Abtak Media Google News

સ્ફૂર્તિ અને તંદુરસ્તીનો અનુભવ કરાવતા વેલનેસ પ્રોગ્રામનું સૌરાષ્ટ્રમાં પ્રથમવાર આયોજન: યોગશિક્ષકો ‘અબતક’ની મૂલાકાતે

આર્ટ ઓફ લીવીંગ દ્વારા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર વેલનેસ પ્રોગ્રામનું આગામી શનીવારે અને રવિવારે આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વિસ્તૃત વિગત આપવા ભાવનગરના કાર્યપાલક ઇજનેર નીકીતાબેન મણીયાર, આનંદભાઇ માલવીયા, જાગૃતિબેન માલવીયા અને નરેન્દ્રભાઇ નથવાણીએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

વેલનેસ પ્રોગ્રામનું આયોજન વિવેકાનંદ હેલ્થ, આમ્રપાલી અને એરપોર્ટ ફાટકની વચ્ચે સ્વસ્તિક સોસાયટી ખાતે કરવામાં આવ્યું છે. પ્રોગ્રામ શનીવારે સવારે ૬.૩૦ થી ૮.૩૦ દરમ્યાન યોજાશે અને રવિવારે સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ સુધી યોજાશે.

ભાવનગરના કાર્યપાલક ઇજનેર નીકીતાબેન મણીયારે જણાવ્યું કે, વેલનેસ પ્રોગ્રામ એટલે ફીટનેસ માટે ઉત્સાહી લોકોને મન અને શરીરનું સંપૂર્ણ સુખ આપતો, આઘ્યાત્મિક લોકો માટે યોગનો અવરોધ વ્યાધીને હટાવી સાધનામાં ગહનતા આપતો તેમજ બિમારી ના હોવા છતાં સ્વસ્થતાનો અભાવ, થાક, વાળ ખરવા, ડ્રાય સ્કીન, ગળામાં જલન, ડોક-પીઠ શરીરના દુ:ખાવા, પેટની તકલીફો, ક્રોનીક રોગો, ઉપેક્ષા, તનાવ આવી અનેક તકલીફોનું કાયમી નિવારણ.

આપણી જટીલ અને અતિવિકસીત શરીર અને તેના અથંભીત તંત્રોની ઉંડી ને સરળ સમજથી આપણી જીવનશૈલીમાં સામાન્ય ફેરફારો કરવાથી વધારે થતા નુકશાનને અટકાવી વધુ તંદુરસ્તી સ્ફૂર્તિની અનુભુતીએ વેલનેસ પ્રોગ્રામમાંથી મળે છે.

આપણી જીવનશૈલીમાં વલણો, વિચારો, મંતવ્યો તેમજ ઉત્તેજનાને લીધે શરીરના તંત્રો પર થતા તનાવને આપણે સમજી અને સમયસર તેને શારીરિક તેમજ ભાવનાત્મક અને બૌધિક રીતે સ્થિતિ સ્થાપકતામાં પરિવર્તીત કરવું સહજ બને છે. તમારી કાર્ય ક્ષમતામાં વધારો કરતી ટેકનીકો તમને અનુકુળ ખોરાક, ઉંઘ, શરીરના યોગ્ય પોસ્ચર તેમજ જીવન વિશેની આંતરીક સમજ જેમ કે માત્ર નાનકડા પરિવર્તનો થકી જીવનને સંપૂર્ણ રીતે બદલી સાચા અર્થમાં સ્વાસ્થ્ય મેળવવું સહજ અને સરળ છે. કલયુગની ફાસ્ટ લાઇફમાં સંપૂર્ણ ફીટનેસ મેળવવા તેમજ તનાવમુક્ત જીવન જીવવા અને હરીફાઇના આ યુગમાં સારી રીતે આગળ વધવા માટે આ કોર્ષ કરવો જ‚રી છે. વધુ માહિતી માટે નીકીતાબેન મો.નં. ૯૯૨૫૨ ૦૯૨૮૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.