પડધરીના ખામટામાં સરદાર પટેલ સોશિયલ ગ્રુપ આયોજિત સમૂહલગ્ન ભવ્યતાથી સંપન્ન

32

૪૬ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા: કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા અને ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવોની ઉપસ્થિતિ

સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ પડધરી દ્વારા છેલ્લા ૨૦ વર્ષ થયા ખામટા ગામે જાજરમાન સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે  આ વર્ષે પણ ૨૧માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં ૪૬ નવ દંપતીઓ એ પ્રભુતામાં પગલા પાડયા હતા.  આ ૪૬ નવદંપતી ઓ ના માતા – પિતા એ સાસરે જતી દીકરી ઓ ની આરતી ઉતારી હતી જે સમૂહલગ્ન નું મહત્વ નું આકર્ષણ રહ્યું હતું. આ સમૂહ લગ્નમાં અધ્યક્ષ સ્થાને જીવરાજબાપા ચોવટીયા તેમજ જયેશભાઇ રાદડીયા કેબિનેટ મંત્રી ગુજરાત રાજ્ય,  નરેશભાઈ પટેલ ચેરમેન  ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ,  ગોવિંદભાઈ સાવસીયા જલારામ સ્ટીલ એન્ડ ફર્નિચર  સુરત, વિજયભાઈ ડોબરીયા પ્રમુખશ્રી  માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સદભાવના વૃદ્ધાશ્રમ,  ઉમેશભાઈ માલાણી પ્રમુખ એમ જે માલાણી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ખામટા માલાણી ક્ધસ્ટ્રકશન,  પરેશભાઈ સખીયા કોર્પોરેટર,  ડો. ડાહયાભાઇ પટેલ પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત રાજકોટ, અવચરભાઈ મેંદપરા પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત રાજકોટ, પડધરી તાલુકા નાયબ મામલતદાર રાજાવાળા, પીએસઆઇ કિરણબા જાડેજા તેમજ લેઉવા પટેલ સમાજના આગેવાનો ઉદ્યોગપતિઓ અને સમાજ શ્રેષ્ઠીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા આ ૪૬ નવદંપતીઓને પોતાનું મેરેજ સર્ટિફિકેટ પણ પોતાના મંડપમાં જ આપી દેવામાં આવ્યું હતું. દાન આપનાર દાનવીર ભામાશાઓનું શિલ્ડ અને  મોમેન્ટો આપી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.  લેઉવા પટેલ સમાજના ૧૨ હજારથી પણ વધારે લોકો આ સમૂહ લગ્નમાં જોડાયા હતા.  આ સમૂહલગ્નમાં સુરત ના રહેવાસી વરાછા કો-ઓપરેટિવ બેંકના ચેરમેન અને પ્રખર વક્તા કાનજીભાઈ ભાલારાએ પોતાના વક્તવ્યથી સમાજને કઈ રીતે  જાગૃત રહેવું અને શિક્ષણ, નાણા અને આરોગ્ય વિષે મહત્વનું વક્તવ્ય આપ્યું હતું.  આ સમૂહ લગ્નમાં ૪૬ દીકરીઓને  એક લાખથી પણ વધારે રૂપિયા ની વસ્તુઓનો કરયાવર આપવામાં આવ્યો હતો.  સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ કમિટી અને ૮૦૦ થી પણ વધારે સ્વયંસેવકો ના મેનેજમેન્ટ અને કાર્યથી  આ ભવ્ય સમારોહ દીપી ઉઠ્યો હતો.

ખામટા છાત્રાલય ની એનસીસી ની વિદ્યાર્થીનીઓએ પરેડ કરી પોતાનુ કૌશલ રજૂ કર્યું હતુ. એમ.જે. માલાણી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પટાંગણમાં જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે તેથી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા ક્ધયા છાત્રાલયના મેનેજીંગ ટ્રસ્ટી શિવલાલભાઈ ગઢીયા અને હંસરાજભાઈ લીંબાસીયાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

Loading...