શનિ મહારાજનો મકર રાશિમાં પ્રવેશ ; મેષ રાશિના જાતકો માટે લાભદાયક

શનિ ન્યાય દંડનો દાતા; શનિની નાની-મોટી પનોતી દરમિયાન કરેલા કર્મોના ફળ મળે છે

તા.૨૪.૧.૨૦૨૦ના દિવસે સવસરે ૯.૪૫ કલાકે શની મહારાજ મકર રાશીમાં પ્રવેશ કરશે. આ દિવસે પોષવદ અમાસ છે. અને ચંદ્ર પણ પ્રવેશ સમયે મકર રાશીમાં છે. ૨૯-૪-૨૦૨૨ સુધી શનિ મકર રાશિમાં રહેશે.મનુષ્ય જીવનમાં શનીની ભૂમિકા નિર્ણાયક ગણાય છે. કારણ કે શની પોતાની રાશીમાં અઢી વર્ષ ચાલે છે તે ઉપરાંત શનીની નાની મોટી પનોતી દરમ્યાન કરેલા કર્મોના ફળ મળે છે તેમ કહેવાય છે શની ન્યાય દંડનો દાતા છે જો સારા કર્મો કર્યા હોય તો સારૂ  ફળ મળે આમ શની ગ્રહનું ભ્રમણ મહાદશા અને પનોતી મનુષ્ય જીવનમાં નિર્ણાયક બને છે. શનિ મહારાજનો પોતાની મકર રાશિમાં પ્રવેશ મેષ રાશિના જાતકો માટે લાભદાયક રહેશે.

  • રાશી પ્રમાણે શની ગ્રહનું ફળાદેશ

મેષ (અ.લ.ઈ): મેષ રાશીનાં લોકોને મકરનો શની કર્મ ભુવનમાંથી પસાર થશે. વ્યાપારમાં લાભ અપાવે, ખર્ચા પર કાબુ રાખવો, જરૂ રી જમીન, મકાન, વાહન ખરીદવા સાવચેતી રાખવી, ઘરમા શાંતીનું વાતાવરણ રાખવું, દાંમ્પત્ય જીવન અને જાહેર જીવનમાં સારૂ  ગણાય.

વુષભ: (બ.વ.ઉ) વૃષભ રાશીના લોકોને શની ભાગ્ય ભુવનમાંથી પસાર થશે. ભાગ્યોદય કરાવે, વિદેશથી લાભ ધર્મ, આધ્યાત્મિક યોગ બને યાત્રા પ્રવાસ થાય, લાભ મળતા અટકે ખરા, નાના ભાઈ બહેનો સાથે સુમેળ રાખવો શત્રુઓ કાબુમાં રહે.

મિથુન (ક,છ,ઘ): મિથુન રાશીના લોકોને મકરનો શની આઠમાં સ્થાન પરથી પસાર થશે નાની પનોતીલોઢાના પાયે છે. વારસાગત લાભ અપાવે વાહન ધીમે ચલાવું આર્થિક બચત પર જોર રાખવું કુટુંબ સાથે હળીમળીને રહેવું સંતાનોના પ્રશ્ર્નોમાં ધ્યાન આપવું જરૂ રી.

કર્ક (ડ.હ): કર્ક રાશીના લોકોને શની સાતમા સ્થાનમાંથી પસાર થશે માનસીક શાંતી રાખવી દામ્પત્યજીવન સારૂ  રહે ભાગીદારો સાથે વિવાદ ટાળવો પુજા,પાઠ દાન વધારે કરવા, જમીન મકાનના યોગ ૨૦૨૨મા બને વિવાહમાં વિલંબ થાય.

સિંહ (મ.ટ): સિંહ રાશીના લોકોને મકરનો શની છઠ્ઠા સ્થાને પસાર થાય. ખર્ચા પર કાબુ રાખવો વારસાગત પ્રશ્ર્નો ઉદભવે, સાક્ષીમા પડવું નહી કોઈના ઝગડામાં પડવું નનિના ભાઈ બહેનો સાથે મેળવધે, મહેનતનુ ફળ મળે,

ક્ધયા (પ,ઠ,ણ): ક્ધયા રાશીના લોકોને મકરનો શની નાની પનોતી દૂર થાય તથા પાંચમા સ્થાનમાંથી પસાર થાય શેર લાભની શકયતા ખરી સટ્ટો રમવો નહિ ભાગીદારી તથા દાંમ્પત્ય જીવનમાં સુમેળ રાખવો જરૂ રી, લાભ મળતા અટકે બચતોમાં પ્રગતી થાય.

