Abtak Media Google News

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ સંચાલિત સરસ્વતી શિશુ મંદિર થોરાળા વિભાગ દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય લોકડાયરામાં ખ્યાતનામ કલાકાર નિલેશભાઈ પંડ્યા અને ટિમ દ્વારા દ્વારા દેશભક્તિનાં ગીત, ભજન અને લોક સંગીત દ્વારા પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.Img 20190228 Wa0110

સરસ્વતી શિશુમંદિર આયોજીત ભવ્ય લોકડાયરાનાં કાર્યક્રમમાં થોરાળાનાં પી.આઈ ગડ્ડુ સાહેબ સહિત શામજીભાઈ ચૌહાણ, દેવજીભાઈ ખીમસુરીયા, વશરામભાઈ સાગઠીયા, દેવજીભાઈ વાઘેલા, મહેશભાઈ અઘેરા, બિપીનભાઈ પરમાર, દેવજીભાઈ ગેડિયા, સોનલબેન જેઠવા, બીજલભાઈ જેઠવા, ચાર્મીબેન ગજેરા વગેરે સ્થાનિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

થોડા દિવસ અગાઉ પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા દેશનાં વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવા અને લોક સંસ્કૃતિનાં જતન-સવર્ધન હેતુસર યોજવામાં આવેલા સરસ્વતી શિશુ મંદિરનાં ભવ્ય લોકડાયરામાં સંસ્થાનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆર, ટ્રસ્ટી ડો. બળવંતભાઈ જાની, પલ્લવીબેન દોશી, રમેશભાઈ ઠાકર, કેતનભાઈ ઠક્કર, અનીલભાઈ કિંગર, હસુભાઈ ખાખી, અક્ષયભાઈ જાદવ, કીર્તિદાબેન જાદવ અને રણછોડભાઈ ચાવડા સહિત મોટી સંખ્યામાં રાજકોટની જાહેર જનતાએ ઉપસ્થિત રહીને દેશભક્તિનાં ગીત-સંગીત ભજનો દ્વારા દેશનાં વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.