Abtak Media Google News

ફિલ્મનું શિર્ષક હિન્દુ ભાવનાને નુકશાન પહોચાડતું હોવાની અપીલને પગલે બદલ્યુ ટાઇટલ

સલમાન ખાન પ્રોડકશનની અપકમિંગ મુવી ‘લવરાત્રી’ નું નામ ‘લવયાત્રી’ ગઇ ગયું છે. આ ફિલ્મ દ્વારા સલમાન ખાનના બ્રધર ઇન લો આયુષ શર્માલીડ રોલમાં બોલીવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે. આયુષ શર્મા સાથે વારિના હુસેન પણ ‘લવયાત્રી’ દ્વારા બોલીવુડમાં પોતાની જગ્યા બનાવવા આવી રહી છે. ઉલ્લેખનીય છે કે સલમાને ટવીટ કરી લવરાત્રી નું ટાઇટલ બદલી ‘લગયાત્રી’ કરી દીધું છે. તેણે ટવીન કરતા કહ્યું કે છે લવયાત્રી લવટેકસ ઓવર આ લખવામાં મારી કોઇ ભૂલ નથી. પણ હવે ‘લવરાત્રી’ નું ટાઇટલ લવયાત્રી થઇ ગયું છે.

મહત્વનું છે કે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય કેટલાક સમુહોએ ‘લવરાત્રી’શિર્ષકને લઇ નારાજગી વ્યકત કરી તેમણે એવું કહ્યું કે લવરાત્રી હિન્દુ ભાવનાઓને નુકશાન પહોચાડે છે. માટે ફિલ્મનું ટાઇટલ બદલવું જોઇએ.

બિહારના મુઝફફરપુર કોર્ટમાં તાજેતરમાંથી સલમાનખાન સામે એફઆઇઆર દાખલ થઇ છે. સલમાન ખાન સાથે અન્ય સાત લોકો સામે પણ એફઆઇઆર દાખલ કરવાનો આદેશ અપાયો હતો. અને જણાવાયું હતું કે ફિલ્મનું શિર્ષક હિન્દુ ભાવનાઓને નુકશાન પહોચાડે છે.

મહત્વનું છે કે લવરાત્રી નવરાત્રીની આસપાસ જ રીલીઝ થતી હોવાથી આ રોમેન્ટીક ફિલ્મને લઇ હિન્દુ સંગઠનોએ નારાજગી વ્યકત કરી હતી. કોર્ટમાં થયેલી અરજીને ઘ્યાનમાં લઇ સલમાને પણ પ્રતિક્રિયા આપતા જણાવાયું કે, અમે નવરાત્રીને ઘ્યાનમાં રાખી આ રોમેન્ટીક ફિલ્મ બનાવી છે.

અને અમે આ સુંદર ફિલ્મમાં સંગીત, રંગ, પ્રેમ અને ઉત્સવની મોસમની મજા કરાવી છે  અમને ફિલ્મ માટે કોઇપણ પ્રચારની આવશ્યકતા નથી અને એકવાર ફિલ્મ રીલીઝ થઇ જશે ત્યારે તેને જોયા બાદ લોકોને ખબર પડશે કે ફિલ્મમાં એવું કંઇ અજુગતુ નથી જે કોઇ સમુદાયની લાગણી દુભાવે. મહત્વનું લવયાત્રી ના પોસ્ટર, ટ્રેલર રિલીઝ થઇ ગયા છે અને આગામી પ ઓકટાબર ફિલ્મ રીલીઝ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.