રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરેલા સત્યાગ્રહ

736
satyagraha
satyagraha

મહાત્મા ગાંધી નો જન્મ ૨ ઓક્ટોબર ૧૮૬૯ માં પોરબંદર માં થયો હતો તેમનું પુરૂ નામ મોહનદાસ કરમ ચંદ ગાંધી હતું તેમની માતાનું નામ પુતલી બાઈ હતું. મોહનદાસ કરમ ચંદ ગાંધી પોરબંદર સ્ટેટના દિવાન હતા. મોહનદાસ કરમ ચંદ ગાંધીના લગ્ન નાની ઉંમરમાં કસ્તુરબા સાથે થયા હતા કસ્તુરબા અને મોહનદાસ ગાંધી જેમને પ્રેમથી બધા “બા” કહેતા તેમના લગ્ન માત્ર ૧૩ વર્ષની નાની ઉમરમાં થયા હતા.

તમણે મેટ્રીક્યુલેશનની પરીક્ષા માંડમાંડ પાસ કર્યા પછી સન ૧૮૮૭માં યુનિવર્સિટી ઑફ બૉમ્બે સાથે સંલગ્ન શામળદાસ કોલેજમાં ઊચ્ચ અભ્યાસ અર્થે પ્રવેશ લીધો.તેમના ઘણા કુટુંબીઓ ગુજરાતમાં ઊંચા પદ પર નોકરી કરતા હતા. કુટુંબનો આવો મોભો જાળવવા તેમના કુંટુંબીઓની ઇચ્છા તે બૅરીસ્ટર બને તેવી હતી. મહાત્મા ગાંધીએ પોતાના જીવનમાં ઘણા સત્યાગ્રહ કર્યા છે.ગાંધીજી પોતાનું સંપૂર્ણ જીવન દિશાની આઝાદી પાછળ લગાવી દીધું હતું. તેમણે દેશની આઝાદી પાછળ પોતાનું જીવન પણ અર્પણ કર્યું.

મહાત્મા ગાંધી એ કરેલા સત્યાગ્રહ : 

દાંડી સત્યાગ્રહ : 

દાંડી સત્યાગ્રહ ૧૯૩૦માં અગ્રેજો વિરુધ્ધ કરવામાં આવેલ હતો. અગ્રેજ સરકારે જયારે મીઠા પર કર લગાવ્યો હતો ત્યારે ગાંધીજી આ સત્યાગ્રહ હાથમાં લીધો હતો. મહાત્મા ગાંધી ને આ પગલું આન્યાઈનું લાગ્યું. તેથી તેમણે આ સત્યાગ્રહ કર્યો. ૧૨ માંર્ચ ૧૯૩૦માં રોજ અમદાવાદ થી ૭૮ સાથીની મદદ આ સત્યાગ્રહ ની પદયાત્રા શરૂ કરી હતી અને ૬ એપ્રીલ ૧૯૩૦ ને નવસારી નજીક દાડી ગામે પૂરી હતી અહીં તેઓ કર ભર્યા વગર મીઠું ઉપાડી બોલ્યા હતા  “મૈને નમક કા કાનુન તોડા હૈ”… અને ભારતમાં બીજી ઘણી બધી જગ્યાએ પણ આ રીતે મીઠાના કાયદાનો ભંગ થયો આ સત્યાગ્રહ અને પદયાત્રાને ઇતિહાસમાં દાંડી કુચ તરીકે  ઓળખવામાં આવે છે.

ચંપારણ સત્યગ્રહ  ( ઈ.સ ૧૯૯૮ અને ૧૯૧૯)

બિહારના ચંપારણ જિલ્લામાં ખેડૂતો સાથે થતા અન્યાયને રોકવા તેમને ન્યાય અપાવવા માટે આ લડત લડવામાં આવી હતી. આ લડતમાં તેમને સફળતા પણ સાંપડી હતી. અગ્રેજોએ  ખેડૂતો પાસેથી જરૂરી એવા ધન્યની જગ્યાએ ગળી અને રોકડિયા પાકો લેવડાવતા હતા તેઓ આ પાકો તેમની પાસેથી ઓછી કીમતે ખરીદતા હતા. અંગ્રેજ સરકારે તેમના પર અશાંતિ ફેલાવવાનો આરોપ મૂકે તેમને રાજ્ય છોડી જવાનો હુકમ જારી કર્યો.

હજારો લોકોએ પોલીસ સ્ટેશનો અને ન્યાયાલયોની બહાર પ્રદર્શનો કરીને તેમની ધરપકડનો વિરોધ કર્યો. જમીનદારોને વિરુદ્ધ થયેલો સુનિયોજિત વિરોધ અને પ્રદર્શનોને કારણે અંગ્રેજ સરકારના નિર્દેશનમાં એક કરાર થયો. જેમાં ખેડૂતોને વધારે વળતર અને પાકની પસંદગી કરવાની છૂટ આપવામાં આવી હતી. કરમાં કરાયેલો વધારો નાબૂદ કરાયો અને ભૂખમરાની વિપડા ટળે ત્યાં સુધી કર વધારો મોકૂફ રખાયો. આ ચળવળ દરમ્યાન ગાંધીજીને લોકોએ પ્રેમથી “બાપુ” અને “મહાત્મા” તરીકે સંબોધવાનું શરૂ કર્યું.

ખેડા સત્યગ્રહ :

ગુજરાતના ખેડા જિલ્લામાં 1917માં આવેલા પૂરને કારણે ખેડૂતોએ વાવેલા પાકને ખૂબ જ ભારે નુકશાન પહોંચ્યુ હતું. તેથી આ સમયે ખેડૂતોએ સરકારને કર માફ કરવા માટે વિનંતી કરી હતી. આ માટે અમૃતલાલ ઠક્કર, મોહનલાલ પંડ્યા, શંકરલાલ પારીખ વગેરેએ આ લડાઈમાં સહયોગ આપ્યો હતો. લડાઈના અંતે સરકારે કર મૂક્તિનો નિર્ણય લીધો હતો.

બારડોલી સત્યગ્રહ૧૯૨૮માં સાયમન કમિશન ભારતમાં આવ્યું ત્યારે એનો રાષ્ટ્રવ્યાપી બહિષ્કાર કરવામાં આવ્યો હતો. એ સમયે ખેડૂતો પાસે વસૂલાતા કરમાં ૩૦% ભારે કર વધારો કરવામાં આવ્યો હતો. જે ૩૦ જૂન ૧૯૨૭થી લાગુ કરવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું. આ કાયદાનો વિરોધ કરવા માટે બારડોલી સત્યાગ્રહની શરૂઆત કરવામાં આવી હતી. આ આંદોલનની કમાન સરદાર વલ્લભભાઈ પટેલને સોંપવામાં આવી હતી. મુંબઈ મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ આ કાયદા સામે વિરોધ દર્શાવ્યો હતો

Loading...