Abtak Media Google News

મુલાયમ સિંહને સન્માન અપાવવા શિવપાલ યાદવ બનાવશે નવી પાર્ટી

સપાના સીનિયર લીડર શિવપાલ યાદવે આજે નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે.  તેમણે  જણાવ્યું છે કે, તેઓ એક નવી ’સમાજવાદી સેક્યુલર મોર્ચા’ નામની પાર્ટી બનાવશે અને તેના મુખિયા મુલાયમ સિંહ બનશે. શિવપાલે ઈટાવામાં મુલાયમ સિંહના સંબંધીના ઘરે યેલી એક મીટિંગ પછી આ જાહેરાત કરી છે.

આ મીટિંગ પછી શિવપાલ યાદવે જણાવ્યું હતું કે, યુપીમાં વિધાનસભાની ચૂંટણી પછી સમાજવાદી પાર્ટીની હાલત ખૂબ ખરાબ ઈ છે. નેતાજીને તેમનું સન્માન પરત અપાવવા અને સમાજવાદીઓને એક સો લાવવા માટે તેઓ આ નવી પાર્ટી બનાવી રહ્યા છે. શિવપાલ યાદવે વિધાનસભા ચૂંટણી પહેલાં જ સંકેત આપ્યા હતા કે તેઓ સપાી અલગ ઈને એક નવી પાર્ટી બનાવશે.

ોડા દિવસ પહેલા જ શિવપાલ યાદવે અખિલેશ યાદવને અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે, તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ પર મુલાયમ સિંહને પરત કરી દે. જો અખિલેશ પાર્ટી અધ્યક્ષ પદ નહીં છોડે તો પાર્ટીનું તૂટવુ નક્કી છે. શિવપાલે જણાવ્યું કે, વિધાનસભા ચૂંટણી વખતે અખિલેશે મીડિયા સામે કહ્યું હતું કે તેઓ માત્ર ૩ મહિના માટે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે, તેઓ ચૂંટણી પછી આ પદ ફરી મુલાયમ સિંહને સોંપી દેશે. તો હવે તેમણે તેમનો વાયદો નીભાવીને આ પદ નેતાજીને સોંપી દેવું જોઈએ. શિવપાલ યાદવના આ નિવેદન પછીી જ ચર્ચા શરૂ ઈ ગઈ હતી કે શિવપાલ યાદવ નવી પાર્ટી બનાવી શકે છે.   આ ઉપરાંત શિવપાલ યાદવે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામગોપાલ યાદવનું નામ લીધા વગર તેમને શકુની ગણાવ્યા હતા. શિવપાલે કહ્યું હતું કે, ભલે મે સમાજવાદી સંવિધાન ન વાંચ્યું હોય પરંતુ તેના રચેતાએ ગીતા વાંચવાની ચોક્કસ જરૂર છે. આમ તેમણે રામગોપાલ યાદવ પર સીધો પ્રહાર કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.