રાજકોટ રેલ મંડળ દ્વારા સ્વચ્છતા પખવાડિયું

રાજકોટ રેલ મંડળ પર સ્વચ્છ ભારત-સ્વચ્છ રેલ મિશન અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરાયું છે જેના પ્રથમ દિવસને સ્વચ્છ જાગૃતતા દિવસના રૂપમાં મનાવવામાં આવ્યો હતો. રાજકોટ મંડળ રેલ પ્રબંધક પરમેશ્ર્વર ફુંકવાલ દ્વારા સોશિયલ ડિસ્ટન્સીંગનું ધ્યાન રાખીને અધિકારીઓ તથા કર્મચારીઓ તેમજ મંડળના દરેક પ્રમુખ સ્ટેશનો પર પણ સ્ટેશન મેનેજર દ્વારા દરેક રેલ કર્મચારીઓ તથા કોન્ટ્રેકટ કિલનીંગ સ્ટાફને સ્વચ્છતાની શપથ લેવડાવવામાં આવી તથા તેઓને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા.

રેલ મંડળના વરિષ્ઠ મંડળ વાણિજય પ્રબંધક અભિનવ જેફના મતે આ પખવાડિયા દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટીકના ઉપયોગને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવું તથા કાર્યાલયોમાં પ્લાસ્ટીકના ઉપયોગને ટાળવુ તથા રેલવે સ્ટાફ તથા તેના પરિજનોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા પર વિશેષ ભાર મુકવામાં આવશે. વર્તમાન સમયમાં કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે ત્યારે કોવિડ-૧૯ના પ્રોટોકોલ તથા ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડ લાઈન્સ જેમ કે સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે.

Loading...