Abtak Media Google News

સલમાન ખાન અને કેટરીના કૈફ હાલમાં ફિલ્મ ભારતના પ્રમોશનમાં લાગી ગયા છે અને સાથે જ આઈપીએલનો સમય ચાલી રહ્યો છે. સમાચાર આવી રહ્યા છે કે આ વખતે આઈપેલ અને સલમાન ખાનનું જબરદસ્ત કનેક્શન થવાનું છે. જી હા, વાસ્તવમાં આ વર્ષે 12મેના રોજ થનાર આઈપીએલ 2019ના ફાઈનલ મુકાબલામાં સલમાન ખાન જોવા મળવાના છે. જેમાં સલમાન એકલા નહિ હોય પરંતુ તેમની સાથે કેટરીના કૈફ પણ જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે સલમાન ખાન અને કેટરીના કૈફનું ફાઈનલમાં આવવુ તેમની ફિલ્મ ભારતના પ્રમોશનના કારણે થયુ છે. આ દરમિયાન સલમાન અને કેટરીના એક સેગમેન્ટ પણ હોસ્ટ કરવાના છે જેના માટે એક એડ પણ બનાવવામાં આવી છે.

સલમાન ખાન અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ ‘ભારત’ 5 જૂને રિલીઝ થવાની છે. તે અગાઉ ફિલ્મના પ્રમોશન માટે ટીમે અલગ રીતે ફિલ્મને પ્રમોટ કરવાનો નિર્ણય લીધો છે. હાલ ચાલી રહેલી IPL દરમ્યાન તેઓ ફિલ્મને પ્રમોટ કરશે. ભારતમાં ક્રિકેટનો ગાંડો ક્રેઝ છે અને IPLના ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સના ફાઇનલ મેચને જોનારા લોકો ઘણા બધા હશે અને એ જ વધુ સંખ્યાની ઓડિયન્સનો લાભ લેવા ‘ભારત’ ફિલ્મને તે મેચ દરમ્યાન પ્રમોટ કરવામાં આવશે. 12 મેના રોજ રવિવારે યોજાનારા આ ફાઇનલ મેચ દરમ્યાન કેટરીના અને સલમાન સાથે મળીને એક સ્પેશિયલ સેગ્મેન્ટ હોસ્ટ કરશે. ઉપરાંત મેચના લાઈવ ટેલિકાસ્ટ દરમ્યાન અલગ-અલહ પ્રોમોમાં પણ તેઓ જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.