Abtak Media Google News

૧૫૦૦ જેટલા જીવદયા શ્રેષ્ઠીઓ જીવદયાના પ્રશ્ર્નો અંગે કરશે વિચારવિમર્શ: રાજકોટથી ૫૦૦ જીવદયા પ્રેમીઓ જશે: આગેવાનોએ અબતકની મુલાકાતમાં આપી વિગતો

જીવદયાની ઉત્કૃષ્ટ ભાવના અને જીવ માત્રને જીતાડવાની અંતરની મહેચ્છાઓ સાથે પશ્ર્ચિમ ભારતમાં ૧૫૦૦થી વધુ પાંજરાપોળના ટ્રસ્ટીવર્યો અથાક પુરુષાર્થથી ૬ લાખથી વધુ અબોલ જીવોનું જીવનપર્યત જતન કરે છે. આર્થિક વ્યવસ્થાઓ, ઘાસ-ચારાની ઉપલબ્ધતા, જમીન અંગેના કાયદાઓ વિગેરે અઢળક પ્રશ્ર્નોનો સામનો કરવાનો હોય છે. આ પ્રશ્ર્નો અંગેની વિષદ છણાવટ પૂર્વક ચર્ચા કરી નિર્ણયાત્મક ભૂમિકા ઉપર આવવા માટે તેમજ સ્વાવલંબન તરફ, પર્યાવરણ રક્ષા તરફ વળવા માટે સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ,એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર ગીરીશભાઈ શાહ અને સાથી ટીમના માર્ગદર્શનમાં સમસ્ત મહાજન ગિરીશભાઈ શાહ મો.૯૮૨૦૦ ૨૦૯૭૬, એંકરવાલા અહીંસાધામ (મહેન્દ્રભાઈ સંગોઈ મો.૯૮૨૧૧ ૫૧૩૬૪), કચ્છ જિલ્લા પાંજરાપોળ ગૌશાળા સંગઠન (વસનજીભાઈ મો.૯૯૨૦૨ ૯૮૭૨૬), અખિલ ભારતીય સંસ્કૃતી રક્ષક દળ (લલીતભાઈ ધામી મો.૯૪૨૬૦ ૬૦૦૯૩), હિંસા વિરોધક સંઘ (અ‚ણભાઈ ઓઝા મો.૯૮૨૫૪ ૭૯૫૩૮), ગુજરાત રાજય ગૌશાળા પાંજરાપોળ સંઘ (કે.પી.શાસ્ત્રી મો.૯૪૨૭૭ ૪૪૭૦૧), આદિ જિન ધર્મ યુવક ગ્રુપ વાલકેશ્ર્વર-મુંબઈ (જયેશભાઈ શાહ મો.૯૯૨૦૪ ૯૪૪૩૩), શ્રીમદ્ રાજચંદ્ર મિશન-ધરમપુર (રતનભાઈ લુણાવત મો.૯૮૨૦૦ ૭૧૫૭૬), જીનાજ્ઞા યુવા ટ્રસ્ટ (નિપમભાઈ મો.૯૫૫૮૮ ૪૫૬૭૨), નવકાર જીવદયા ગ્રુપ (રાજુભાઈ મો.૯૪૨૬૩ ૬૦૯૨૯), નવરત્ન પરિવાર (પ્રીતેશભાઈ ઓસવાલ) સહિતની સંસ્થાઓના સંયુકત ઉપક્રમે ગૌશાળા, જીવદયા સંસ્થાઓના ટ્રસ્ટીઓ (એસ.પી.સી.એ)ના પદાધિકારીઓ, જીવદયાના ક્ષેત્રે કામ કરતા કાર્યકરો, સકળ સંઘના ટ્રસ્ટીઓ, જીવદયાના કાર્યમાં દાન આપતા દાનવીર ભામાશાઓ, પર્યાવરણ પ્રેમીઓના ત્રિદિવસીય, નિવાસી, સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

જીવદયા પ્રેમીઓના વાર્ષિક સંમેલનની શરૂઆત મણીલક્ષ્મી તિર્થ (ધર્મજ) ખાતેથી થશે. જેના અંતર્ગત તા.૨૨ ડિસેમ્બર શુક્રવારના રોજ સવારે ૮:૦૦ કલાકે જીવદયાપ્રેમીઓના આગમન, સ્વાગત, નવકારશી અને મણીલક્ષ્મીતીર્થના દર્શન-સેવાપૂજા બાદ સવારે ૧૦:૩૦ કલાકે સુરજબા પાર્ક, ધર્મજ ગામના ૧૪૦ એકરના ગૌચરની મુલાકાત લેશે અને ગામના આગેવાનોએ આ ગૌચરનું નવ નિર્માણ કેવી રીતે કર્યું તેનું પ્રેકટીકલ માર્ગદર્શન સૌને અપાશે. સાંજના ગોકુલધામ ખાતે અવલોકન અને ચોવિહાર કરી અમદાવાદ રાત્રી રોકાણ કરાશે. તા.૨૩ ડિસેમ્બરના રોજ સવારે ૬:૦૦ કલાકે સૌ સામુહિક યોગાસન, પ્રાણાયામ, સેવાપુજા, નવકારશી કર્યા બાદ સવારે ૯:૦૦ કલાકે પ્રથમ સત્રમાં વિવિધ નિષ્ણાંતોનું માર્ગદર્શન મેળવશે. બપોરે ભોજન અને વિશ્રામ કર્યા બાદ બપોરના ૩:૦૦ કલાકેથી વિશ્ર્વ વિખ્યાત બંસી ગીર ગૌશાળાની મુલાકાત અને સંચાલક ગોપાલભાઈ સુતરીયાનું વિશેષ માર્ગદર્શન સૌ મેળવશે. સાંજે ચોવિહાર કર્યા બાદ પરસ્પર વાર્તાલાપ અને વિષયવાર ચર્ચા સત્ર મોડી રાત્રી સુધી ચાલશે. સમગ્ર પશ્ર્ચિમ ભારતના જીવદયાપ્રેમીઓના વાર્ષિક સંમેલનના અંતિમ દિને, તા.૨૪ ડિસેમ્બર, રવિવારના દિને સવારે ૬:૦૦ કલાકેથી યોગાસન, પ્રાણાયામ, સેવાપૂજા, નવકારશી કર્યા બાદ સવારે ૯:૦૦ કલાકેથી શરૂ થનાર સત્રમાં નિષ્ણાંતો માર્ગદર્શન આપશે. બપોરે સૃષ્ટિ તરફથી યોજાયેલ વિસરાતી વાનગીઓનો મેળો મુલાકાત અને વિવિધ વાનગીઓનો રસાસ્વાદ અને ઓર્ગેનિક વસ્તુઓના વેચાણ કેન્દ્રોની મુલાકાત બાદ વાળુ કરીને સૌ છુટા પડશે.

