સ્વચ્છતા પખવાડીયા અંતર્ગત પ૧ સ્ટેશનો પર સફાઇ ઝુંબેશ સંપન્ન

રાજકોટ રેલ મંડળ દ્વારા સ્વચ્છતા પખવાડીયા અંતગત પ૧ સ્ટેશનો પર રેલકર્મીઓ  દ્વારા મોટાપાયે સફાઇ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. રાજકોટ મંડળ રેલ પ્રબંધક પરમેશ્ર્વર ફુંકવાલના દિશા નિર્દેશ અનુસાર સંપૂર્ણ મંડળ પર એક આયોજીત અને હમબઘ્ધ પ્રક્રિયા અંતર્ગત વિવિધ પ્રકારની સ્વચ્છતા સંબંધી ગતિવિધિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત વ્યાપાક રુપથી મંડળના સ્ટેશનો, રેલવે ટ્રેક, મંડળ કાર્યાલય સ્ટેશન પરિસર અને તેની આસપાસનું ક્ષેત્ર, રેલવે કોલોની, હોસ્પિટલ તથા રેલ પરિસરમાં સમાવિષ્ટ દરેક સ્થાનોની સંપૂર્ણ સ્વચ્છતાને વિસ્તૃત સ્તરે સુનિશ્ર્ચિત કરવામાં આવ્યું. સ્વચ્છતા પખવાડીયા અંતર્ગત રેલવે પરિસરમાં પ્લાસ્ટિકના સીંગલ ઉપયોગને ટાળવા પર વિશેષ ઘ્યાન આપવામાં આવ્યું હતું. રાજકોટ મંડળના સિનીયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું કે અભિયાનના અંતિમ દિવસે ગાંધી જયંતિ અવસર પર મંડળના ઓખા, દ્વારકા, જામનગર, રાજકોટ, સુ.નગર, કાનાલુસ, લખતર, કણકોટ સહીત પ૧ સ્ટેશનો પર રેલ કર્મીઓ દ્વારા કોવિડ-૧૯ ના માપદંડોનું  પાલન કરવા સહિત મોટા પાયે શ્રમદાન કરવામાં આવ્યું હતું. રેલ કર્મીઓના સુંદર પ્રયાસો દ્વારા આ સ્વચ્છતા અભિયાનને સફળ બનાવાયું હતુ.

Loading...