Abtak Media Google News

શૈક્ષણીક આરોગ્ય તેમજ સાંસ્કૃતિક્ષેત્રે અગ્રણી સંસ્થા સરગમ કલબ રાજકોટવાસીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિનામૂલ્યે શ્રેષ્ઠ કાર્યક્રમોની વણઝાર લાવ્યું છે સાંસ્કૃતિક મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત જાહેર જનતા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.જેના ભાગરૂપે સરગમ ક્લબ તેમજ બાન લેબ્સ,જે.પી. સ્ટ્રકર્સ પ્રા.લી.ના ઉપક્રમે તા.૨૧ને રવિવારના રોજ ડી.એચ. કોલેજના ગ્રાઉન્ડ ખાતે રાત્રે ૮ કાકે ભવ્ય સરગમી લોકડાયરાનો કાર્યક્રમ યોજાશે.

આ લોકડાયરામાં માયાભાઈ આહિર, ઓસમાણમીર, ધીરૂભાઈ સરવૈયા, અભેસિંહ રાઠોડ, ફરીદાબેન મીર, બિહારીભાઈ ગઢવી, અને બેન્જો વાદક મુકુંદભાઈ જાની લોકકલાનું સરપાન કરાવશે.

આ કાર્યક્રમનું ઉદઘાટન કર્ણાટકના રાજયપાલ મહામહિમ વજુભાઈ વાળાના હસ્તે થશે. જયારે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બી.એન. પાની, ખાસ ઉપસ્થિત રહેશે. જયારે મુખ્ય મહેમન તરીકે નિતિનભાઈ ભારદ્વાજ ઉદયભાઈ કાનગડ, ભાવેશભાઈ પટેલ, નંદલાલભાઈ માંડવીયા, રાજનભાઈ વડાલીયા, વેજાભાઈ રાવલીયા, અરવિંદભાઈ રૈયાણી, જશવંતસિંહ ભટ્ટી, કિરીટભાઈ આદ્રોજા, નલીનભાઈ વસા, હેતલભાઈ રાજયગુરૂ, સંજયભાઈ ભંભલાણી વગેરે ઉપસ્થિત રહેશે.

સરગમ પરિવારના તમામ સભ્યો તથા તેમના પરિવારજનો અને રાજકોટની જાહેર જનતા માટે વિનામૂલ્યે યોજાયેલા આકાર્યક્રમને માણવા અનુરોધ કરાયો છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, અરવિંદભાઈ દોમડીયા, મૌલેશભાઈ પટેલ તેમજ જે.પી. સ્ટ્રકચર્સ પ્રા.લી.ના ચેરમેન જગદીશભાઈ ડોબરીયા, બાન લેબ્સના નટુભાઈ ઉકાણીના માર્ગદર્શન હેઠળ સરગમ કલબના કમીટી મેમ્બર જહેમતઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.