Abtak Media Google News

પૂ.મોરારીબાપુના હસ્તે ભજનીક હેમંત ચૌહાણ તબલા વાદક, ચતુરસિંહ જાડેજા, બેન્જો

વાદક વિજય મકવાણા અને મંજુરા વાદક રતન ભારીને એવોર્ડ અર્પણ કરાયો

પૂ.મોરારીબાપુની નિશ્રામાં પ્રતિવર્ષ કારતક વદ બીજના દિવસે ચિત્રકુટધામ  તલગાજરડા ખાતે સંતવાણી એવોર્ડ અર્પણ કાર્યક્રમ યોજાય છે. આ શૃંખલામાં આજે ગુરુવારની સંધ્યાએ બારમો સમારોહ સંપન્ન થયો. એ પહેલા ભજન વિચાર સંગોષ્ઠીમાં સંયોજક રવજી રોકડ સંતવાણીના ઉડા અભ્યાસી છે. તેમણે જણાવ્યું કેલોક હદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કરનાર સંતવાણીના મૂળ વેદકાળ સુધી જાય છે. એ પરમાત્માની પ્રાપ્તિ માટેના ચિંતનમાં રહેલા છે.

સંગોષ્ઠીના પ્રથમ વક્તા દર્શનાબેન ધોળકિયાએ નાથ સંપ્રદાયની વાણી વિષે બોલતા જણાવ્યું કે નાથ સંપ્રદાયનો પ્રારંભ ગોરખનાથ થઈ થયો છે. નવનાથ પૈકીના આદિનાથ ભગવાન શંકર છે. પછી મચેન્નાથ આવે. એમના શિષ્ય ગોરખનાથથી આ સંપ્રદાય વિશેષ વિકસ્યો છે.ગોરખવાણી પરતો અનેક વિદ્વાનોના ભાષ્ય મળે છે. ગોરખવાણીમાં ગુરુમહિમાનું ગાન છે. પોતે જે આત્મતત્વનું ચિંતન કર્યું છે, એ ઉંચાઈ સુધી સહને લઈ જવાનો પ્રયાસ છે. ગોરખ સુતેલા ને જગાડવાની મથામણ કરતા જણાયછે. ગોરખનો સ્થિત પ્રજ્ઞ પ્રસન્ન અને મીત ભાષી છે.

સંગોષ્ઠીના બીજા વક્તા દલપતરામ પઢિયારે સંતવાણીના સર્જક સંતકવિ રવિભાણ સાહેબ વિષે બોલતા કહ્યું કે રવિનાં એક કિરણને ઓળખી લઈએ તોપણ આખો રવિમળી શકે.બાકી બારણાં બંધ રાખીએ તો એક કિરણે ન મળે.જનમો  જન્મના ફેરાના પાપને બાળી નાખવા માટે સદગુરુના શબ્દની એક ચિનગારી પણ પૂરતી છે. સત્યનિષ્ઠ, સાવધાન, સર્વગ્રાહી અને સરભંગએ ચાર સદગુરુના લક્ષણ છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 3

સંતનો હેતુ કેવળ કવિતા કરવાનો નથી. પોતાની ભીતર ઉઠતા નાદને શબ્દોમાં ઉતાર્યા વિનાતે રહી શકતા નથી.તેથી તેનાં હૈયામાંથી ઉઠતા ઉદગારો એજ સંતવાણી છે. ત્રીજા વક્તા નિરંજન રાજ્યગુરુએ ભજનના પ્રકાર બંગલો અને હાટડીના વિવિધ ઢાળમાં ગાઈ બતાવ્યા. સંતોએ જીવન વ્યવહારમાં જે વસ્તુઓ આવી, એની  ઓળખ માટે રૂપકોપ્રયોજ્યા છે. દેહ, જીવ અને જગત માટે આવા રૂપકો સંતવાણીમાં મળે છે. સંતવાણીના સમદરમાં ભજનરૂપી મરમના મોતીના ઢગલા મળે છે. તેમણે પોતાના મધુર કંઠે આ ભજનોને ગાઈને શ્રોતાઓને આનંદ પૂરો પાડયો.

રાત્રીના આઠ કલાકે સંતવાણી એવોર્ડ અર્પણ કાર્યક્રમમાં પૂજ્ય બાપુએ પ્રસિદ્ધ ભજનિક હેમંત ચૌહાણને ભજન ગાયકી માટે, ચતુરસિંહ જાડેજાને તબલાં વાદન માટે,  વિજય મકવાણાને બેજો વાદન માટે અને રતન ભારથીને મંજીરાવાદન માટે સંતવાણી એવોર્ડ અર્પણ થયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.