Abtak Media Google News

ગત વર્ષની જેમ આ વર્ષે પણ સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશ ચતુર્થીના પાવન દિવસે યાજ્ઞીક રોડ, સર્વેશ્વર ચોકના આંગણે ગૌરીનંદન ગણેશ ભગવાન રિધ્ધિ સિધ્ધિ સહિત પધરાવવામાં આવ્યા હોય આ ધાર્મિક મહોત્સવમાં સમગ્ર રાજકોટ તથા સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી પ્રજા દર્શન પૂજન અર્ચનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહી છે.

આ મહોત્સવ દરમિયાન ટ્રસ્ટ દ્વારા રોજ સવાર સાંજ કરાવવામા આવતી મહાઆરતીમાં સહભાગી થવું એ એક લ્હાવો છે. ટ્રસ્ટ દ્વારા દરેક દર્શનાર્થીઓ માટે ગણપતિ બાપાના ચરણ કમળમાં ધરાવવામાં આવતો પ્રસાદ પામી શ્રધ્ધાળુઓ ધન્ય થાય છે.2 69આ ૧૦ દિવસ ધાર્મિક મહોત્સવ અંતર્ગત આસ્થાળુઓ માટે રોજ રાત્રે વિવિધ પ્રકારના ધાર્મિક તથા રંગારંગ કાર્યક્રમો માણવા સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટની ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરાયો છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટના તમામ કાર્યકરો સેવાયજ્ઞમાં જોડાયા છે.

ગઈકાલે અનાથ આશ્રમના ૩૦૦ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતુ તથા તેઓને જેને કામમાં આવે તેવી ભેટ પણ આપવામાં આવી હતી. જેના દાતા બ્રિજેશ નંદાણી તરફથી આપવામાં આવેલ આજરાતનો ૯ કલાકે દિકરો ભૂલ્યો મા બાપને તેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો રાજકોટની પ્રજાને લાભ લેવા અપીલ કરાઈ છે.

સર્વેશ્વર ચેરી. ટ્રસ્ટના કાર્યકરો આજે વધુ ઉજવણી કરવા માટે કાર્યકરો સખત જહેમત ઉઠાવી રહ્યા છે. જેમાં કેતન શાપરીયા, જતીન માનસતા, સમીર દોશી, અતુલ કોઠારી, ગુલાબસિંહ જાડેજા, અનિલ તન્ના, અલ્લાઉદીન કાટીયાણી, પ્રકાશ પુરોહિત વિપુલ ગોહિલ, બહાદૂરસિંહ કોટીલા, શૈલેન્દ્ર પરમાર, કુમાર ચૌહાણ, દર્શન મહેતા, સુધીરસિંહ જાડેજા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.