Abtak Media Google News

પાછલા વીકમાં સલમાન ખાન IIFA -2017માં પરફોર્મ કરીને શોમાં ચાર છંદ લગાવ્યા હતા. હાલ ન્યુયોર્કથી પાછા ફરીને સલમાન ખાન પોતાની અપકમિંગ મૂવી ટાઈગર ઝિંદા હૈનું  શૂટિંગ શરૂ કરી દીધું છે. આ સિક્વલમાં ઘણા એક્શન સિન્સ છે. આ સિન્સના શુટિંગની અમુક તસવીર સોસિયલ મીડિયા પર પોસ્ટ થઈ હતી. સલમાન ખાન હાલ મોરોકોમાં શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મમાં પણ સલમાન ખાન તેનો લકી સ્કાર્ફ સાથે જોવા મળશે. સળમ્ના ખાન તેની ફિલ્મ એક થા ટાઈગરમાં પણ આ સ્કાર્ફ સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મની સિક્વલોમાં પણ સલમાન ખાન આ સ્કાર્ફ સાથે જોવા મળશે.

સલમાન ખાન સ્ટાર ફિલ્મ એક થા ટાઈગર ઘણા એક્શન સિન્સ જોવા મળ્યા હતા. ફિલ્મના ડાયરેક્ટર અલી અબ્બાસ જફરએ આ ફિલ્મની સિક્વલમાં કોઈ કસરા છોડી નથી. સલમાન ની સાથે ફિલ્મમાં કૈટરીના પણ સ્ટંટ્સ કરતી જોવા મળશે. આ વર્ષે રીલીઝ થનારી સલમાન ખાન ની આ મોટી ફિલ્મ માથી એક છે. આ જ વર્ષે સલમાન ખાન ની ફિલ્મ ટુયબલાઇટ રીલીઝ તો થઈ પરંતુ તે દર્શકોના ઘરમાં રોશની લાવી શકી નહતી . આથી સલમાનના ફેંસને આ ફિલ્મથી ઘણી ઉમ્મીદ છે. ફિલ્મનુ શૂટિંગ 15 દિવસ સુધી  મોરોકોમાં ચાલશે. સલમાન ખાનની આ ફિલ્મ આ જ વર્ષે ક્રિસમસ પર રીલીઝ થવાની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.