Abtak Media Google News

ઐતિહાસિક ૧૯ હજારથી વધુ સભ્યો સરગમ સાથે જોડાયા: એપ્રિલ અને મે માસમાં સભ્યો માટે નાટય શો, પ્રવાસ, પિકનીક, સમર ટ્રેનિંગ કલાસ, મ્યુઝીકલ નાઈટ સહિતના કાર્યક્રમોની જાહેરાત કરતા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા

સરગમ કલબની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. આ વર્ષે નોંધાયેલા ૧૯ હજારથી વધુ સભ્યોએ આપી છે. સરગમ કલબ દ્વારા નવા બનેલા સભ્યો માટે એપ્રિલ અને મે માસના વિવિધ કાર્યક્રમોની જાહેરાત પણ કરવામાં આવી છે. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા અનુસાર સરગમ કલબના નવા વર્ષની શ‚આતમાં કલબના સભ્યો માટે નાટય શો, પ્રવાસ, સમર ટ્રેનિંગ કલાસ સહિતના વિવિધ કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા છે.

સરગમ ચિલ્ડ્રન કલબ, જેન્ટસ કલબ, લેડીઝ કલબ, કપલ કલબ અને સિનિયર સિટીઝન કલબમાં માત્ર નજીવી ફીમાં સભ્યપદ અપાયું છે. નજીવી ફીમાં ૧૦ થી ૧૨ શ્રેષ્ઠ દરજજાના કાર્યક્રમો આપવામાં આવે છે. અત્યાર સુધીમાં નવા વર્ષે ચિલ્ડ્રન કલબમાં ૪૫૦૦, કપલ કલબમાં ૬૦૦૦, લેડીઝ કલબમાં ૨૫૦૦, સિનિયર સીટીઝન કલબમાં ૨૦૦૦, જેન્ટસ કલબમાં ૬૦૦ ઈવનિંગ પોસ્ટમાં ૧૨૦૦ તેમજ ઈન્ડોર સ્ટેડિયમમાં ૧૭૦૦ અને ૧૦૦૦ આમંત્રિતો મળી ૧૯૦૦૦થી વધુ સભ્યો નોંધાઈ ચૂકયા છે.

વાર્ષિક સામાન્ય સભા

સરગમ કલબની વાર્ષિક સાધારણ સભા આગામી તા.૯મી એપ્રિલને રવિવારે મહાવીર જયંતીના દિવસે સાંજે ૭ વાગ્યે હેમુગઢવી નાટયગૃહમાં રાખવામાં આવી છે. આ વાર્ષિક સાધારણ સભામાં સરગમ જેન્ટસ કલબના સભ્યો તથા સરગમ કલબના સ્ટાફને જ પ્રવેશ આપવામાં આવશે. આ સભામાં સરગમની સલાહકાર સમિતિના સભ્યો, દાતાઓ, અધિકારીઓ અને અન્ય કમિટિ મેમ્બર્સની ઉપસ્થિતિમાં સરગમ કલબની આવક-જાવકનું સરવૈયૂં રજૂ કરવામાં આવશે.

સિનિયર સિટીઝન ઈવનિંગ પોસ્ટ

આગામી તા.૧૪ને આંબેડકર જયંતીના દિવસે સિનિયર સિટીઝન ઈવનિંગ પોસ્ટના સભ્યો માટે બપોરે ૪ થી ૭ દરમિયાન જૂના ગીતોની મ્યુઝીકલ પાર્ટી સાથે ભકિત સંગીતનો કાર્યક્રમ યોજાયો છે. હેમુગઢવી હોલમાં યોજાનારા આ કાર્યક્રમમાં કાર્ડ ઉપર પ્રવેશ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં વિમલ શાહ પ્રસ્તુત ‘મોરપિંચ્છ વૃંદ’ દ્વારા લતા મંગેશકર, મુકેશકુમાર, રફી સહિતના કલાકારોના હિટ ગીતો રજુ કરવામાં આવશે.

જેન્ટસ કલબ માટે નાટય શો

૨૨મી એપ્રિલે રાત્રે ૧૦ વાગ્યે મુંબઈના પ્રખ્યાત નાટક ‘ગુજજુલાલ કરે ધમાલ’નું આયોજન કરવામાં આવ્યું છે. કોસ્તુભ ત્રિવેદી અને ઈમ્તીયાઝ પટેલ નિર્મિત આ નાટકમાં વિપુલ વિઠલાણી, કલ્યાણી ઠાકર અને સ્નેહા સાળવી સહિતના ટીવી સિરિયલના કલાકારો અભિનય આપી રહ્યા છે. નોન સ્ટોપ કોમેડી ધરાવતું આ નાટક ચુકવા જેવુ નથી.