તુલા: (ર.ત): તુલા રાશીના લોકોને મકરનો શની ચોથા સ્થાનોથી પસાર થશે. નાની પનોતી લોઢાના પાયેશરૂ  થશે. જમીન મકાનના પ્રશ્ર્નો થોડા ઉકેલાય, છુપાશત્રુમાં વધારો થાય, વ્યાપારમાં ખુબ ધ્યાન રાખવું જરૂ રી, માનસીક સ્થીરતા રાખવી જરૂ રી, આળસ છોડવી.

વૃશ્ર્ચિક (ન,ય): વૃશ્ર્ચિક રાશીના લોકોને શની પરાક્રમ સ્થાનમાંથી પસાર થશે. તથા મોટી પનોતીમાંથી રાહત મળશે. મહેનતનું ફળ પૂરતુ મળે વિદ્યા અભ્યાસમાં ધ્યાન આપવું વિદેશ વ્યાપાર સાવચેતી પૂર્વક કરવો યાત્રા પ્રવાસમાં સાવચેત રહેવું ખર્ચા પર કાબુ રાખવો.

ધન: (ભ,ફ,ધ): ધનરાશીના લોકોને મકરનો શની ધનભુવનમાંથી પસાર થશે, શનીની પનોતીનો અંતીમ તબકકો રૂ પાને પાયે પસાર થાય રૂ પાનો પાયો સારો ગણાય. ધનદાયક આવક વધારનાર ગણાય જમીન મકાન સાવચેતી પૂર્વક લેવા વારસાના પ્રશ્ર્નોમા ધ્યાન રાખવું લાભ મળે.

મકર: (ખ,જ,): મકર રાશીના લોકોને શનીની પનોતીનો બીજો તબકકો છાતી એથી પસાર થાય સોનાને પાયે છે. થોડા ભાર રખાવે માનશીક ટેન્શન ઓછુ રાખવું આરોગ્યનો ખ્યાલ રાખવો નાનાભાઈ બહેનનું ધ્યાન રાખવું ભાગીદારીના વ્યાપારમાં ધ્યાન રાખવું વ્યાપારમાં ધ્યાન આપવાથી વધારો થાય.

કુંભ (ગ.શ.સ): કુંભ રાશીના લોકોને શનીની પનોતીનો પહેલો તબકકો લોઢાને પાયે પસાર થાય ખર્ચામાં વધારો થાય, ખોટી દોળધામથી બચવું, આરોગ્યનું ધ્યાન રાખવું ઝગડાથી બચવું, ભાગ્યોદયમાં વિલંબ કરાવે પિતાનું આરોગ્ય સાચવું.

મીન (દ,ચ,ઝ,થ): મીન રાશીના લોકોનીક મકરનો શની લાભ સ્થાનમાંથી પસાર થાય લાભ અપાવે આળસથી બચવુ વિદ્યા, અભ્યાસ અને સંતાનોમાં ધ્યાન આપવું વારસાકિય પ્રશ્ર્નોનો ઉકેલ આવે.

  • મોટી પનોતી

ધનરાશી : રૂ પાના પાયે સારી ગણાય.

મકરરાશી : સોનાના પાયે ચિંતા કરાવે

કુંભરાશી : લોઢાના પાયે મહેનત કરાવે.

  • નાની પનોતી

મિથુન રાશી: લોઢાના પાયે મહેનત કરાવે, તુલારાશી: લોઢાનાપયે દોડધામ કરાવે,  નાની મોટી પનોતી દરમ્યાન કાળુકપડ, અડદ, કાળોધાબળો, લોખંડ, તેલનુદાન કરવું તથા પગરખાનું દાન કરવું.

દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા, વૈદોકત રૂ દ્રી કરાવવી, શનીના જાપ કરાવવા, શનીવારના એકટાણા રહેવા, દરરોજ હનુમાનજીના દર્શન કરવા,વડીલોને આદર આપવો, યોગ્ય વડીલોની સલાહ લઈ અને દરેક મોટા કાર્યો કરવા આમ કરવાથી પનોતીમાં રાહત મળશે તેમ વેદાંત રત્ન શાસ્ત્રી રાજદીપભાઈ જોષીની યાદીમાં જણાવાયું છે.ભારતની રાશી પ્રમાણે જોતા મકરનો શની ભારતને આર્થિક પ્રગતી કરાવે અને મંદીમાંથી ઉગરે તેવી શકયતાઓ વધારી રહેલી છે.

Loading...