Abtak Media Google News

વર્ષ પ્રતિપ્રદાનના શુભ દિવસે અનોખી ઉજવણી

પરિવર્તનને સ્વીકારી શિક્ષણ મજબુત બનશે: અપૂર્વભાઈ મણિયાર

અબતક સાથેની વાતચીત દરમિયાન ચેરમેન અર્પૂવભાઈ મણીઆરએ જણાવ્યું હતુ કે સરસ્વતી વિદ્યામંદિર મારૂતીનગરમાં અમે છેલ્લા ૩૫ વર્ષથી ટ્રસ્ટ સંચાલીત સંસ્કાર સાથેના શિક્ષણની શાળા છે. વર્તમાન સમયમાં શિક્ષણમાં ખૂબજ સ્પર્ધા છે. સેલફાઈનાન્સ શાળાઓનો જમાનો છે. ત્યારે ટ્રસ્ટ સંચાલીત શાળાઓ પણ વિકાસ કરીને જો સારૂ  શિક્ષણ આપે તો શિક્ષણમા સમયાંતરે પરિવર્તન લાવી શકાય તે શાળામાં સારામાં સારૂ શિક્ષણ મળી રહે તે માટે ૨૦ સ્માર્ટ કલાસ, ટ્રાન્સર્પોટેશનની સુવિધા માટે બસનો પ્રારંભ કરી રહ્યા છીએ. અમારા આજના કાર્યક્રમમાં આર.એસ.એસ.ના ગુજરાત પ્રાંતના કાર્યવાહક જશવંતભાઈ ચૌધરી, સૌરાષ્ટ્રપ્રાંતના કિશોરભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે.

Vlcsnap 2019 04 06 12H12M50S48શિક્ષણ સાથે સંસ્કારના પાઠ ભણતા બાળકોને જોઈ આનંદની અનુભૂતિ આવે: નીતિનભાઈ પેથાણી

અબતક સાથેની વાતચીત દરમિયાન સૌરાષ્ટ્ર યુનિ. કુલપતિ ડો. નિતિનભાઈ પેથાણી એ જણાવ્યું હતુ કે વિદ્યાભારતી સંલગ્ન શિક્ષણ અને સેવા સમાજ સંચાલીત સરસ્વતી શીશુ મંદિરની આ શાળાઓમાં આજે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાળકને સર્વોચ્ચ શિખરે અને શિક્ષણ અને સંસ્કારના પાઠો દ્વારા બાળકોને નવી દિશા મળે તે માટે શાળાએ પ્રયોગ કર્યો છે. અને શાળાની વેબસાઈટનું સ્કુલ બસનું અને ૨૦ સ્માર્ટ કલાસનું લોકાપર્ણ કરવામાં આવ્યું છે. આ વેબસાઈટ દ્વારા વાલીઓ ને આ શાળા કયાં સ્તરની છે તેનું પણ ઘેર બેઠા જ્ઞાન મેળવી શકે છે. સાથે સાથે બાળકને મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને નૈતિક શિક્ષણ તે પણ પૂરી પાડવામાં આવે છે. આ શાળા વિદ્યાભારતી સંલગ્ન છે. ત્યારે વિદ્યાભારતીનો મુખ્ય લક્ષ્ય છે કે શિક્ષણનાં માધ્યમ થકી સમાજ પરિવર્તન કરવું અને એવા બાળકોને પંચપટ્ટી શિક્ષણ પધ્ધતિ અને સર્વાંગી વિકાસ થાય છે. હું આજ સરસ્વતી વિદ્યા સંકુલના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો ત્યારે હું શાળાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું શાળા ઉત્તરોતર પ્રગતિ કરતી રહે તેવી શુભકામના.

શિક્ષણમાં ભારતીયતા અને મોરલ વેલ્યુના પાઠ મહત્વના: વિજયભાઈ દેસાણી

અબતક સાથેની વાતચીત દરમિયાન સૌરાષ્ટ્ર યુનિ.ના ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેસાણીએ જણાવ્યું હતુ કે સૌ પ્રથમ શકિતપર્વની શરૂઆત ચૈત્ર નવરાત્રી અને ગુડીપહવાની સૌને શુભેચ્છા પાઠવું છું. સાથોસાથ સરસ્વતી શિશુ મંદિરનો કાર્યક્રમ ૨૦ સ્માર્ટ કલાસ, બસ, તથા વેબસાઈટ લોન્ચીંગ શાળાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું સંસ્કારનું સિંચન કરતી આ શાળા ૩૯ વર્ષમાં પ્રવેશી રહી છે. ત્યારે શાળાના સ્થાપક પૂ. પપ્પાજી, ત્યારપછીના ચેરમેન પ્રવિણકાકાની ચેતનાને વંદન ક‚ છું આ શાળા ખૂબજ પ્રગતિ કરે છે અને ભારતીયતામાં સરકારો પડેલા છે. તેનું પણ સિંચન કરે. આપને સૌને ખ્યાલ છે કે હાલમાં વિશ્ર્વમાં એ વેલ્યૂસ ખૂબજ ઓછી થઈ રહી છે. મોરલ શિક્ષણ અને તેમાં પણ ભારતીયતા એ ખૂબ વધેતેના માટેના આ શાળાના અને વિદ્યાભારતીના પ્રયત્નોને હું બિરદાવું છું અને શુભેચ્છા પાઠવું છું.

સૌ.યુનિ.ના કુલપતી નીતિન પેથાણી, ઉપકુલપતિ વિજય દેસાણીનું સન્માન કરાયું

વિધાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ સંચાલીત સરસ્વતી વિદ્યાસંકુલ દ્વારા ચૈત્ર સુદ ૧ વર્ષ પ્રતિપદા શુભ દિવસ નિમિતે શાળામાં ૨૦ સ્માર્ટ કલાસ, ૧ બસ અને વેબસાઈડનું લોકાર્પણ આર.એસ. એસ. ગુજરાત પ્રાંત કાર્યવાહક યશવંતભાઈ ચૌધરી, સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ કિશોરભાઈ મુંગલપરા સૌરાષ્ટ્ર કુલપતિ ડો. નિતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેસાણી સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતુ આ તકે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.