સમગ્ર પશ્ર્ચિમ ભારતના જીવદયા પ્રેમીઓના આ ત્રિદિવસીય, નિવાસી મેગા સંમેલનની વિશેષ જાણકારી તથા રજીસ્ટ્રેશન માટે સૌરાષ્ટ્રમાં મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મો.૯૯૯૮૦ ૩૦૩૯૩), ઝાલાવાડમાં રવિભાઈ લીંબડી (મો.૯૮૨૫૨ ૨૪૪૯૧), રાજુભાઈ શાહ (મો.૯૮૭૯૪ ૬૧૮૭૬), કચ્છ વાગડમાં રમેશભાઈ (મો.૯૩૨૩૬ ૭૮૦૫૪), ગિરીશભાઈ (મો.૯૯૦૯૪ ૭૫૭૬૪)નો સંપર્ક કરવા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર ગિરીશભાઈ શાહ મો.૯૮૨૦૦ ૨૦૯૭૬)એ ‘અબતક’ની મુલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું હતું.

આ સંમેલનમાં સાધુ-સંતો તેમજ દેશના જાહેર જીવનના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે. સમસ્ત વ્યવસ્થા અંગે જયંતીભાઈ, વિજયભાઈ, રાજુભાઈ માળી, ભાઈલાલભાઈ, દેવેન્દ્રભાઈ જૈન, રાજીવભાઈ, કનકભાઈ પરમાર, નિલેશભાઈ, ગીરીશભાઈ સત્રા, ભરતભાઈ સંઘવી, ઉતમભાઈ, હીરાલાલભાઈ, બાલા સાહેબ દેસાઈ, કનુભાઈ, અમોલભાઈ શિંદે, અશોકભાઈ, સુનીલભાઈ સુર્યવંશી, વિવેકભાઈ, મનીષભાઈ, પૃથ્વીરાજ કાવેડી, કમલેશભાઈ, અમિતભાઈ દેઓલ, સંજયભાઈ સહિતના પશ્ચિમ ભારતના અગ્રણી જીવદયાપ્રેમીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

રાજકોટ-સૌરાષ્ટ્રના સંકલન માટે ચંદ્રકાંતભાઈ શેઠ, રાજુભાઈ શાહ, મિતલ ખેતાણી, રમેશભાઈ ઠકકર, પ્રતિક સંઘાણી, ઘીરૂભાઈ કાનાબાર, પ્રફુલભાઈ ઘાટલીયા, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, ડોલરભાઈ કોઠારી, સી.પી.દલાલ, એડવોકેટ નિલેશભાઈ દોશી, પ્રકાશભાઈ મોદી, પારસભાઈ મોદી, હરેશભાઈ શાહ, પ્રકાશભાઈ શાહ, હેમાબેન મોદી, વિજયભાઈ શાહ, દૌલતસિંહ ચૌહાણ, રાહુલ ખીવસરા, ભાસ્કરભાઈ પારેખ, યશ શાહ સહિતની ટીમ આગામી દિવસોમાં આખા સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે. તા.૨૨, ૨૩, ૨૪ ડિસેમ્બર. શુક્રવાર, શનિવાર, રવિવાર એમ ત્રિદિવસીય-નિવાસી મેગા સંમેલનમાં ગૌશાળા, જીવદયા સંસ્થાઓના ટ્રસ્ટીઓ (એસ.પી.સી.એ)ના પદાધિકારીઓ, જીવદયાના ક્ષેત્રે કામ કરતા કાર્યકરો, સફળ શ્રી સંઘના ટ્રસ્ટીઓ, જીવદયાના કાર્યમાં દાન આપતા દાનવીર ભામાશાઓના સંમેલનમાં સૌને ઉપસ્થિત રહેવા આમંત્રણ સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર ગિરીશભાઈ શાહ મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯), રાજુભાઈ શાહ (મો.૯૮૭૯૪ ૬૧૮૭૬), પ્રતિક સંઘાણી (મો.૯૯૯૮૦ ૩૦૩૯૩) સહિતનાઓએ આપ્યું છે. વિશેષ માહિતી માટે સમસ્ત મહાજનની રાજકોટ ઓફિસ ૩૦૮, િવતભવન, ગુ‚કુલ પાસે, ગોંડલ રોડ, રાજકોટ ખાતે પણ સંપર્ક થઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.