Abtak Media Google News

ધોરાજી શ્રી વિશા શ્રી માળી વણિક સોની જ્ઞાતિ અને ગોલ્ડન ગૃપ ધોરાજી દ્વારા આજરોજ દરબાર ગઢ રોડ પર આવેલ શ્રી વિશા શ્રી માળી વણિક જ્ઞાતિ વાડી નવાં કોટ ખાતે શ્રી સરસ્વતિ સત્કાર સમારંભ યોજાયો હતો

જેમા ધોરાજી તથા અમરેલી , જુનાગઢ , બગસરા , ખરેડી , તથા આજુબાજુના વિસ્તારમાં રહેતા વિશા શ્રી માળી વણિક સોની જ્ઞાતિ ના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ધોરાજી ૧ થી ૧૨ માં અભ્યાસ કરતાં અને ૧ થી ૩ ના નંબરો ના વિદ્યાર્થી ઓને શ્રી વિશા શ્રી માળી વણિક સોની જ્ઞાતિ અને ગોલ્ડન ગૃપ ધોરાજી દ્વારા  સરસ્વતિ સત્કાર સમારંભ અને આમંત્રિત મહેમાનો નુ સન્માન સમારોહ યોજાયો હતો જેમાં દિપ પ્રાગટય તથા અતિથિ વિશેષ આમંત્રિત મહેમાનો પ્રોત્સાહીત પુરસ્કાર અને બુગીવુગી ના સથવારે જેવાં અનેક કાર્યક્રમો યોજાયા હતા

અને તેજસ્વી તારલાઓ ને શિલ્ડ તથા સન્માન પત્ર તેમજ પુરસ્કાર એનાયત કરવામાં આવેલ  ગોલ્ડન ગૃપ ધોરાજી ના કિરીટભાઈ વઢવાણા, તેજસ રાજપરા, ભાવેશ કડેચા, વિરલ ધોળકિયા, પ્રમોદ જામવેચા, રાકેશ ધોળકીયા, જીજ્ઞેશ માંડલીયા, રાજેશ જામવેચા, સુનીલ જામવેચા તો સોની મહીલા મંડળ દિવયા બેન કડેચા, બિનાબેન ધોળકીયા, લતાબેન ગેરીયા, અરૂણા બેન વઢવાણા, રેખા બેન ધિનોજા, વિજ્યા બેન વઢવાણા, ભાનુબેન જામવેચા તથા અન્ય કાર્યકર્તા ઓ હોદ્દેદારો એ આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભારે જહેમત ઊઠાવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.