“ભારત” ફિલ્મમાં સલ્લુનો ફર્સ્ટ લૂક રીલીઝ

341

બોલિવૂડના દબંગ હીરો તરીકે જાણીતા એવા સલમાનની આગામી ફિલ્મ ભારત ઇદના પ્રસંગે રિલીઝ થવાની છે. આ ફિલ્મને અલી અબ્બાસ ઝફર ડિરેક્ટ કરી રહ્યા છે. આજે સલમાને પોતાની આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં સલમાનનો સફેદ દાઢી-મુંછવાળો લુક દેખાય છે.

14 એપ્રિલે કેટરીનાએ ફિલ્મ ‘ભારત’ને લઈને પોતાનો ફર્સ્ટ લુક સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. આ લુકમાં કર્લી હેર અને માથામાં લગાવેલો ચાંલ્લો સાથે તે ઘણી સુંદર દેખાઈ રહી હતી.

ફિલ્મ ભારતમાં સલમાન ખાનના પાત્રના માધ્યમથી આઝાદી બાદથી લઈને અત્યાર સુધીના સમયને મોટા પડદા પર દર્શાવવામાં આવશે. ફિલ્મમાં દિશા પટની,તબ્બૂ, જૈકી શ્રોફ અને સુનીલ ગ્રોવર પણ મહત્વની ભૂમિકામાં છે. ભારત 5 જૂન, 2019ના ઇદના દિવસે રિલીઝ થશે.

Loading...