Abtak Media Google News

૧૦૧૯ જેટલા બાળકોની વિનામૂલ્યે સર્જરીનું ભગીરથ કાર્ય હાથ ધર્યુ

સત્યસાંઇ હાર્ટ હોસ્પિટલ હજારો ભૂલકાઓનો ધબકારો બનયા જઇ રહી છે. અત્યાર સુધીમા ૧૦૧૯ બાળકોની નિ:શુલ્ક કાડિયાક સર્જરી કરાઇ છે હવે ભવિષ્યમા અનેક બાળકોને શ્રેષ્ઠ સારવાર મળશે.

ઓડિશા સરકારે ૧૮ નવેમ્બર ૨૦૧૮ના રોજ રાજ્યના બાળકોના હૃદયમાં રહેલી ખામીને દૂર કરવા માટે એક ડગલું આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. સમજૂતી કરાર મુજબ ઓડિશા સરકાર જરૂરિયાતમંદ બાળકોને શોધીને તેમના પરિવહનનો ખર્ચ ભોગવશે. એક ઉમદા માનવ સેવાને અનુસરીને તેને આગળ વધારતાં  સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલે આ બાળકોની સર્જરી તદ્દન નિ:શુલ્ક અને તે પણ પ્રેમ, નિ:સ્વાર્થ સમર્પણ અને ૧૦૦ ટકા તબીબી સંભાળ સાથે કરી આપવાનો નિર્ણય કર્યો હતો.

કોવિડ મહામારીના સમયગાળા દરમિયાન પણ હોસ્પિટલ દૈવી કૃપા સાથે કામ કરી રહી હતી. હવે ધીરેધીરે ફરી એકવાર ઓડિશાથી બાળકો આવવાના શરૂ થશે.  સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી  મનોજ ભીમાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “હૃદયની બીમારીઓથી મુક્ત સમાજનું સર્જન કરવા માટે અમારી હોસ્પિટલે નાના બાળકોના હૃદયની ખામી દૂર કરવાનું એક અભિયાન છેડ્યું છે.

જ્યારે ન્યાયમૂર્તિ વિનીત જીએ ઓડિશા રાજ્યને તેમનું બીજું નિવાસસ્થાન ગણાવ્યું હતું. વિનીત સરને જ ઓડિશા સરકારને પ્રશાંતિ મેડિકલ સર્વિસિઝ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનનો પરિચય કરાવ્યો હતો. ન્યાયમૂર્તિ મોહમ્મદ રફિકજીએ જણાવ્યું હતું કે, માનવતાની સેવા એ જ સર્વોચ્ચ ધર્મ છે અને સાંઈ હાર્ટ હોસ્પિટલ આ નિ:સ્વાર્થ સેવાનું સર્વોત્તમ ઉદાહરણ છે. આ દિશામાં અથાગ પ્રયાસો કરવા બદલ તેમણે હોસ્પિટલ તથા ઓડિશા સરકારના મક્કમ નિર્ધારના વખાણ કર્યા હતા.

આ ઉમદા કાર્ય સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા ન્યાયમૂર્તિ (નિવૃત્ત) કલ્પેશ ઝવેરીએ અદ્દભૂત રાજ્ય ઓડિશાના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સાંઈ હાર્ટ હોસ્પિટલ કોઈપણ પ્રકારની અપેક્ષા વગર બાળકોના હૃદયની ખામીઓ દૂર કરવા માટે સંપૂર્ણ રીતે સમર્પિત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.