આ જ રીતે જેન્ટસ કલબના સભ્યો માટે તા.૨૧મી મેના રોજ રાત્રે ૧૦ વાગ્યે મુંબઈના પ્રખ્યાત નાટક ‘વહુ હાઈફાઈ, સાસુ વાઈફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. અજીત ગોર નિર્મિત અને દિગ્દર્શિત આ નાટકમાં લેડી અમિતાભ તરીકે ઓળખાતી પ્રતિમા ટી અભિનય આપી રહી છે.

સરગમ કપલ કલબ

સરગમ કપલ કલબના એ ગ્રુપના સભ્યો માટે ‘ગુજજુલાલ કરે ધમાલ’નો શો તા.૨૩ એપ્રિલને રવિવારે રાત્રે ૧૦ કલાકે યોજાશે. બી ગ્રુપના સભ્યો માટે તા.૨૪મીને રાત્રે ૧૦ વાગ્યે, સી ગ્રુપના સભ્યો માટે તા.૨૫મીને મંગળવારે ડી ગ્રુપના સભ્યો માટે તા.૨૬મીને બુધવારે તથા ઈ ગ્રુપના મેમ્બર માટે તા.૨૭મીને રાત્રે ૧૦ વાગ્યે શો યોજાશે. આજ રીતે બીજા નાટક વહુ હાઈફાઈ સાસુ વાઈફાઈનો શો તા.૧૬મી મેથી ૨૦મી મે સુધી દરરોજ રાત્રે ૧૦ વાગ્યે ગ્રુપ મુજબ યોજાશે.

સરગમ લેડીઝ કલબ

સરગમ લેડીઝ કલબના એ ગ્રુપના સભ્યો માટે ગુજજુલાલ કરે ધમાલનો શો તા.૨૨મી એપ્રિલે બપોરે ૩ થી ૫:૩૦ દરમિયાન યોજાશે. જયારે બી ગ્રુપના સભ્યો માટે આ જ નાટક તા.૨૩મીને રવિવારે બપોરે ૫ થી ૮ દરમિયાન યોજાશે. આ જ રીતે બીજા નાટક વહુ હાઈફાઈ સાસુ વાઈફાઈનો એ ગ્રુપના સભ્યો માટેનો શો તા.૨૦મી મે એ બપોરે ૩ કલાકે અને બી ગ્રુપના સભ્યો માટે તા.૨૧મીએ સાંજે ૫ વાગ્યે યોજાશે.

સરગમ સિનિયર સિટીઝન કલબ

સરગમ સિનિયર સિટીઝન કલબના એ ગ્રુપના સભ્યો માટે ‘ગુજ્જુલાલ કરે ધમાલ’નો શો તા.૨૨મી એપ્રિલને શનિવારે સાંજે ૬:૩૦ થી ૯ દરમિયાન યોજાશે. જયારે બી ગ્રુપના સભ્યો માટે આ જ નાટક તા.૨૩મીને રવિવારે પ થી ૮ દરમિયાન યોજશો. આજ રીતે બીજા નાટક વહુ હાઈફાઈ સાસુ વાઈફાઈનો એ ગ્રુપના સભ્યો માટેનો શો તા.૨૦મી મે એ સાંજે ૬:૩૦ થી ૯ અને બી ગ્રુપ માટે તા.૨૧મી મે એ સાંજે ૫ થી ૮ દરમિયાન યોજાશે.

સરગમ ચિલ્ડ્રન કલબના ૪૫૦૦ સભ્યો માટે ક્રિષ્ના વોટર પાર્કની પિકનીકનું આયોજન કરવામાં આવ્યું છે. આ પીકનીક તા.૨૫,૨૬ અને ૨૭ એપ્રિલ એમ ત્રણ દિવસ માટે યોજાશે. રાજકોટ-અમદાવાદ રોડ પર આવેલા ક્રિષ્ના વોટર પાર્કમાં આ પીકનીક સવારે ૭:૪૫ થી ૧૦:૩૦ દરમિયાન યોજાશે. રાજકોટ-અમદાવાદ રોડ પર આવેલા ક્રિષ્ના વોટર પાર્કમાં આ પીકનીક સવારે ૭:૪૫ થી ૧૦:૩૦ દરમિયાન યોજાશે. આ વોટર પાર્કમાં જોડાવવા માગતા સભ્યોએ પોતાના પાસ સરગમ કલબની ઓફિસે ટોકન ફી ભરીને મેળવી લેવાના રહેશે.

