સેંડલવુડ ડ્રગ કેસ: વિવેક ઓબરોયના ઘર પર ક્રાઈમ બ્રાંચના દરોડા

ફરાર આરોપી આદિત્ય અલ્વા વિવેક ઓબરોયના ઘરે છુપાયો હોવાની બાતમી મળતા સઘન તપાસ

સેંડલવુડ ડ્રગ કેસને લઈ બોલિવુડ એકટર વિવેક ઓબરોયના મુંબઈ સ્થિત ઘર પર બેંગલુરુની સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચે (સીસીબી) દરોડા પાડયા છે. તેમનો સાળો આદિત્ય અલ્વા આ ડ્રગ કેસનો મુખ્ય આરોપી છે. તેની તલાશમાં ક્રાઈમ બ્રાંચે વિવેક ઓબરોયના ઘરે દરોડા પાડયા છે. સીસીબી તરફથી ફરાર આદિત્ય અલ્વાને સમન્સ જારી કરાયું છે. સીસીબી તરફથી બહાર પાડવામાં આવેલા સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સેંડલવુડ ડ્રગ કેસમાં અલ્વા ફરાર છે અને અમને માહિતી મળી હતી કે આદિત્ય અલ્વા વિવેક ઓબરોયના ઘરે છુપાયો છે આથી તેમના ઘરે તપાસ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સેંડલવુડ ડ્રગ કેસમાં ઘણા મોટા ચહેરાઓના નામ સામે આવી ચુકયા છે જેની તપાસ દરમિયાન ઘણા પેડલર્સની ધરપકડ પણ કરવામાં આવી છે. જણાવી દઈએ કે આદિલ્ય અલ્વા પૂર્વ મંત્રી જીવરાજ અલ્વાના પુત્ર છે.

Loading...