગ્ર ક્રિકેટ જગત અને સવિશેષ ભારતીય ટીમ આઈપીએલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને બેઠુ હોય તેવું લાગી રહ્યું છે. જો મહેન્દ્રસિંહ ધોની દ્વારા આઈપીએલ ૨૦૨૦માં સારું પ્રદર્શન કરવામાં આવે તો તેને આગામી માસમાં ઓસ્ટ્રેલિયા ખાતે રમાનાર ટી-૨૦ વિશ્ર્વકપ માટે ખુબ જ સારો મોકો મળી જશે અને તેનું ટીમમાં ચયન પણ થઈ જશે.

7537D2F3 2

ભારતીય ટીમના પૂર્વ સુકાની કપીલ દેવએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મહેન્દ્રસિંહ ધોનીની કાબેલિયત ઉપર સહેજ પણ શંકા ન કરી શકાય પરંતુ  આશરે ૬ મહિના ક્રિકેટથી દુર રહેતા ક્રિકેટમાં ફરી પુનરાગમન કરવું અત્યંત કઠિન બનતું હોય છે ત્યારે પોતાની ક્ષમતા પુરવાર કરવા માટે મહેન્દ્રસિંહ ધોની પાસે આઈપીએલનો વિકલ્પ સૌથી મોટો બચેલો છે. આ તકે હાલનાં ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ જણાવતા કહ્યું હતું કે, આઈપીએલમાં મહેન્દ્રસિંહ ધોનીની રમત આગામી ટી-૨૦ વિશ્ર્વકપ માટે મહત્વપૂર્ણ સાબિત થશે ત્યારે સીલેકટરોની મીટ મહેન્દ્રસિંહ ધોની પરની એ રહેશે કે તે આઈપીએલમાં કેવી રમત રમે છે. આઈપીએલનાં સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે આઈપીએલ બાદ ભારતીય ટીમમાં ૧૫ ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે જે અત્યંત મદદરૂ પ નિવડશે ત્યારે ભારતીય ટીમમાં મહેન્દ્રસિંહ ધોનીનું નામ ટીમમાં ઉત્સાહ જગાડવા માટે પર્યાપ્ત છે. કોઈપણ વિકટ અને વિપરીત પરિસ્થિતિમાં ધૈર્ય ન ગુમાવનાર ધોની જો ભારતીય ટીમમાં આગામી ટી-૨૦ વિશ્ર્વકપમાં રમશે તો વિશ્ર્વકપ જીતવા માટે ભારતને એક ઉજળી તક સાંપડશે તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.