Abtak Media Google News
 સરા એસ બી આઇ મા જોઇનિંગ એકાઉન્ટ મા ફરજ બજાવતા સુરેશભાઇ બાબુલાલ વ્યાસ વયમર્યાદાના કારણે નિવૃત થતા તેમનો વિદાય તેમજ બિરદાવવાનો સમારોહ. બાપા સીતારામ ના સાનિધ્યમા એસ બી આઇ ના જગનલાલ મીણા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ પ્રસંગે સુ.નગર  એસ.બી આઇ.ના આર એમઆર ઓ સ્ટાફ સરા વે.એસો. ના પ્રમુખ શલૈષભાઇ વિરપર ગ્રા.પં ના સરપંચ પ્રવિણભાઇ. મા અને ઉ.મા શાળાના આચાર્ય કમલેશભાઇ. ધનજીભાઇ ચૌહાણ સહીત ગ્રામજનો સ્નેહીઓ આપ્તજનો હાજરીમા યોજાયો હતો.
સુરેશભાઇ ની 37 વર્ષ કર્તવ્ય  નિષ્ઠ ફરજ બજાવવા અને નોટબંધી સમયે તેમને કરેલી ઉમદા કામગીરી બિરદાવી હતી. એસ બી આઇના સ્ટાફે પરંપરાગત શાલ ઓઢાડી શ્રીફળ પડો આપી તેમને ભારે હ્રદયેવીદાય આપી હતી.સગા   સ્નેહીઓ આપ્તજનો હાજર રહી શુભેચ્છા અને મુમન્ટો આપેલ હતા. સાયલાના યુવા ભજનીક હિતેશભાઇ બારોટ ખાસ હાજર રહી  ભવ્ય સંતવાણી રજુ કરેલ  હતી સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન ભાઇલાલદાદા અને આભાર વિધી હામાભાઇ રબારી એ કરેલ હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.