Abtak Media Google News

પાણી પૂરવઠા યોજના અને જયોતિગ્રામ યોજનાના વીજ કનેકશનો અંગત લાભ માટે વાપરતા હોય જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચને સત્તા પરથી હટાવ્યા

ગોંડલ તાલુકાના બાંદ્રા ગામના સરપંચે ગામને પાણી પૂરું પાડવાના બહાને પોતાના ભાઈની ખાનગી પાઇપ લાઇનનો ઉપયોગ કરી પાણી પુરવઠા યોજના અને જ્યોતિગ્રામ યોજનાના વીજ કનેક્શનો પોતાના અંગત લાભ માટે ઉપયોગ કરી સત્તાનો દુરૂપયોગ કરતા તેમાં તે કસુરવાર ઠરતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેઓને સત્તા પરથી દૂર કરવાનો હુકમ કરવામાં આવતા નાના એવા ગામમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના બાંદ્રા ગામના કલ્પેશભાઈ ચનીયારા અને સાગરભાઇ વકાતર દ્વારા ગામના સરપંચ રાજેન્દ્રભાઈ ઉકાભાઈ રૈયાણી દ્વારા ગામને પાણી પૂરું પાડવાના બહાને ભાદર ડેમ માંથી ગામના કૂવામાં પાણી લાવવા પોતાના ભાઈની ખાનગી માલિકીની પાઇપ લાઇનનો ઉપયોગ કરી પાણી પુરવઠા યોજના અને જ્યોતિગ્રામ યોજનાના વીજ કનેક્શનો ગેરલાભ ઉઠાવી અંગત હિત સાધી સત્તાનો દુરુપયોગ કર્યો હોય જે અંગેની ફરિયાદ બાદ તાલુકા વિકાસ અધિકારીની તપાસ માં પણ ભ્રષ્ટાચાર જણાતા રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનિલભાઈ રાણાવશિયા દ્વારા સરપંચને કસૂરવાર ઠેરવી સત્તા પરથી દૂર કરવાનો હુકમ કરતા નાના એવા ગામમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો સરપંચે સત્તાનો દુરુપયોગ કરી પોતાના ભાઈની ખેતીમાં વીજ કનેક્શન નો ઉપયોગ કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડયું હોવાનું હુકમમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.