Abtak Media Google News

ઔ.સ.ચિ.બ્રહ્મ સમાજ ગોંડલનું ગત તા.૨૯ને રવિવારના રોજ ભુવનેશ્ર્વરી વિદેશ ભવન ખાતે ભુવનેશ્ર્વરી સન્માન સમારંભ યોજાયેલ તેમાં જ્ઞાતીનાં ધો.૧ થી ૧૨ સુધીમાં શ્રેષ્ઠ ગુણાંક મેળવનાર ૫૮ વિદ્યાર્થીઓનું મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવેલ તેમજ નગરપાલીકાના સદસ્ય શીતલબેન જી. મહેતા અને અનીતાબેન પી. રાજયગૂરૂને મોમેન્ટો દ્વારા સન્માન કરેલ આપ્રસંગે ગોંડલ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ ગીરીશભાઈ રાવલે હાજરી આપેલ હતી.

આ પ્રસંગે દાતાઓ તથા વડીલોનું સન્માન કરવામાં આવેલ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ હિતેષભાઈ રાવલ અખિલેશભાઈ ત્રિવેદી, નિલેષભાઈ ત્રિવેદી, હરેશભાઈ રાવલ તથા તમામ કારોબારીના સદસ્યઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન અલખકિશોરભાઈ રાવલે કર્યું હતુ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.