Abtak Media Google News

સુરત અગ્નિકાંડ બાદ મોટાભાગના લોકો ફાયર સેફ્ટીના સાધનો ખરીદવા લાગ્યા છે. જેના કારણે નકલી ફાયર સેફ્ટીના સાધોના વેચાણો થવા લાગ્યાં છે. આ સાધનો અસલી સાધનો કરતાં સસ્તા હોવાથી આ સાધનોનું બજારમાં ધૂમ વેચાણ થઇ રહ્યું છે. ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે.

સ્થાનિકો જણાવી રહ્યા છે કે, આ ઘટના અંગે તંત્રને જાણ છતાં આ સમગ્ર ઘટના અંગે કોઇ પગલાં લઇ રહ્યું નથી.

જામનગરમાં ફાયર સેફ્ટીના નકલી સાધનોના વેચાણનું પ્રમાણ વધી રહ્યું છે. હાલ પાંચથી છ જેટલી કંપનીઓ નકલી બાટલાઓનું બેફામ વેચાણ કરે છે. જેની જાણ રાજ્ય સરકારને હોવા છતાં આ કાળા બજારને ડામવાં માટે કોઇ પગલાં લેઇ રહ્યું નથી. ગણતરીના જ દિવસો થયા છે , સુરતની ગોઝારી ઘટનાને ત્યાં તો તંત્રએ ફરી એકવાર પોતાની લબાડ કામગીરીનો નમૂનો આપી દીધો છે. ૨૨ બાળકોના જીવ હોમાયા બાદ પણ તંત્ર પોતાની કામગરીમાં કોઇ સજાગતા દાખવી રહ્યું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.