Abtak Media Google News

આરોગ્ય ભારતી, સેવા ભારતી ઉપક્રમે આગામી ૧૨,૧૩ જાન્યુ.એ વનષૌધ પ્રદર્શન, નિ:શુલ્ક હોમિયોપેથી નિદાન, દંત નિદાન તેમજ એકયુપ્રેસર કેમ્પના આયોજનને લઈ આયોજકો અબતકની મુલાકાતે

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરિત સેવાભારતીનાં ઉપક્રમે આગામી તા.૧૨-૧૩ જાન્યુ.ના રોજ ધર્મેન્દ્ર આર્ટસ કોલેજના ગ્રાઉન્ડ યાજ્ઞીક રોડ ખાતે યોજાનાર સમરસતા સેવા સંગમ કાર્યક્રમમાં આરોગ્ય ભારતી પણ ઉત્સાહપૂર્વક ભાગ લેશે.

આરોગ્ય ભારતીને પણ એક સ્ટોલ ફાળવેલ છે.એમાં વનૌષધિ પ્રદર્શની અને સ્વસ્થ જીવન શૈલી અંગે પોસ્ટર લગાવી સર્વેને માર્ગદર્શન આપવામાં આવશે. રોગનું મુખ્ય કારણ છે ટેન્શન અને આપણા દેશમાં મનોરોગ અંગે લોકો બહુ જાગૃત નથી.

પરિણામેઆત્મહત્યા, ગુસ્સો, બ્લડ પ્રેસર હૃદય રોગ અને અનેક રોગોની વૃધ્ધિ થતી જાય છે.જેના માટે આરોગ્ય ભારતીના ટીમ સદસ્યની મીટીંગમાં નકકી થયા મુજબ આ સેવાસંગમમાં આરોગ્ય ભારતીના સ્ટોલ પરથી મનની શાંતિ માટે સંજીવની એવી હોમીઓપથી દવા જાણીતા ડો.એન.જે. મેઘાણીના માર્ગદર્શન હેઠળ વિના મૂલ્યે વિતરીત કરવામાં આવશે.

આ સેવા સંગમમાં આરોગ્ય ભારતીના સ્ટોલ પરથી ધરેલુ ઉપચાર અંગે પ્રવિણગીરી ગોસ્વામી અને ભરત પટેલ માહિતી પ્રદાન કરશે વનૌષધિ પ્રદર્શનનું આયોજન વિરલ શાહની આગેવાની હેઠળ કરવામાં આવ્યું છે.

મહિલા સંમેલનમાં આરોગ્ય ભારતીના બહેનો આ તકે શનિવારે શનિવારે ૪ થી ૬ સેવા સંગમ સ્થાન પર યોજાનાર મહિલા સંમેલનમાં પણ આરોગ્ય ભારતીના વધુમાં વધુ બહેનો જોડાઈ તે માટે મોનિકા ભટ્ટ, જાગૃતિ ચૌહાણ, હીના જોબનપુત્રાની આગેવાની હેઠળ સંપર્ક ચાલે છે.

સહજ ભારતી: ડો. હર્ષદભાઈ પંડિત તું જ તારો તારણ હાર દ્વારા સમરસતા સેવા સંગમમાં સ્ટોલ પરથી રોગ મુકત ભારત બનાવવાના વિશાલ ધ્યેય સાથે કઈ રીતે સ્વસ્થ વ્યકિત રોગ મૂકત થઈ શકે તે બાબત માર્ગદર્શન આપશે તેઓ તાજેતરમાં આ વિષયને લઈને ભારત ભ્રમણ ચાલુ કરેલ છે. આ મહાન કાર્યની જાણકારી સમરસતા સેવા સંગમમાં તેઓ હાજર રહી આપશે.

આ સમરસતા સેવા સંગમમાં આરોગ્ય ભારતી ગુજરાત પ્રાંતના મંત્રી ડો. જયસુખ મકવાણા, અધ્યક્ષ ડો.ભાસ્કર ભટ્ટ, ભરત પટેલ, પરવીન ગીરી ગોસ્વામી, વિપુલ પરમાર, જાગૃતિ ચૌહાણ, મોનિકા ભટ્ટ, તપન વ્યાસ ડો. ભાનુ મહેતા, ડો.જીતેશ પાદરીયા, ડો. વિક્રમ ઉપાધ્યાય, જાહ્નવી બેન ભટ્ટ મિત્ત નાયક, ચિતન ભાઈ ભટ્ટ, વહીદ માર્ફાની સહિત અનેક મહાનુભાવો ભાગ લેવા આવશે. સ્ટોલની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. તેમયાદીના અંતે ડો. ભાસ્કર ભટ્ટ જણાવે છે.

આ ઉપરાંત ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ ડો. જયસુખ મકવાણાની યાદી મુજબ રાષ્ટ્રીય સેવા ભારતી આયોજીત સમરસતા સેવા સંગમકાર્યક્રમમાં ડીવાઈન ટ્રસ્ટ દ્વારા એક સ્ટોલ પર આયુર્વેદની પ્રાચીન એવી દંત વિદ્યાનું પ્રાત્યાક્ષીતનું આયોજન કરેલ છે. આયુર્વેદની જાલંધર બંધ વિધિ અંગે જાણવા ઈચ્છુક લોકોને આ અંગે માહિતગાર કરાશે. આ ઉપરાંત કોઈ દર્દીને લાભ લેવો હશે તો પણ આપવામાં આવશે. આ સિવાય અમારી સંસ્થા દ્વારા એકયુપ્રેસર વડે દવા વગરની સારવારનું આયોજન કરવામાં આવશે. સંધિવા કમર દર્દ, ડાયાબીટીશ, મોટાપો, સ્ત્રીરોગો વિ. અનેક રોગોનું માર્ગદર્શન કરવામાં આવશે.

ડો. મકવાણાની સાથે ડો. સંજય અગ્રાવત ડો. હાર્દિક જોબનપુત્રા, મોનિકા ભટ્ટ, જાગૃતિ ચૌહાણ, વાહિદ માંરફાણી, હસુભાઈ મકવાણા વિ. વ્યવસ્થા ગોઠવી રહ્યા છે.

તા.૧૨-૧૩ જાન્યુ સવારે ૯ થી સાંજે ૬ સુધી ડિવાઈન ટ્રસ્ટના સ્ટોલ પર સમરસતા
સેવા સંગમ સ્થાન ધર્મેન્દ્ર કોલેજ ગ્રાઉન્ડ યાજ્ઞીક રોડ રાજકોટ ખાતે લાભ લેવો વધુ વિગત માટે ૦૨૮૧-૨૪૫૮૮૪૫ અથવા ડો. જયસુખ મકવાણા ૯૪૦૨૮૨ ૦૪૦૮૯ સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.