Abtak Media Google News

લોધીકા તાલુકાના અભેંપર ગામે ખોડિયાર માતાજીના મંદિરે તા.૧૬ના રોજ લોધીકા તાલુકાના ૩૮ ગામના સરપંચોની એક મીટીંગ મળેલ તેમાં તમામ ગામના સરપંચોએ સંગઠન યુનિયન બનાવવા હકારાત્મક અભિગમ આપેલ અને આ સંગઠનમાં ૬ ગામ વાયજ એક કમીટી મેમ્બર રચના કરવામાં આવેલ ભારતીબેન વિરડા હરીપર પાળ, વર્ષાબા જાડેજા રાયકી, મંજુલાબેન કોરાટ સીંગણવા, લાખાભાઈ ચોવટીયા ઈટાળા, હંસાબેન કથીરીયા ઉંડખીજડીયા, વિપુલભાઈ મોરડા ચાંદલી, વિગેરે ગામના સરપંચોની કમિટીમાં નિમણુંક કરવામાં આવેલ અને સમિતિમાં પ્રમુખ તરીકે કોઠાપીપળીયાના યુવા સરપંચ સંજયભાઈ અમરેલીયાની સરવાનુમતે નિમણુંક કરવામા આવેલ છે.

ત્યારબાદ લોધીકા તાલુકાના ગામડાની નાના મોટા પ્રશ્ર્નો અને સમ્સીયાની ચર્ચા કરવામાં આવેલ અને તમામ ગામના પ્રશ્ર્નોના નિરાકરણનો ન થાય તો તમામ સરપંચો સાથે મળી લગતી કામની કચેરીમાં જઈ અને લગતા અધિકારી સામે એકતાનો અવાજ ઉઠાવશે અને આ સંગઠન બીનરાજકીય રહેશે અને ગુ‚વારથી આ સંગઠનની કામગીરી શરૂ કરશે અને દરેક ગામને લગતા કામની કચેરીમાં જઈ દરેક ગામના પડતર પ્રશ્નોની રજૂઆત કરવામાં આવશે.

આ તકે ચાંદલી, ઉપસરપંચ મોરડ વિપુલભાઈ મેટોડા, સરપંચ શૈલેષભાઈ વેકરીયા, નાંધુપીપળીયા, લીલાબા ગઢવી જતાકુબાહિરજી ભાઈ રાઠોડ પીપરડી, મીનાબેન સંખારવા દેવડા, કમલેશભાઈ ખાપરા અભેપર રતનપર, કાંતાબેન કાટડીયા છાપરા, દિનેશભા, ભુત નગર પીપળીયા, કમલેશભાઈ સાકરીયા ઉડ ખીજડીયા, હંસાબેન કથીરીયા દેવગામ, વિશાલભાઈ ફાંગલીયા પાભર ઈટાળા, મંજુબેન વેકરીયા ચાંદલી, વિજયાબેન બગડા ચીભડા, લાધાભાઈ મારકણ પાળ, જગદીશભાઈ દાફડા લોધીકા, પ્રભાબેન જેન્તીભાઈ વસાયા કાંગશીયાળી, સવિતાબેન ચાવડા પારડી, રંજનાબેન ધરડુશીયા વાગુદડ, પ્રભાબેન વીરડા સાંગણવા, મંજુબેન કોરાટ ઢોલરા, ગીતાબેન બગથરીયા તરવડ, ર્તનબેન પરમાર વાજડી વડ, અભેસંગ ખેરડીયા વિજયભાઈ રાઠોડ રાતેય, કામીનીબા જાડેજા જસવંતપૂર, અરજણભાઈ માટીયા મોટાવડ, ભીમસિંહ કે જાડેજા ખાંભા, અન્નપૂર્ણાબા જાડેજા ધુળીયા દોમડા, ભુપેન્દ્રસિંહ જાડેજા બાલસરા, હરિપર તરવડા, રજાકભાઈ ઢેબા માખાવડ, ગોમાલભાઈ પરમાર ખીરસરા, ગીતાબેન લાખાભાઈ સાગઠીયા તેમજ માખાવડ વિગેર ગામનાં સરપંચો ઉપસ્થિત રહેલ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.