Abtak Media Google News

વરસાદી માહોલમાં બહાર સામાન્ય લોકો ભજિયા ખાતા હતા પણ હેમુ ગઢવી હોલમાં તો સંગીત રસિયાઓ સૂરોની સૂરાવલિનું પાન કરતા હતા

સા રે ગા મા પા સૂરમંદિરની સંગીત સંધ્યામાં સાતેય સૂરે શમા બાંધ્યો હતો. વરસાદી રવિવારે માહૌલમાં બહાર સામાન્ય લોકો ભજિયા ખાતા હતા તો સંગીત રસિયાઓ સૂરોની સૂરાવલિનું પાન કરતા હતા. રાજકોટના હેમુગઢવી હોલ ખાતે તા.૯ જુલાઈ ૨૦૧૭ રવિવારની સાંજે સૂરમંદિર દ્વારા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં અંદાજે ૯૦૦ લોકોએ હાજરી આપી હતી અને સૂરોની રમઝટનો આનંદ લીધો હતો જેમાં ઘણા ખરા કલાકારોએ હાજરી આપી હતી.

આ સંધ્યાના આયોજક, સૂરમંદિર કલબના સ્થાપક તથા પ્રમુખ તેમજ વોઈસ ઓફ મુકેશ તરીકે ઓળખાતા ઘનશ્યામ રાવલે જણાવ્યું હતુ કે છેલ્લા ૧૭ વર્ષથી અમે હેમુગઢવી હોલ ખાતે શો કરી રહ્યા છીએ તેમણે સંગીત સંધ્યા વિશે જણાવતા કહ્યું હતુ કે સુરમંદિર દરેક વખતે કંઈકને કંઈક નવા થીમબેસ કાર્યક્રમ કરે છે. જે સુરમંદિરકલબની ખાસીયત છે. આ સંધ્યામાં બધા જ કલાકારોની હાજરી અનુભવાય તે ઉદેશ્યથી અમે ‘સબરંગ’ થીમ રાખી છે. જેમાં મુકેશ, મોહમદ રફી, આશાજી, લતાજી તથા આ કાર્યક્રમમાં ખાસ પ્રસ્તુતી અરજીતસિંઘના પણ ગીતો સાંભળવા મળશે.

ત્યારબાદ સુરમંદિર કલબના કમીટી મેમ્બર હરેશ ભટ્ટ સૌ પ્રથમ તો અબતક મીડીયાનો આભાર માનતા જણાવ્યું હતુ કે અબતક મીડીયાએ અમને આવડું મોટુ પ્લેટફોર્મ મેળવવામાં ખૂબજ મદદ કરી છે તે બદલ હું અબતક મીડિયાનો સમગ્ર ટીમ તથા મેનેજીંગ ડિરેકટર સતીષભાઈ મહેતાનો આભાર માનું છું. ત્યારબાદ તેમણે જણાવ્યું હતુ કે જુના ગીતો એટલે કે સદાબહાર ગીતોના પ્રેમીઓ માટે અમે કાર્યરત છીએ તથા લોકોને ખૂબજ સાથ મળ્યો છે. અને આગળ પણ લોકોનો સાથ મળતો રહે તેવી આશા છે.

ત્યારબાદ સુરમંદિર કલબ સાથે જોડાયેલા અને ગાયીકા સોનલ ગઢવીએ જણાવ્યું હતુ કે હું આજે સુર મંદિરની એકમાત્ર ગાયીકા છૂ અને આજરોજ હુ લતાજી, આશાજી તથા સુમન કલ્યાણપૂર ના ગીતો ગાવાની છું ત્યારબાદ ખાસ અબતક મીડીયાના દર્શકો માટે તેમના મધુર અવાજમાં તેરા જાના… દિલ કે અરમાનો કા લૂટ જાના ગીત ગાયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.