Abtak Media Google News

આજે શ્રાવણ વદ અંધારી ચોથ એટલે બોળ ચોથ. વર્ષોની પરંપરા અનુસાર બહેનોએ બોળ ચોથ વ્રત નિમિતે એકરંગી ગાય-વાછરડાનું પૂજન કર્યું. બોળ ચોથ નિમિતે બહેનો પરોઢીયે અથવા તો ઢળતી સાંજે વળતી ગાય સાથે તેના વાછરડાનું પૂજન કરતી હોય છે. આજે બોળ ચોથ નિમિતે બહેનો ખાંડીને કે કાપીને ખવાતા ખોરાકનો ત્યાગ કરશે. માત્ર મગ અને રોટલાનું એકટાણું કરી વિધિપૂર્વક વ્રત કથાનું પઠન કરી વ્રતની ઉજવણી કરવામાં આવે છે. આજે બોળ ચોથ નિમિતે શહેરની બહેનોએ એકરંગી ગાય-વાછરડાનું ભકિતભાવપૂર્વક પૂજન કરી બોળ ચોથનું વ્રત કર્યું. ગાય-વાછરડાનું કંકુ-ચોખા નાગલા વડે પૂજન બાદ બહેનોએ સાથે મળીને બોળ ચોથ વ્રત કથાનું વાંચન કરી બોળ ચોથ ‘ર્માં’ વહુરાણીને વળ્યા એવા સહુને ફળજોની પ્રાર્થના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.