આજ રીતે ગુજરાત રાજયના સ્થાપના દિવસ નિમિતે તા.૧લીમે, ૨ મે અને ૩ મે દરમિયાન સવારે ૮ થી ૧૦:૧૫ દરમિયાન ફનવર્લ્ડની વિનામૂલ્યે પીકનીકનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ ૪૫૦૦ જેટલા બાળકોને વિનામૂલ્યે રાઈડની સફર કરાવવામાં આવશે. આ ફનવર્લ્ડ પીકનીકમાં એ ગ્રુપના સભ્યોએ તા.૧લી મેએ સવારે ૮ થી ૧૦:૧૫ દરમિયાન આવવાનું રહેશે. જયારે બી ગ્રુપના સભ્યોએ તા.૨જી મે એ અને સી ગ્રુપના સભ્યોએ તા.૩જી મે એ સવારે આવવાનું રહેશે.

ઈન્ડોર સ્ટેડિયમ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિમિત ઈન્ડોર સ્ટેડિયમનું સંચાલન સરગમ કલબને સોંપવામાં આવ્યું છે. આ ઈન્ડોર સ્ટેડિયમમાં ટેબલ ટેનિસ, કેરમ, બેડમિન્ટન, જુડો, કરાટે, જીમ, લેડીઝ હેલ્થ કલબ, લોન ટેનિસ, એરોબિકસ, વોલીબોલ, ચેસ જેવી મૂળભુત રમતો નજીવી ફી લઈને શીખવવામાં આવે છે. હાલમાં ૧૭૦૦થી વધુ સભ્યો નિષ્ણાંત ટયુટર પાસે તાલીમ લઈ રહ્યા છે. આ રમતનો સમય સવારે ૬ થી ૧૧ અને બપોરે ૪ થી ૮નો રહેશે.

સરગમ સંચાલિત સ્કૂલ

સરગમ કલબ દ્વારા અનિલ જ્ઞાન મંદિર, અનિલ જ્ઞાન બાલમંદિર અને સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કૂલનું રૈયારોડ પર બ્રહ્મ સમાજ ચોકમાં સંચાલન કરવામાં આવે છે. આ સ્કૂલમાં બાલમંદિરથી ધો.૧૨ સુધીમાં કુલ ૮૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ સ્કૂલમાં બાળકોને કરાટે, ઈન્ડોર ગેઈમ્સ અને મ્યુઝીકનું જ્ઞાન પણ આપવામાં આવે છે. આ સ્થળે કોમ્પ્યુટર સેન્ટર પણ શ‚ કરવામાં આવ્યું છે. જેમાં બેઝીક ફી લઈને સોફટવેર, ઓપરેટિંગ સિસ્ટમ, હિસાબી કોમ્પ્યુટર કોર્સ વિગેરે શીખવવામાં આવે છે.

કલા મંદિર

જામટાવર રોડ પર આવેલા સરગમ કલબ મંદિરમાં ઓર્ગન, હાર્મોનિયમ, તબલાવાદન, ડ્રોઈગ, શાસ્ત્રીય, નૃત્ય, વેસ્ટર્ન ડાન્સ અને ગીટાર જેવા વિવિધ કલાસ ચાલી રહ્યા છે. આ તમામ કલાસનો સમય સાંજે ૪ થી ૮નો હોય છે અને નજીવી ફી વસુલી પ્રવેશ આપવામાં આવે છે. આ જ સ્થળે કોમ્પ્યુટર સેન્ટરનું સંચાલન પણ ચાલી રહ્યું છે.

સમર ટ્રેનિંગ કલાસ

દર વર્ષની જેમ આ વર્ષે પણ સરગમ લેડીઝ કલબ દ્વારા ગુજરાત રાજયના સ્થાપના દિવસ નિમિતે રાજકોટની તમામ બહેનો માટે ૧૨ દિવસના સમર ટ્રેનિંગ કલાસનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૨ મે થી ૧૩ મે દરમિયાન કોટક સકૂલ (મોટી ટાંકી ચોક)માં યોજાનારા આ સમર ટ્રેનિંગ કલાસમાં જુદા જુદા ૨૭ વિષયોની તાલીમ આપવામાં આવશે. આ સમર ટ્રેનિંગ કલાસનો સમય સાંજે ૫ થી ૭ રહેશે. ટોકનદરે યોજાતા આ સમર ટ્રેનિંગ કલાસ માટેના ફોર્મ સરગમ મહિલા લાયબ્રેરી (એવરેસ્ટ બિલડીંગ, શાસ્ત્રી મેદાન પાસે), ચિલ્ડ્રન લાઈબ્રેરી (મહિલા કોલેજ પોલીસ ચોકી ઉપર), સરગમ કલબ (કોઈન્સ કોર્નર, ડો.યાજ્ઞીક રોડ), સરગમ ભવન (જામટાવર રોડ), સરગમ મહિલા લાઈબ્રેરી (આમ્રપાલી પોલીસ ચોકી ઉપર) અને સરગમ હેલ્થ સેન્ટર (જાગનાથ મંદિર ચોક) ખાતેથી મળશે.

વિદેશ પ્રવાસ

સરગમ કલબના સથવારે બોનટોન હોલિડેઝ દ્વારા આ વખતે વિદેશ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવાસ સિંગાપુર, મલેશિયા, બેંગકોક અને પટાયાનો રહેશે. એક વ્યકિતદીઠ ૧૦ દિવસના પ્રવાસનો ચાર્જ ૮૫૦૦૦ ‚પિયા જેટલો છે. જેમાં ત્રણ રાત્રિ સિંગાપુર, ૨ રાત્રિ મલેશિયા, ૨ રાત્રિ બેંગકોક અને ૨ રાત્રિ પટાયાનું રોકાણ રહેશે. આ પ્રવાસ તા.૨ જૂનથી ૧૨મી જૂન સુધી યોજાશે અને તે રાજકોટથી રાજકોટ મુજબનો રહેશે.

ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા અનુસાર સરગમ કલબ છેલ્લા ૩૫ વર્ષથી વિવિધ ક્ષેત્રે સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યું છે. આ પ્રવૃતિઓમાં સરગમ કલબ સંચાલિત રામનાથપરા મુકિતધામ (સ્મશાનગૃહ), સ્મૃતિવન રામનાથપરા મુકિતધામ, સરગમ કલબ સંચાલિત શબપેટી, અદ્યતન શબવાહિની તેમજ એમ્બ્યુલન્સ સેવા, સરગમ સેવા કેન્દ્ર-આમ્રપાલી રોડ, વિકલાંગ સેવા કેન્દ્ર, સરગમ કલબ સંચાલિત પ્લેનેટોરિયમ (તારામંડળ), લેડીઝ લાઈબ્રેરી, સરગમ ચિલ્ડ્રન, મહિલા મેગેઝીન લાઈબ્રેરી, મહિલા લાઈબ્રેરી, કોમ્પ્યુટર સેન્ટર, લેડીઝ હેલ્થ કલબ, જયપુર ફૂટ કેમ્પ, કલા મંદિર, ઓમ મેડિકલ સ્ટોર, એરપોર્ટ રોડ પર રાહતદરનું દવાખાનું, એસ્ટ્રોન સોસાયટીમાં રાહતદરનું દવાખાનું, કાંતા સ્ત્રી વિકાસ ગૃહ રોડ પર રાહતદરનું દવાખાનું, અનિલ જ્ઞાન મંદિર હાઈસ્કૂલ, કોમ્પ્યુટર સેન્ટર, જાગનાથ મંદિર ચોકમાં હેલ્થકેર સેન્ટર, એસ્ટ્રોન સોસાયટીમાં લેડીઝ હેલ્થ કલબ, ઈન્ડોર સ્ટેડિયમ, કલા ભવન, ઈવનિંગ પોસ્ટ, સ્પોકન ઈંગ્લીશ કલાસીસ, નીરામય એકયુપ્રેશર થેરાપી સેન્ટર, ફેશન ડિઝાઈનિંગ અને કોમ્પ્યુટર સેન્ટરનો સમાવેશ થાય છે.

સરગમ કલબની આ પ્રવૃતિઓ માટે કર્ણાટકના રાજયપાલ અને સરગમ કલબના માર્ગદર્શક એવા વજુભાઈ વાળા તેમજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીનું માર્ગદર્શન મળતું રહેશે. આ તમામ કાર્યક્રમોની સફળતા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ અરવિંદભાઈ દોમડિયા, મૌલેશભાઈ પટેલ, સ્મીતભાઈ પટેલ, નાથાભાઈ કાલરીયા, લલીતભાઈ સમજીયાણી, મિતેનભાઈ મહેતા, ભરતભાઈ સોલંકી, જયેશભાઈ વસા, કૌશિકભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ લેડીઝ કલબના ડો.ચંદાબેન શાહ, ઉષાબેન પટેલ, નીલુબેન મહેતા, જયશ્રીબેન રાવલ, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, વિપુલાબેન હિરાણી, છાયાબેન દવે તેમજ લેડીઝ-જેન્ટસ કલબના ૧૫૦થી વધુ કમિટિ મેમ્બર જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.